GUJARAT

રજાના દિવસે સંકલન બેઠક: વડોદરા શહેરમાં મેજર ડેવલોપમેન્ટ અને ધારાસભ્ય સાથે સંકલન બેઠક, ટ્યુશન કલાસીસના સંચાલકોને યોગ્ય સમજ અપાઈ – Vadodara News

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે એક સંકલનની બેઠક મળી હતી. જેમાં શહેરના મેજર ડેવલોપમેન્ટ માટે એક સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાલિકાના મેયર પિન્કીબેન સોની, ધારાસભ્ય કેયુર રોકડીયા સહિત હોદ્દેદારો અને અધિકારીઓની હાજરી જોવા મળી હતી. આ બેઠકમાં

.

ત્રણ મેજર ડેવલોપમેન્ટને લઇ બેઠક યોજાઇ
આ અંગે સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, આજે સયાજીગંજ વિધાનસભામાં આવતા ત્રણ મેજર ડેવલોપમેન્ટને લઇ આ બેઠક યોજાઇ હતી. જેમાં મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર આ તમામની હાજરીમાં આ બેઠક યોજાઇ હતી. જેમાં છાણી કેનલથી લઇ નવાયાર્ડ સુધી પેરરલ પાર્ક બનાવવો જેમાં ગાર્ડન, વોકિંગ ટ્રેક અને અન્ય સુવિધાઓ ઉભી કરવા માટેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.

બ્રિજ અને અન્ડરપાસના ડેવલોપમેન્ટની ચર્ચા કરી
વધુમાં કહ્યું કે, કરોડિયાથી ઉંડેરા બે તરફનો રેલવે બ્રિજ ડેવલોપમેન્ટ કરવામાં આવે ત્યાં લોકોએ 45 મિનિટ સુધી ઉભું રહેવું પડે છે તેમાંથી છુટકારો મળે અને એ જ રોડ આગળ જતાં છાણી મેઈન રોડને મળે તેઓ એક બ્રિજ બનાવવા જઇ રહી છે તો તેમાં આગળ કોર્પોરેશન દ્વારા અન્ડરપાસ બનાવવા પડે તેમ છે.સાથે-સાથે ઇસ્કોન હાઇટ્સ ગોત્રી રોડ પાસે જે ઝુંપડા હતા તે આપણે તોડાવ્યા હતા. તે જગ્યામાં હવે ગોત્રીના ચાર રસ્તા પર ભરાતું શાકમાર્કેટ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ અહીં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અંતર્ગત તમામ ચર્ચાઓ કરવામાં આવી છે.

ટ્યુશન ક્લાસીસના સંચાલકોને બોલાવી સીલીંગની સમજ આપી
​​​​​​​આ અંગે પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, આજે રજા ના દિવસે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કેટલાક વિકાસના કામોને લઈ ચર્ચા કરવામાં આવી છે. આ સાથે ટ્યુશન ક્લાસીસ એસોસિએશન દ્વારા ફાયર અને બીયુને લઈ સીલની કાર્યવાહીને લઈ આજે રિપ્રેઝન્ટેશન માટે તેઓ અહીંયા આવ્યા હતા. આ સાથે વિકાસના કામોને લઇ ચર્ચા કરવામાં આવી છે. ટ્યુશન ક્લાસીસના સંચાલકોને અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને તેઓના સીલીંગની કાર્યવાહી અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ તેઓ યોગ્ય ધારા ધોરણ મુજબ પૃથ્થતા કરી આપે તો તેઓની સીલ ખોલવાની કાર્યવાહી થશે તેવી સમજ આપવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!