GUJARAT

‘અમારી ભાવનાને ઠેંસ પહોંચી’: અમે લઘુમતીમાં છીએ તો અવગણના કરવાની?, જૈન સમાજ અને ભારત દેશની અસ્મિતા પર પ્રહારઃ જૈન સમાજનો આક્રોશ – Vadodara News


પાવાગઢમાં જૈન તીર્થંકર ભગવાન નેમિનાથ સહિતની પ્રતિમાઓને તોડી નાખવામાં આવી હોવોનો જૈન મુનિઓનો આરોપ છે. હાલ જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એને પગલે વડોદરામાં સમસ્ત જૈન સંઘના અગ્રણીઓએ કલેક્ટરના નિવાસસ્થાને પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રતિમાઓ

.

પ્રતિમાઓ તોડીને કચરામાં નાખી દીધી
જૈન અગ્રણી દીપકભાઈ જૈને જણાવ્યું હતું કે ગઈકાલે બપોર પછી આ ઘટના બની છે. ભગવાન નેમિનાથ 22મા તીર્થંકર અને તેમની સાથે બીજી 7 પ્રતિમા તોડીને કચરામાં નાખી દેવામાં આવી છે. આનાથી જૈન સમાજની ભાવનાને ઠેસ પહોંચી છે. પાવાગઢ ટ્રસ્ટના કર્તાહર્તાઓ સાથે વાતચીત ચાલી રહી છે. અમારી માગણી છે કે જે પ્રતિમાઓ તોડી પાડવામાં આવી છે એને પુનઃ સ્થાપિત કરવામાં આવે. બીજી અમારી કોઈ માગણી નથી.

પ્રતિમાઓ તોડવનારા સામે પણ અમે FIR કરવાના છીએ- દીપકભાઈ જૈન.

શું તીર્થધામ વિકાસમાં જૈનનાં મંદિરો નથી આવતાં?
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારે પાવાગઢ તીર્થધામ માટે કરોડો રૂપિયા વાપર્યા છે. અહીં 11 જૈન દેરાસર છે, તો શું તીર્થધામ વિકાસમાં જૈનનાં મંદિરો નથી આવતાં? અમે લધુમતીઓમાં છીએ, એનો મતલબ એવો કે અમને નિગ્લેટ કરવાના? આજે સમસ્ત વડોદરા સંઘના અગ્રણીઓ કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને મળીને આવેદનપત્ર આપ્યું છે. તેમના થકી અમે સરકારને આવેદનપત્ર આપ્યું છે અને પ્રતિમાઓ તોડવનારા સામે પણ અમે FIR કરવાના છીએ.

જૈન સમાજ શાંતપ્રિય છે
જૈન અગ્રણી નીરજ જૈને જણાવ્યું હતું કે અમે પાવાગઢમાં જઈને જોયું તો ભગવાન નેમિનાથની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી. જૈન સમાજ શાંતપ્રિય છે. મેનેજર સામે ફરિયાદ દાખલ કરવામાં આવે અને પ્રતિમાને ફરીથી સ્થાપિત કરવામાં આવે એવી અમારી સરકાર સમક્ષ માગણી છે. આ કૃત્ય કરનારની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી પણ અમારી માગણી છે.

આ કૃત્ય કરનારની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી અમારી માગણી- નીરજ જૈન

આ કૃત્ય કરનારની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી અમારી માગણી- નીરજ જૈન

ગુજરાતમાં આ પ્રકારની ઘટના નિંદનીય છે
આચાર્ય વિરાગચંદ્રસાગર મહારાજે જણાવ્યું હતું કે આ ઘટનાથી એક વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર દેશ વ્યથિત હોવો જોઇએ, કારણ કે જૈન સમાજ અહિંસક, દેશ અને વિશ્વને સમૃદ્ધ કરનાર છે. જૈન સમાજના પ્રત્યેક આચાર્ય-ભગવંતો વતી અમારો એક જ આદેશ છે કે આ ઘટના જૈન શાસન અને ભારત દેશની અસ્મિતા પર પ્રહાર છે. જ્યારે દેશમાંથી ગયેલી પ્રતિમાઓને પાછી લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. લંડન અને સ્વિડનથી પ્રતિમાઓ પાછી આવતી હોય, ત્યારે ગુજરાતમાં આ પ્રકારની ઘટના નિંદનીય છે.

વડોદરામાં પણ જૈન સમાજનો વિરોધ.

વડોદરામાં પણ જૈન સમાજનો વિરોધ.

અમે ક્યારેય અધિકાર માટે લડાઈ લડી નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૈન સમાજે ક્યારેય પોતાના અધિકાર માટે લડાઈ લડી નથી. માત્ર આસ્થા અને અહિંસા માટે જ રોડ ઉપર આવ્યા છીએ, પરંતુ તેમનો આક્રોશ સંયમિત આક્રોશ છે. આજે રાજ્ય અને દેશમાં વિરોધ કરી રહ્યા છીએ અને આ પ્રતિમાને ગૌરવ-સન્માનપૂર્વક પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવે એવી અમારી માગણી છે.

નક્કર કામગીરી કરવામાં ન આવે ત્યાં સુધી અહીંથી હટવામાં નહીં આવે- પ્રફુલ રાઠોડ.

નક્કર કામગીરી કરવામાં ન આવે ત્યાં સુધી અહીંથી હટવામાં નહીં આવે- પ્રફુલ રાઠોડ.

સુરતમાં જૈન મુનિના સરકાર પર પ્રહાર
સુરતમાં કલેક્ટર કચેરીએ બેઠેલા પૂજ્ય જિનાગમ રત્ન મહારાજે ગૃહમંત્રી પર આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જૈન સમાજને સરકાર અને ગૃહમંત્રી પર ભરોસો નથી. પહેલાં પણ આ જ સરકાર હતી અને આજે પણ આ જ સરકાર છે. પહેલાં પણ ગૃહમંત્રી આ જ હતા અને આજે પણ આ જ છે. કોઈ આશ્વાસન નહીં, પરિણામ જોઈએ, પછી આવજો અહીં. જૈન સમાજ અને મુનિઓએ સરકાર સામે બાંયો ચડાવી છે.

સુરત કલેક્ટર કચેરીએ જૈન સમાજના મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા છે.

સુરત કલેક્ટર કચેરીએ જૈન સમાજના મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા છે.

નક્કર કામગીરી વિના અહીંથી હટીશું નહીં
સુરત ખાતે ધરણાં પર બેઠેલાં જૈન સમાજના સ્વયંસેવક પ્રફુલ રાઠોડે જણાવ્યું હતું કે ગૃહ રાજ્યમંત્રી જૈન સમાજમાંથી આવતા હોવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. આ મામલે પણ આશ્વાસન આપવામાં આવ્યું છે. જોકે નક્કર કામગીરી કરવામાં ન આવે ત્યાં સુધી અહીંથી હટવામાં નહીં આવે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!