GUJARAT

TRP ગેમઝોનમાં ક્રિકેટર્સની મોજનો વીડિયો: જ્યાં અગ્નિકાંડમાં 27 ભડથું થયા ત્યાં શ્રેયસ અય્યર સહિત 6 ખેલાડી ગયા હતા, કોણ લઈ ગયું એ સસ્પેન્સ! – Rajkot News


રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે અન્ય એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2021થી કાર્યરત આ ગેમઝોનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોએ તો આ ગેમઝોનની મુલાકાત લીધી છે, પરંતુ આ મુલાકાતમાંથી ક્રિકેટરો પણ બાકાત રહ્યા નથી. વર્ષ 2022 દરમિયાન રાજકોટ આવે

.

ગેરકાયદે ગેમઝોનમાં સેલિબ્રિટી બોલાવી પ્રમોશન!
રાજકોટ TRP ગેમઝોનમાં ગત 25 મેના રોજ થયેલા અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત નીપજ્યાં બાદ આ ગેમઝોન ગેરકાયદે હોવાનું તંત્રને માલૂમ થયું છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી અધિકારીઓ અને સંચાલકો સહિત 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગેમઝોનમાં લોકોને ખેંચવા માટે સેલિબ્રેટીને પણ લઈ જવાતી હોવાનું સામે આવ્યું છે, જેમાં 2022 દરમિયાન 6 જેટલા ક્રિકેટરે TRP ગેમઝોનની મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. તેમને પ્રમોશન માટે લઈ જવાયા હતા કે સામેથી ગયા હતો એ હજુ કોયડો બનેલો છે.

શ્રેયસ અય્યર અને સાથી ક્રિકેટર ગેમઝોનમાં ફાઇટિંગ કરતા.

ક્રિકેટર્સના ગેમઝોનના 3 વીડિયો સામે આવ્યા
રાજકોટના TRP ગેમઝોન ખાતે ક્રિકેટર શ્રેયસ અય્યર, અમન ખાન, સાંઇરાજ પાટીલ, શમ્સ મુલાણી, હાર્દિક તોમર, અને સૂર્યાંશ પ્રશાંત સહિત 6 ક્રિકેટરે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ક્રિકેટરોએ અલગ અલગ રમત રમી હતી, જે પૈકી 3 જેટલી રમતોના વીડિયો સામે આવ્યા છે અને એમાં ક્રિકેટરો એકસાથે ગેમ રમતા નજરે પડી રહ્યા છે. જોકે આ સમયે તેમની સાથે કોણ હતું અથવા તેમને આ જગ્યા પર કોણ લઈ ગયું હતું એ સૌથી મોટો સવાલ છે.

શ્રેયસ અય્યર ગેમઝોનમાં ગયો હતો.

શ્રેયસ અય્યર ગેમઝોનમાં ગયો હતો.

25મી મેની ગોઝારી સાંજે ગેમઝોનમાં 27 ભડથું
રાજકોટ TRP ગેમઝોન માર્ચ 2021ના રોજ શરૂ થયું હતું અને ગત 25 મે 2024ના રોજ વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતાં અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં કુલ 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી મોટો ઘટસ્ફોટ થયો હતો કે આ ગેમઝોન ગેરકાયદે ધમધમતો હતો અને એમાં ફાયર સેફ્ટી ન હતી કે ન કોઈ બાંધકામની પરમિશન હતી. ત્યારે બેદરકારી સબબ પોલીસે અધિકારીઓ સહિત ગેમઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધી કુલ 12 આરોપીઓ ધરપકડ કરી છે, જે પૈકી 11 આરોપી હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે, જ્યારે મનસુખ સાગઠિયા રિમાન્ડ પર છે, જેની પૂછપરછ ચાલુ છે.

શ્રેયસ અય્યર, અમન ખાન, સાંઇરાજ પાટીલ, શેમસ મુલાણી, હાર્દિક તોમર અને સૂર્યાંશ પ્રશાંત સહિત 6 ક્રિકેટર.

શ્રેયસ અય્યર, અમન ખાન, સાંઇરાજ પાટીલ, શેમસ મુલાણી, હાર્દિક તોમર અને સૂર્યાંશ પ્રશાંત સહિત 6 ક્રિકેટર.

ક્રિકેટર્સ જમ્પ ગેમ રમતાં નજરે ચડ્યા હતા.

ક્રિકેટર્સ જમ્પ ગેમ રમતાં નજરે ચડ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!