GUJARAT

મોત પછી પણ હેરાનગતિ: ડેસરના જાહેર માર્ગ પર પાણી ભરાયા, ડાધુઓને નનામી ખરાબ માર્ગેથી લઈ જવાની ફરજ પડી – Vadodara News

છેલ્લા 5 વર્ષથી દરેક ચોમાસામાં ડેસરના વાડી વિસ્તારના જાહેર માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ રહે છે. તદુપરાંત તેમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થતા દુર્ગંધ મારતા ખરાબ કાદવવાળા રસ્તા ઉપરથી ગ્રામજનોને અવરજવર કરવી પડી રહી છે. આજે ડેસરના વાડી વિસ્તારમાં રહેતા પ્રવીણ

.

તંત્રનું ધ્યાન દોર્યુ છતાં પરિસ્થિતિ યથાવત
વાડી વિસ્તારના ગ્રામજનો જણાવે છે કે, અમારા વિસ્તારનો રસ્તો વર્ષોથી ગંદકીથી ખદબધી રહ્યો છે. વારંવાર તંત્રનું ધ્યાન દોર્યું છે છતાં પરિસ્થિતિ યથાવત રહેવા પામી છે. કોઈ નિરાકરણ આવતું નથી જ્યારે પીવાના પાણી માટે પંચાયત દ્વારા બોર કુવો કરાવ્યો છે પરંતુ તેની આજુબાજુ પણ ગંદકી જોવા મળી રહી છે જ્યારે બોર કુવો ચાલુ કરવા માટે સ્વીચ બોર્ડ ખુલ્લામાં હોવાથી વિસ્તારના લોકોને નાના બાળકોને વીજ કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે સત્વરે નિરાકરણ લવાય તેવી વાડી વિસ્તારના લોકોની માંગણી છે.

લોકો પંચાયત સત્તાધીશોનું કહ્યું માનતા નથી
બીજી તરફ ડેસરના અન્ય ગ્રામજનોને પૂછતા જાણવા મળ્યું હતું કે, વાડી વિસ્તારમાં રહેતા લોકો પંચાયત સત્તાધીશોનું કહ્યું માનતા નથી. વારંવાર પોતાના અંગત ઝઘડાઓમાં સરકારી મિલકતોની તોડફોડ કરે છે ઘરે-ઘરે ઉકરડાઓ કરીને ગંદકી ઉપરાંત દબાણો કરે છે. ચોમાસા ઉપરાંત પણ પોતાના ઘર વપરાશનું ખરાબ પાણી રસ્તાઓ ઉપર વહેવડાવતા હોય છે. કોઈને પોતાના આંગણા ચોખ્ખા રાખવા નથી અને દોષનો ટોપલો સ્થાનિક તંત્ર ઉપર ઢોળે છે જે હોય તે પરંતુ, તંત્રએ ગ્રામજનોની વેદના સમજી યોગ્ય નિરાકરણ લાવી માર્ગને અવરજવર લાયક બનાવાય તે ખૂબ જ જરૂરી બન્યું છે.

ફળિયામાં મરણ પ્રસંગ બન્યો છે
સ્થાનિક રમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, વર્ષોથી ડેસરના વાડી વિસ્તારના માર્ગની અવદશા છે. વારંવાર અગ્રણી નેતાગણ સહિત આવનારા સરપંચોને રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી. માણેકલા વર્ણોલી અને મહાદેવ વિસ્તારના નાના બાળકો પણ આ માર્ગેથી શાળાએ જાય છે. ગંદકી થી ખદબદતો માર્ગ છે અને ઢીંચણ સમા પાણીમાં રહીને જવાની ફરજ પડે છે. આજે ફળિયામાં મરણ પ્રસંગ બન્યો છે નનામી આવા ખરાબ માર્ગેથી ડાધુઓને લઈ જવાની ફરજ પડી રહી છે. અનેક નેતા ગણને ડેસરના વાડી વિસ્તારના ગ્રામજનોએ રજૂઆતો કરી છે છતાં પરિણામ કંઈ મળતું નથી. સ્થાનિક ભુરાભાઈ પરમારે જણાવ્યું છે કે, અમારા વાડી વિસ્તારમાં ગટરનું પાણી જાહેર માર્ગ ઉપર આવતા ગંદકીથી ખદબદી રહ્યું છે. આજે ખરાબ માર્ગેથી નનામી લઈને જવાની ફરજ પડી છે. આવનારા મહેમાનોના પણ કપડા ખરાબ થયા હતા વારંવાર રજૂઆતો કરી છે પરંતુ, તંત્ર ગણ અમારી કોઈ વાત ધ્યાને લેતા નથી. વહેલી તકે વાડી વિસ્તારનો માર્ગ સાફ-સફાઈ કરાવીને અવરજવર માટે વ્યવસ્થિત કરાય એવી અમારી‌ માંગણી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!