GUJARAT

કોર્પોરેશન શા માટે નિંદ્રામાં?: ગોત્રી તળાવમાં માછલીઓના મોત થતા દુર્ગંધ ફેલાઈ, સ્થાનિક લોકો પરેશાન, ઝડપી સફાઈ કરવા સામાજિક અગેવાનની માગ – Vadodara News


વડોદરા શહેરની શોભા વધે, લોકોને સુવિધાઓ અને સવલતો મળી રહે તે માટે શહેરમાં ચાલીસ જેટલા તળાવો આવેલા છે. આ તળાવોમાં મોટાભાગના તળાવો કોર્પોરેશન દ્વારા બ્યુટીફીકેશન કરવામાં આવ્યા છે. જેમાં તળાવની આસપાસ વોક વે, ગાર્ડન, કસરત માટેના સાધનો સાથે ઘણી સુવિધાઓ ઉપલ

.

ફરી માછલીઓના મોત થયા
આ અંગે સામાજિક આગેવાન કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના ગોત્રી તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. પણ હાલમાં આ તળાવની અંદર હજારો માછલીઓના મોત નીપજ્યા છે. થોડાક સમય અગાઉ જ શહેરના સુરસાગર તળાવમાં પણ માછલીઓના મોત થયા હતા. વડોદરા કોર્પોરેશનનું તંત્ર શા માટે નિંદ્રામાં છે તે સમજાતું નથી. ગોત્રી તળાવ પાસે તંત્ર દ્વારા સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હાલમાં એક પણ સિક્યોરિટી ગાર્ડ જોવા મળી રહ્યો નથી.

જવાબદાર અધિકારી સામે પગલાં લેવા માગ
વધુમાં કહ્યું કે, બીજી તરફ અહીંયા અસહ્ય ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સાથે જે જંગલી વનસ્પતિની સાફ-સફાઈ અગાઉ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં પણ અહીં જોવા મળી રહી છે. તંત્રને મારી અપીલ છે કે, જે કોઈ જળચર જીવો છે તેઓના મૃત્યુ થાય છે તો તે બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ અને અહીંયા મૃત જળચર જીવોમાં ખાસ કરીને મૃત માછલીઓની સાફ-સફાઈ થવી જોઈએ. સાથે જ અહીંના સ્થાનિક કોર્પોરેટર, અધિકારીઓ અને ધારાસભ્ય દ્વારા જવાબદાર અધિકારી સામે પગલાં લેવાય તેવી અમારી માગ છે.

સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, હાલમાં ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક પણે તળાવમાં રહેલું પાણી ગરમ થાય અને ટેમ્પરેચરમાં બદલાવ આવતો હોય છે, તેના કારણે જળચર જીવોને મુશ્કેલી ઊભી થતી હોય છે. ત્યારે અગાઉ પણ શહેરના મધ્યમાં આવેલ સૂરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા હતા. ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને હવે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવમાં પણ અસંખ્ય માછલીઓના મોત થતા આસપાસ દુર્ગંધ ફેલાય રહી છે. જેને લઈ સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!