GUJARAT

અરજદારોના માથે લકટતું જોખમ: નર્મદા ભવનની ધાબાની પેરાફિટ જર્જરિત, સરકારી અધિકારીઓએ દોરી બાંધી દીધી! – Vadodara News

રાજ્યમાં રાજકોટ અગ્નિકાંડ વડોદરા શહેરમાં પાલિકા દ્વારા 4000થી વધુ ઈમારતોને જર્જરીત હોવાની નોટિસ આપી છે. પરંતુ શહેરમાં આવેલી નર્મદાભવન અને કુબેરભવનની કચેરીઓમાં અનેક ઠેકાણે સ્લેબના પોપડા ખરવા અને તિરાડો પડી હોવા છતાં તંત્ર સબસલામતના દાવા કરી રહ્યું છે.

.

રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક અને શાળા કોલેજ હોટલો રેસ્ટોરન્ટ ટ્યુશન ક્લાસીસ સહિતના અનેક ઠેકાણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તાજેતરમાં શહેરમાં 4 હજારથી વધુ ઇમારતોને નોટિસ આપી તેને ઉતારી લેવા સૂચના આપી છે ત્યારે શહેરના નર્મદા ભવન અને કુબેર ભવન જે સરકારી કચેરીઓમાં અનેક ઠેકાણે તિરાડો પડી હોવાના અને પોપડા ખરતા હોવાનું ઘ્યાને આવ્યું છે. લગભગ 40 વર્ષ જુની ઇમારતોમાં સ્લેબ પડતા સળિયા બહાર આવી ગયાં છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે નર્મદાભવન ધાબા પરની આખે આખી પેરાફીટ જર્જરિત થઈ છે અને તિરાડો પડેલી પેરાફિટ નમી ગઇ છે. પરંતુ પેરાફિટ 8 માળ નીચે ન પડે તે માટે લોખંડની એંગલ લગાવી કેબલ અને દોરીથી બાંધીને રાખવામાં આવી છે. નર્મદા ભવનમાં રોજ હજારો લોકો સરકારી દસ્તાવેજો માટે આવતા હોય છે. તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ પણ નર્મદા ભવનમાં બેસે છે. તેવામાં જો 8 માળ ઉપરથી પેરાફિટનો ભાગ પડે તો ગંભીર દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે. જોકે શહેરમાં આડેધડ ઇમારતોને નોટિસ આપી તોડવાનું પ્લાનિંગ કરતી પાલિકાની ટીમ નર્મદાભવન અને કુબેરભવનને કેમ નોટિસ નથી આપતી તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે.

નર્મદાભવન અને કુબેરભવન બંને સુરક્ષિત છે
કુબેરભવન અને નર્મદાભવન બંને ઈમારતો આરએન્ડબી વિભાગમાં આવે છે. તેના સ્ટ્રકચર એસેસમેન્ટની કામગીરી સોંપાય છે અને ઇન્સ્પેકશન થયા બાદ રિપોર્ટ ફોર્મેશનની કાર્યવાહી પ્રગતિમાં છે. રિપોર્ટ આવ્યા બાદ જરૂરિયાત મુજબ કામગીરી કરાશે. હાલના ધોરણે જોતા બંને બહુમાળી ઇમારતો સુરક્ષિત છે. > સાહસ પટેલ, મુખ્ય ઇજનેર, R&B



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!