GUJARAT

દુર્ઘટનાથી બચાવતું દિવ્ય ભાસ્કર: વડોદરાની સયાજી હોસ્પિટલનું નિર્માણાધીન બિલ્ડિંગ પર જીવના જોખમે કામ કરતા કામદારોને સેફ્ટી બેલ્ટ અને હેલ્મેટ અપાવ્યાં – Vadodara News


વડોદરાની સયાજી હોસ્પિટલની સામે આવેલા ખાસવાડી સ્મશાન રોડ પર નિર્માણાધીન એમસીએચ બિલ્ડિંગ 9 માળની તૈયાર થઈ રહી છે. એમાં પ્રસૂતિ, સ્ત્રી રોગ અને ગાયનેક વિભાગની અત્યાધુનિક સુવિધાઓ મળી રહે એ પ્રકારની કામગીરી ચાલી રહી છે. અહીં કામ કરતા કામદારો જીવન જોખમે સે

.

ભાસ્કરના અહેવાલની અસર
5 તારીખે દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે નિર્માણાધીન બિલ્ડિંગ પહોંચી ત્યારે ત્યાં કામદારો સેફ્ટી વગર કામ કરતા હતા. કેમેરાને જોઈ કેટલાક કામદારોએ સેફટી બેલ્ટ લગાવી દીધા હતા, પરંતુ અન્ય કામદારો સેફ્ટી વગર જ કામ કરતા નજરે પડ્યા હતા. 7મા માળે કામગીરી કરતા કામદારો છૂટા પાલક પર કામ કરતા હતા અને નીચે કોઈપણ પ્રકારની પ્રોટેક્શન જાળી જોવા મળી ન હતી. દિવ્ય ભાસ્કરે આ અંગે એક અહેવાલ પ્રસારિત કર્યો ને કોન્ટ્રેક્ટર તથા તંત્રને આ બાબતે ધ્યાન દોર્યું હતું. બાદમાં આ અહેવાલના બે દિવસ બાદ કોન્ટ્રેક્ટરની આંખ ઊઘડી તથા તમામ કામદારો સેફટી માટે બેલ્ટ અને માથામાં હેલ્મેટ પહેરી કામ કરતા નજરે પડ્યા હતા.

સયાજી હોસ્પિટલનું નિર્માણાધીન બિલ્ડિંગ.

સેફ્ટી વગર કામ કરતા કામદારો
મહત્ત્વની બાબત છે કે આટલા મોટા હાઇરાઇઝ બિલ્ડિંગમાં કામ કરતાં પહેલાં કામદારોની સેફટી જરૂરી હોય છે. કોન્ટ્રેક્ટરો પોતાની મનમાની કરી કામદારોના જીવ જોખમમાં મૂકે છે. અહીં ચાલી રહેલી કામગીરીમાં 7મા મળે કામ ચાલતું હતું. 7થી વધુ કામદાર કામ કરતા હતા. દિવ્ય ભાસ્કર ત્યાં પહોંચ્યું ત્યારે કામદારો પાસે ન તો કોઈ સેફટી બેલ્ટ હતો કે ન તો નીચે પ્રોટેક્શન જાળી. આટલી ઘટનાઓ બાદ પણ કોન્ટ્રેક્ટરો પોતાની મનમાની કરી રહ્યા છે કે શું અહીં કાયમી સુપરવિઝન નહીં થતું હોય એ પણ સૌથી મોટો સવાલ છે.

7મા માળે સેફ્ટી વગર કામ કરી રહેલા મંજૂરો.

7મા માળે સેફ્ટી વગર કામ કરી રહેલા મંજૂરો.

કામદારોના જીવનું જોખમ દૂર કર્યું
આ બિલ્ડિંગમાં આવનારા દિવસોમાં પ્રસૂતિ, સ્ત્રી રોગ અને ગાયનેક વિભાગ અસ્તિત્વમાં આવશે. એ અગાઉના વિભાગ કરતા અહીં સુવિધાઓમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનશે. એમાં અત્યાધુનિક ઓપરેશન થિયેટર, બેડની સુવિધાઓ અને અન્ય ફેસિલિટી ઊભી કરવામાં આવશે. અહીં સુવિધાઓ પહેલાં ચાલતી કામગીરી પર સવાલો ઊભા થયા છે. આ બિલ્ડિંગમાં પુરજોશમાં કામગીરી થઈ રહી છે, પરંતુ કામદારોના જીવન જોખમમાં હતા એના પર આજે મહોર લાગી છે.

ભાસ્કરના અહેવાલની અસરથી મજૂરોને સેફ્ટી મળી.

ભાસ્કરના અહેવાલની અસરથી મજૂરોને સેફ્ટી મળી.

મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગે છે
જ્યારે મીડિયા કોઈ અહેવાલ પ્રસારિત કર્યા બાદમાં તંત્ર કે કોન્ટ્રેક્ટરો જાગતા હોય છે. તો શું આટલી મોટા હાઇરાઇઝ બિલ્ડિંગ પર પહેલેથી કામ કરવું કેટલું જોખમકારક છે એ કોન્ટ્રેક્ટરો કે તંત્રને ધ્યાને નહીં આવ્યું હોય? આ બાબતે શહેરમાં અનેક આવાં બિલ્ડિંગો પર કામ ચાલી રહ્યાં છે, ત્યારે કોઈપણ કામદારની સેફટી કોન્ટ્રેક્ટરની જવાબદારી બનતી હોય છે, પરંતુ સવાલો એ થાય છે કે મીડિયા જ્યારે કોઈ સમાચાર પ્રસારિત કરે છે ત્યાર બાદ તંત્ર જાગે છે. આ સિસ્ટમ ક્યારે સુધરશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ તંત્ર જો યોગ્ય કાર્યવાહી કરે તો ચોક્કસ કોઈપણ દુર્ઘટનાઓ પર પર લગામ લાગી શકે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!