GUJARAT

પિતા સાથે પુત્રી રમી, છેલ્લો VIDEO: ગેમ ઝોનમાં ભડથું થયેલ સુનિલે પુત્રીને સંકેત આપ્યો કે કાલે હું નહીં હોઉં, પપ્પા ક્યારે આવશે તેવું દીકરીનું રટણ – Rajkot News


રાજકોટના TRP ગેમઝોન અનેક પરિવારોના સ્વજન સાથે રમત રમી ગયું છે. જેમનો એક પરિવાર છે રાજકોટનો સિદ્ધપુરા પરિવાર. આ ગેમ ઝોનમાં 15 દિવસ પહેલાં જ નોકરી પર લાગેલા 40 વર્ષીય સુનિલભાઈ સિદ્ધપુરાની જિંદગી પણ અગ્નિકાંડમાં હોમાય ગઈ છે. જેને લઈ પરિવારમાં શોકનો માહો

.

પિતા સુનિલે દીકરીને બોલિંગ ગેમ રમાડી
બોડી બિલ્ડર જેવા પુત્રની લાશ નાની કોથળીમાં પેક થઈને આવી હતી અને તેને ખોલવાની પણ મનાઈ કરવામાં આવી હતી. એટલે કે, છેલ્લી વખત પણ પરિવાર સ્વજનનું મોઢું પણ જોઈ શક્યું નહોતું. 10 વર્ષની માસુમ પુત્રી યામી માતાને વારંવાર પૂછે છે કે, પપ્પા ક્યારે આવશે… જો કે, આ દીકરીને ખબર નથી કે, હવે તેમના પિતાને તે માત્ર ફોટા તેમજ વીડિયોમાં જ જોઈ શકશે. દુર્ઘટના ઘટી તેના આગલા જ દિવસે આખોય સિદ્ધપુરા પરિવાર ગેમઝોનમાં ગયો હતો. જ્યાં પિતા સુનિલ દીકરી યામીને બોલિંગ રમાડી રહ્યા હતા. પરંતુ આ વાતનો કોઈને પણ ખ્યાલ ન હતો કે કદાચ બાપ દીકરી છેલ્લી વખત સાથે આનંદ માણી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

પતિ તસવીરમાં જ રહી જતા પત્નીની હાલત ખરાબ

15 દિવસ પહેલા ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યા હતા
રાજકોટ TRP ગેમ ઝોનમાં માત્ર ગેમ ઝોનમાં આનંદ માણવા આવેલા લોકો જ નહીં પરંતુ તેમની સાથે ખુદ મુખ્ય માલિક અને અન્ય કર્મચારીઓ પણ અગ્નિકાંડમાં હોમાય ગયા છે. જેમના એક છે સુનિલ સિદ્ધપુરા… 40 વર્ષીય સુનિલભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. એ છોડી દુર્ઘટનાના 15 દિવસ પહેલાં જ TRP ગેમ ઝોનમાં નોકરી પર જોડાયા હતા. સુનિલભાઈને જાણે કાળ પોકારતો હોય એમ ફક્ત 15 દિવસ તેઓએ આ જગ્યા પર નોકરી કરી અને તેમને મોત મળ્યું. મોત મળ્યું તે પણ કેવું કે, પરિવારજનો છેલ્લે તેમનું મોઢું પણ ન જોઈ શક્યા.

હસતો રમતો પરિવાર ક્ષણભરમાં વિખેરાયો

હસતો રમતો પરિવાર ક્ષણભરમાં વિખેરાયો

ત્યાં પહોંચ્યા તો બધુંય ભસ્મીભૂત થઈ ગયું હતું
રાજકોટના એરપોર્ટ રોડ પર રહેતા સિદ્ધપુરા પરિવારના ઘરે આજે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી. જ્યાં સુનિલભાઈનાં પત્ની સીમાબેને દિવ્ય ભાસ્કરને સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમને ટીવી મીડિયા તેમજ સમાચાર અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ કે, TRP ગેમ ઝોનમાં આગ લાગી છે. જે બાદ અમે તાત્કાલિક ગેમ ઝોન પર ગયા હતા પણ ત્યાં તો બધુંય ભસ્મીભૂત થઈ ગયું હતું. બાદમાં કોઈએ કહ્યું કે, ગીરીરાજ હોસ્પિટલમાં તપાસ કરો એટલે અમે ત્યાં ગયા હતા. બાદમાં અન્ય ખાનગી હોસ્પિટલ અને અંતે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જો કે, ત્યાં પણ મૃતદેહનો કોઈ પત્તો મળ્યો નહોતો.

શુક્રવારે સુનિલભાઈ પુત્રીને ગેમ ઝોન લઈ ગયા ને શનિવારે અહીંયા જ ભડથું થયા

શુક્રવારે સુનિલભાઈ પુત્રીને ગેમ ઝોન લઈ ગયા ને શનિવારે અહીંયા જ ભડથું થયા

કીટમાં મૃતદેહ પેક કરેલો હતો
વધુમાં જણાવ્યું હતું કે, ઘણા લોકો નાસી છૂટ્યા છે, લાપતા છે એવી અમને વાતો મળતી હતી તો અમને પણ એવું થયું કે સુનિલ ભાગી ગયા હશે. બે-બે દિવસ સુધી અમે રઝળપાટ કરતા રહ્યા અને ડીએનએ રિપોર્ટ આવતા પહેલી યાદીમાં જ ડીએનએ મેચ સુનિલના થયાનું જણાવતા અમને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જેમાં પણ એક કીટમાં મૃતદેહ પેક કરેલો હતો અને તેને ખોલવાની પણ મનાઈ કરવામાં આવી હતી.

પિતા સાથે પુત્રી ખુશખુશાલ જોવા મળી હતી

પિતા સાથે પુત્રી ખુશખુશાલ જોવા મળી હતી

ઘરમાં કામ કરવા લાયક કોઈ નથી, સસરા સિનિયર સિટીઝન
વધુમાં જણાવ્યું હતું કે, સરકારે સહાયની જાહેરાત કરી છે. પરંતુ કોઈના મૃત્યુ પછી બે-ચાર લાખ આપી દેવાથી પાછળના લોકોની આખી જિંદગી સુખે નીકળી જશે? આ સમયમાં ચાર લાખ તો બહુ નાની રકમ કહેવાય. મારે નાની દીકરી છે એના ભણતરનું શું થશે? મારા સસરા સિનિયર સિટીઝન છે. આ ઉંમરમાં તેઓ કામ પર ન જઈ શકે. અમને સરકારી નોકરી આપવામાં આવે તેવી મારી સરકાર પાસે માગ છે અને આ માટે જે કોઈપણ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

પિતા સાથે યામી

પિતા સાથે યામી

સુનિલભાઈના સીમાબેન સાથે 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા
સુનિલભાઈ અને સીમાબેનના લગ્ન 15 વર્ષ પહેલા થયાં હતા અને સંતાનમાં તેમને એક 10 વર્ષની દીકરી છે. જેનું નામ યામી સિદ્ધપુરા છે. માસુમ પુત્રી વારંવાર એક જ સવાલ કરી રહી છે કે, પપ્પા ક્યારે આવશે અને આ પછી સામે પરિવાર કોઈ જવાબ આપી શકતો નથી. આવા સમયે હવે સુનિલભાઈના પત્ની સીમાબેનની એક આંખમાં આંસુ અને બીજી આંખમાં આક્રોશ તેમજ લાચારી જોવા મળી રહી છે. ત્યારે આ પરિવારને સરકાર તેમજ તંત્ર દ્વારા જરૂરિયાત મુજબ યોગ્ય મદદ કરવામાં આવે તે જરૂરી છે.

સુનિલભાઈની ફાઈલ તસવીર

સુનિલભાઈની ફાઈલ તસવીર



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!