GUJARAT

ભાસ્કર એક્સપોઝ: હતી હત્યા, પોલીસે હાર્ટએટેકમાં ખપાવી દીધી; 1 મે,2024ની રાત્રિના 9:57:40થી 9:59:26 સુધી 1.46 મિનિટમાં બનેલી ઘટનાના પોલીસે છુપાવેલા સીસીટીવી ફૂટેજ દિવ્ય ભાસ્કર શોધી લાવ્યું – Rajkot News


1 મેના રાત્રીના નવાગામમાં આવેલા ગોડાઉનમાં બનેલી ખૂનની ઘટનામાં કુવાડવા પોલીસ કંઇ ન ઉકાળી શકી, દિવ્ય ભાસ્કરની તપાસમાં 17 વર્ષના સગીરનું માથામાં એક જ ઘા મારી ખૂન કરી નંખાયાનું સ્પષ્ટ થયું, પીએમમાં બ્રેઇન હેમરેજથી કાર્ડિયાક ફેઇલ્યોરના લીધે સગીરનું મોત (ખ

.

સમય : 9:57:40 – સુશિલ આહીરે હર્ષિલને પ્રથમ ઘા માર્યો પણ તે હર્ષિલને વાગ્યો ન હતો.

હતી હત્યા પણ પોલીસે હાર્ટએટેકમાં ખપાવી દીધી. આ એક લિટીનું હેડીંગ, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરથી માંડીને પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીની ગંભીર ગુનાહિત બેદરકારી સ્પષ્ટ કરી દીધી છે. 1 મે, 2024ના રોજ નવાગામમાં આવેલા એક ગોડાઉનની અંદર ગોરી પરિવારના એકના એક 17 વર્ષના પુત્રની બોથડ પદાર્થનો એક જ ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી, પરંતુ કુવાડવા રોડ પોલીસ મથકના બેદરકાર સ્ટાફે આ બનાવને ઘટના બની તેની ત્રીજી કલાકથી જ પૂર્વયોજિત કાવતરું રચી હાર્ટએટેકમાં ખપાવી દીધી હતી, પરંતુ કહેવત છે ને કે ‘પાપ છાપરે ચડીને પોકારે’, ‘પાપનો ઘડો હંમેશા છલકાય જ’ તે મુજબ આખી ઘટના દિવ્ય ભાસ્કર સમક્ષ તેના પરિવારજનો લઇને આવ્યા.

સમય : 9:59:16 - સુશિલે મારેલો બોથડ પદાર્થનો બીજો ઘા હર્ષિલ ગોરીના માથા પર વાગ્યો હતો.

સમય : 9:59:16 – સુશિલે મારેલો બોથડ પદાર્થનો બીજો ઘા હર્ષિલ ગોરીના માથા પર વાગ્યો હતો.

સીસીટીવી ફૂટેજ ચેક કરાતા ચોંકાવનારી વિગતો બહાર આવી અને 17 વર્ષના હર્ષિલ કમલેશભાઇ ગોરીનું ખૂન થયાનું બહાર આવ્યું. માત્ર દિવ્ય ભાસ્કરની તપાસમાં જ નહીં પરંતુ જે તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યું હતું તેઓએ પણ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો કે હર્ષિલ ગોરીનું મૃત્યુ બ્રેઇન હેમરેજના કારણે કાર્ડિયાક ફેઇલ્યોરથી થયું છે. આ બધી બાબતો ગોરી પરિવારે કુવાડવા રોડ પોલીસ અને રાજકોટના પોલીસ કમિશનરને લેખિતમાં આપી અામ છતાં કંઇ થયું નહીં અને સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરી દેવામાં આવ્યો છે. રાજકોટમાં સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ગોકુલનગર-5માં રહેતા કમલેશભાઇ માવજીભાઇ ગોરીનો 17 વર્ષનો પુત્ર હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નોકરી કરતો હતો.

સમય : 9:59:22 - માથા પર ઘા વાગ્યા બાદ છઠ્ઠી સેકન્ડે હર્ષિલ રોડ પર પટકાયો.

સમય : 9:59:22 – માથા પર ઘા વાગ્યા બાદ છઠ્ઠી સેકન્ડે હર્ષિલ રોડ પર પટકાયો.

1 મેના રોજ રાત્રીના લગભગ 9.30થી 10 વાગ્યાની આસપાસ હર્ષિલ ફરજ પર હતો ત્યારે ગોડાઉનની ઓફિસમાં રિવોલ્વિંગ ચેરમાં બેઠેલા એક શખ્સે હર્ષિલને બોથડ પદાર્થનો છૂટો ઘા માર્યો જોકે પહેલો ઘા માર્યો ત્યારે હર્ષિલ બચી ગયો, ત્યારપછીની બે મિનિટ બાદ ફરી બોથડ પદાર્થનો ઘા હર્ષિલ પર કરવામાં આવ્યો અને આ ઘા હર્ષિલના માથા પર લાગ્યો અને માત્ર ચાર જ સેકન્ડમાં તે ગોડાઉનની બહાર રોડ પર ઢળી પડ્યો. આ સમયે આસપાસમાંથી પણ લોકો દોડી આવ્યા જે વ્યક્તિએ ઘા માર્યો હતો તે પણ ત્યાં આવ્યો અને હર્ષિલને પાણી પીવડાવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ કેટલાક લોકો હર્ષિલને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા જોકે ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. તબીબોએ હર્ષિલને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

સમય : 9:59:26 - ગોડાઉનમાં કામ કરતા શખ્સે અંદર આવીને સુશિલને કહ્યું તે આ શું કર્યું?

સમય : 9:59:26 – ગોડાઉનમાં કામ કરતા શખ્સે અંદર આવીને સુશિલને કહ્યું તે આ શું કર્યું?

આ સમયે હર્ષિલના પિતા કમલેશભાઇ અને માતા કમળાબેન કચ્છ દર્શનાર્થે ગયા હતા. તેઓ તાત્કાલિક રાજકોટ પહોંચ્યા હતા. અા સમયે પોલીસે ગોરી પરિવારને એવું જણાવ્યું હતું કે, હર્ષિલનું મૃત્યુ હાર્ટએટેકથી થયું છે. હર્ષિલના મોટાબાપુ ભાવેશભાઇ પોસ્ટમોર્ટમ રૂમ પર હતા ત્યારે પણ ગોડાઉનના સીસીટીવી ફૂટેજ બતાવીને પોલીસે કહ્યું હતું કે, આ ફૂટેજ જોઇલો હર્ષિલ અચાનક જ ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ હાર્ટએટેક આવવાથી થયંુ છે.

પોલીસની વાત માનીને ગોરી પરિવારે એકના એક પુત્ર હર્ષિલની અંતિમવિધિ પણ કરી નાખી હતી. જોકે હર્ષિલના માતા કમળાબેનને પોલીસે કરેલી હાર્ટએટેકની વાત ગળે ઉતરતી નહોતી. તેઓએ ગોડાઉનના મેનેજર પાસેથી સીસીટીવી ફૂટેજ મગાવ્યા અને આ ફૂટેજ જોતાની સાથે જ તેમને જે શંકા હતી તે સાચી નીકળી અને હર્ષિલને બોથડ પદાર્થનો ઘા મારવાથી જ તેનું મોત થયાનું ફૂટેજ જોયા બાદ બહાર આવ્યું. આ બાબતે 3 જુલાઇના રોજ પોલીસ કમિશનરને હર્ષિલના પિતા કમલેશભાઇએ લેખિતમાં અરજી કરીને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઇન્કવેસ્ટ પંચનામુું આપીને કહ્યું કે, તેના દીકરાનું મોત હાર્ટએટેકથી નથી થયું, પરંતુ ગોડાઉનમાં જ હર્ષિલની સાથે ફરજ બજાવતાં સુશિલ ઉર્ફે સૂતલો આહીર અને તેની સાથેના સંકળાયેલા અન્ય બે કર્મચારી જેઠાભાઇ ઉર્ફે જયેશ શામજી ગોરી અને શિવજી શામજી ગોરીએ જ હત્યા કરી નાખી છે.

જેમાં મુખ્ય રોલ સુશિલ ઉર્ફે સૂતલા આહીરનો છે જ્યારે જેઠા અને શિવજીએ સુશિલને બચાવવા માટે કારસો ઘડ્યો હતો, પરંતુ કમલેશભાઇની આ અરજી પર આજ દિન સુધી ધ્યાન આપવામાં આવ્યું નહોતું. છેવટે ગોરી પરિવાર દિવ્ય ભાસ્કર પાસે આવ્યો ત્યારબાદ સીસીટીવી ફૂટેજ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઇન્કવેસ્ટ પંચનામું સહિતના કાગળોની તપાસ કરતાં હર્ષિલનું હાર્ટએટેકથી નહીં પરંતુ બોથડ પદાર્થનો ઘા ઝીંકવાથી મોત (હત્યા) થયાનું સ્પષ્ટ થયું છે ત્યારે હવે ટીઆરપી ગેમ ઝોનમાં મહાનગરપાલિકાના જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ ગુનાહિત બેદરકારી દાખવી હતી અને તેની સામે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો તેવી જ રીતે હર્ષિલ ગોરીનાં મોત (ખૂન)ના બનાવમાં પણ કુવાડવા રોડ પોલીસ મથકના જે પોલીસ અધિકારી અને કર્મચારીએ ગુનાહિત બેદરકારી દાખવી છે તેની સામે કાયદાકીય રીતે આકરી કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઇએ અને આ હત્યામાં જે મુખ્ય સૂત્રધાર છે તે સુશિલ ઉર્ફે સૂતલો આહીર અને તેને બચાવવાનો પ્રયાસ કરનારા શિવજી અને જેઠા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ તેવી ગોરી પરિવારની માંગ છે.

માની મમતાના પહાડ સાથે ટકરાઇને પોલીસની ગુનાહિત બેદરકારી ભાંગીને ભુક્કો થઇ ગઇ
પુત્રના મોત બાદ માતા કમળાબેન અવાચક હતા, તેમને સતત વિચાર આવી રહ્યા હતા કે, મારો દીકરો હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત હતો, તેનું હાર્ટએટેકથી મોત થાય જ નહીં, તેમને એવું લાગી રહ્યું હતું કે કંઇક અજુગતું બન્યું છે. આથી તેઓ તેમના પતિને વારંવાર કહી રહ્યા હતા કે, મારે ગોડાઉનના સીસીટીવી ફૂટેજ જોવા છે, પરંતુ તેમના પતિ આ વાત ટાળી રહ્યા હતા. એક દિવસ કમલેશભાઇને પણ થયું કે, ગોડાઉનના સીસીટીવી ફૂટેજ પત્ની કમળાબેનને કદાચ બતાવે ત્યારબાદ તેમની માનસિક હાલત થોડી સારી થઇ જશે. આથી તેઓએ ગોડાઉનના મેનેજર શિવજીને ફોન કર્યો કે મારે જે દિવસે મારા પુત્રના મૃત્યુની ઘટના બની તે દિવસના સીસીટીવી ફૂટેજ જોઇએ છે. આથી શિવજીએ ઘેર આવીને લઇ જવા કહ્યું હતું. ત્યારબાદ શિવજીના કહેવાથી તેના પુત્ર રોનકે સીસીટીવી ફૂટેજ એક પેનડ્રાઇવમાં કમલેશભાઇને આપી દીધા હતા. અહીંયા સૌથી મોટી ભૂલ એ કરવામાં આવી કે, શિવજી એ વાત ભૂલી ગયો હતો કે, જો આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ આપવામાં આવશે તો ભાંડાફોડ થઇ જશે, પરંતુ જ્યારે સીસીટીવી ફૂટેજ અપાયા ત્યારે શિવજી કમલેશભાઇના કહેવા મુજબ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો અને તેને પુત્ર રોનકને કહ્યું અને રોનકે આખી ઘટનાના ફૂટેજ આપી દીધા. આ ફૂટેજ કમલેશભાઇએ તેમના પત્નીને આપ્યા. સૌએ સાથે બેસીને નિહાળ્યા અને હર્ષિલનું હાર્ટએટેકથી નહીં પરંતુ બોથડ પદાર્થનો ઘા ઝીંકવાથી મોત થયાનું બહાર આવ્યું હતું. આમ હર્ષિલના માતાની શંકા સાચી ઠરી.

એએસઆઇ નિમાવતે કહ્યું, ‘આવું તો થાય, નહિતર 2-3 છોકરાં જણી લેવાય’
પોલીસ ડિપાર્ટમેન્ટને ડિસિપ્લિન ફોર્સ કહેવામાં આવે છે. સિવિલિયન સાથે કેવું વર્તન કરવું, કેવી રીતે વાત કરવી, કેવો વ્યવહાર કરવો તેવું તેને રોલકોલમાં અને મિટિંગમાં અવારનવાર કહેવામાં અને શિખવવામાં આવે છે, પરંતુ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના એએસઆઇ અજય નિમાવતે તો હદ વળોટી દીધી હતી. હર્ષિલના માતા કમળાબેન રજૂઆત માટે અનેક વખત કુવાડવા રોડ પોલીસ મથક જતા હતા. એક વખત કમળાબેન જ્યારે એએસઆઇ નિમાવતને મળ્યા અને રજૂઆત કરી રહ્યા હતા ત્યારે નિમાવતે કમળાબેનને એવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘આવું તો થાય, નહિતર જો ઉતાવળ હોય તો 2-3 છોકરાં વધુ જણી લેવા જોઇએ’. નિમાવતના આ કટુવેણ સાંભળીને કમળાબેન સમસમી ગયા હતા. તેઓએ નિમાવતને કોઇ જવાબ આપ્યો નહોતો, પરંતુ તેઓએ દિવ્ય ભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે, આ ઘટનામાં જ્યારે બધું જ સ્પષ્ટ થઇ જશે, ત્યારબાદ મારે અજય નિમાવત પાસે જવું છે અને તેને મને જે કટુવેણ સંભળાવ્યા હતા તેનો સણસણતો જવાબ પણ આપવો છે.

10.01.56 કલાક પછીના ફૂટેજ પોલીસે ગોરી પરિવારને બતાવ્યા

10.01.56 કલાક પછીના ફૂટેજ પોલીસે ગોરી પરિવારને બતાવ્યા

ગુનાહિત કાવતરું: હત્યા થયાની ત્રીજી કલાકથી જ પોલીસનો આખો સ્ટાફ શંકાના દાયરામાં
1 મેની રાત્રીના હર્ષિલને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો ત્યારબાદ કુવાડવા રોડ પોલીસ મથકનો કેટલોક સ્ટાફ પણ ત્યાં આવ્યો હતો. નવાગામ રોડ પરના ગોડાઉનમાં ઘટના બની હતી 1 મેના રાત્રીના 9.45થી 10 વાગ્યાની આસપાસ. પોલીસ સિવિલ હોસ્પિટલ સીસીટીવી ફૂટેજ લઇને જ પહોંચી હતી. આ સમયે હર્ષિલના મોટાબાપુ ભાવેશભાઇ ત્યાં ઉપસ્થિત હતા આ સમયે પોલીસે ભાવેશભાઇને સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા જેમાં હર્ષિલ રોડ પર પડ્યો હોય અને કેટલાક લોકો તેને કપડાંથી હવા નાખી રહ્યા હતા અને અમુક લોકો તેને પાણી પીવડાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ ફૂટેજ બતાવીને પોલીસ ઘટનાની ત્રીજી કલાકથી જ એવું સાબિત કરવા માગતી હતી કે, હર્ષિલનું મોત હાર્ટએટેકથી થયું છે. જોકે અહીંયા સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ હતો કે, હર્ષિલ જ્યારે રોડ પર પડ્યો તે સમયના સીસીટીવી ફૂટેજ પોલીસે હર્ષિલના મોટાબાપુ ભાવેશભાઇને બતાવ્યા હતા. આ પહેલાની સેકન્ડ અને મિનિટોમાં શું થયંુ હતું, તેના ફૂટેજ પોલીસે જાણી જોઇને હર્ષિલના મોટાબાપુને બતાવ્યા નહોતા ત્યારે અહીંયા એવું ચોક્કસપણે કહી શકાય કે, કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે હર્ષિલનું મોત થયું તેની ત્રીજી કલાકથી જ ગુનાહિત ષડ્યંત્ર રચી, પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી આખી ઘટનાને હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

અહીંયા કર્યો કુદરતે ન્યાય
હર્ષિલના પિતા કમલેશભાઇ જ્યારે સીસીટીવી ફૂટેજ લેવા ગોડાઉનના મેનેજર શિવજીના ઘરે ગયા ત્યારે શિવજી દારૂ પીધેલી હાલતમાં હતો તેવું કમલેશભાઇએ જણાવ્યું હતું. આ સમયે શિવજી દારૂના નશામાં કદાચ એ વાત ભૂલી ગયો હશે કે કમલેશભાઇને ફૂટેજ 1 મે રાત્રીના 9.59 મિનિટ પછીના જ આપવાના હતા. જોકે નશામાંને નશામાં શિવજીએ તેના પુત્ર રોનકને કહી દીધું કે, કમલેશભાઇને ફૂટેજ આપી દે અને રોનકે એક નિર્દોષ ભાવે આખી ઘટનાના ફૂટેજ આપી દીધા. ત્યારે કહેવાય છેને કે ત્યારે કુદરત ન્યાય આપતો હોય છે. આમ શિવજીના પુત્રએ કુદરતના સંકેતથી આપી દીધેલા ફૂટેજે આખી ઘટનાનો ભાંડાફોડ કરી નાખ્યો.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!