GUJARAT

વડોદરાનું નામ બદલી ‘ખાડો’દરા કરવું પડે તેવી સ્થિતિ: ચોમાસાના એંધાણ ને નગરમાં મુશ્કેલી, ઠેર ઠેર ખાડા અને બેરિકેટ્સ; ગટર-ડ્રેનેજના ઢાંકણા ખુલ્લા ને અકસ્માત નોતરે તેવું નિર્માણ – Vadodara News


વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે વિકસિત થઈ રહ્યું છે પરંતુ હાલ તો નગરમાં સ્થિતિ પ્રમાણે ‘ખાડો’દરા શહેરનું નામકરણ કરવું પડે તેવું નિર્માણ થયું છે. કારણ કે, એક તરફ ચોમાસાના એંધાણ વર્તાય રહ્યા છે તો બીજી તરફ પાલિકાના પ્રિમોન્સૂન કામગીરી અંગેના દાવા પોકળ

.

શહેરમાં રોડ-રસ્તાની હાલત

ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો
વડોદરાના કેટલાક વિસ્તારોમાં દિવ્ય ભાસ્કર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, શહેરના મુખ્ય માર્ગો ઉપર મહદઅંશે પ્રિમોન્સુન કામગીરી જણાઈ રહી છે. પરંતુ, આંતરિક વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે. રસ્તા ઉબડખાબડ અને અકસ્માતને આમંત્રણ આપતી ડ્રેનેજ અને વરસાદી ગટરો ખુલ્લી છે. તો કેટલાક વિસ્તારમાં હજુ કામગીરી માટે ખાડા ખોદેલા નજરે પડી રહ્યા છે તો ક્યાંક હજુ વરસાદી કાંસનું કામ ચાલી રહ્યું છે.

ખખડધડ રોડ

ખખડધડ રોડ

અકસ્માત નોતરી શકે તેવી ખુલ્લી ગટરો
પૂર્વ વિસ્તારમાં કેટલીય આંતરિક સોસાયટીના રસ્તાઓની સ્થિતિ ખરાબ છે, અહીંયા ગટર માટે કરેલા કામ બાદ કોન્ટ્રાક્ટરો જાણે અહીંયા કામ કરવાનું ભુલી જ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા ચોમાસામાં પાણી ભરાતું હોય છે, ત્યારે સામાન્ય લોકોની સ્થિતિ ખુબ કફોડી બનતી હોય છે. મુખ્ય રસ્તો પર પણ ક્યાંક હજુ પણ બેરિકેટ્સ લગાવેલ છે. જો અહીંયા યોગ્ય કામગીરી ચોમાસા પૂર્વે પૂર્ણ નહીં થાય તો ચોક્કસ અહીંયા પાણી ભરશે અને ભુવો પડશે. કેટલીક જગ્યાએ હજુ પણ અકસ્માત નોતરી શકે તેવી ખુલ્લી ગટરો જોવા મળી રહી છે.

રોડ વચ્ચે ખાડો ખોદી નાખ્યો

રોડ વચ્ચે ખાડો ખોદી નાખ્યો

કચેરી પાછળ ગટરો ખુલ્લી
દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે શહેરના ઉત્તર ઝોનમાં પહોંચી ત્યારે વોર્ડ 2ની કચેરીની અંદર પહોંચતા કચેરીની પાછળના ભાગમાં જ ગટરો ખુલ્લી હતી અને તેના પર તૂટેલા અને ભંગાર હાલતમાં ઢાંકણા જોવા મળ્યા હતા. તો બીજી તરફ તેની પાસે જ શોભાના ગાંઠિયા સમાન નવા ગટરના ઢાંકણ અને સ્ટ્રક્ચર મુકેલા નજરે પડ્યા હતા. ત્યારે કહી શકાય કે પ્રિમોન્સૂન કામગીરીના દાવા કરતી પાલિકાની જ કચેરીમાં પોલમ પોલ જોવા મળ્યું હતું. વળી અહીંયા ફાયર સેફટીના સાધનોની વાત તો દૂર જુના ફાયરના સાધનો વડે પાણીનો ચંટકાવ કરવામાં આવતો હોય તેવું કેમેરામાં કેદ થયું છે.

શોભાના ગાંઠિયા સમાન નવા ગટરના ઢાંકણ

શોભાના ગાંઠિયા સમાન નવા ગટરના ઢાંકણ

આવનાર દિવસોમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે?
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની ઓળખ સંસ્કારી અને કલાનગરી તરીકે થઈ રહી છે, પરંતુ હવે કદાચ વડોદરા શહેરનું નામ બદલી તેને ‘ખાડો’દરા શહેર કરવું પડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. પાલિકાના આગેવાનો પ્રિમોન્સૂનની કામગીરીના નામે વરસાદી કાંસોની સફાઈ તો કરી દે છે, પરંતુ રસ્તા ઉપરના ખાડા છે તેના માટે કોઈપણ પ્રકારનું આયોજન કરાતું નથી. આ આયોજનના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલમાં પણ ક્યાંકને ક્યાંક પાલિકાનું તંત્ર પ્રિમોન્સૂન કામગીરી માટે પોકળ સાબિત થઈ રહ્યું છે અને આવનાર દિવસોમાં શહેરના નાગરિકોને મુશ્કેલી વેઠવાનો સમય આવશે.

કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણાંના ઠેકાણાં નહીં

કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણાંના ઠેકાણાં નહીં

ખોડા ખોદીને યોગ્ય પેચવર્ક નથી થતું
વડોદરા શહેરનો પૂર્વ ઝોન આખો ખાડામાં ગરકાવ થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે. શહેરના સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા,ખોડીયાર નગર, રિલાયન્સ મોલ અને બાપોદ પોલીસ મથકના પાછળના વિસ્તારોમાં રસ્તાના ઠેકાણાં નથી. પાઇપલાઇન નાખવા માટે ખોદેલા ખાડામાં પાઇપ લાઇન નાખ્યા બાદ યોગ્ય પેચવર્ક કરવામાં આવ્યું નથી. રસ્તાઓ ઉપર ગટર અને ડ્રેનેજની કુડીઓઓના ઢાંકણા નથી. ખુલ્લી ગટરો અકસ્માતને આમંત્રણ આપી રહી છે. તે સાથે કેટલાક વિસ્તારોમાં હજુ રોડ ઉપર કામગીરી ચાલી રહી છે. જો આ કામગીરી વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો ભારે મુશ્કેલી થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

અકસ્માતને ખુલ્લુ આમંત્રણ

અકસ્માતને ખુલ્લુ આમંત્રણ



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!