GUJARAT

સિગ્નલનું મિસમેનેજમેન્ટ: લોકોનો ટ્રાવેલ ટાઇમ અને પેટ્રોલ ખર્ચ ડબલ થઈ ગયા – Surat News

શહેરમાં ટ્રાફિક સિગ્નલના મિસમેનેજમેન્ટથી લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. સુરતમાં જવલ્લે જ ટ્રાફિકજામના દ્રશ્યો દેખાતા જે હવે દરેક વિસ્તારના દરેક ચાર રસ્તે જોવા મળી રહ્યાં છે. ટ્રાફિકના સિગ્નલની અમલવારી કરવી જોઈએ અને લોકો કરી પણ રહ્યાં છે પરંતુ આ અમલ

.

ટૂંકા અંતરના સિગ્નલોએ ટ્રાફિક ઘટાડવાને બદલે વધારી દીધો

વેસુથી રામચોક જવાના સમય 15ના બદલે 30 મીનટ થયો

મારી ફેક્ટરી પલસાણા છે અને વેસુ ખાતે હું રહું છું. ફેક્ટરી જતી વખતે તો એક જ સિગ્નલ આવે છે. મારું 80 ટકા ટ્રાવેલિંગ તો ઘરથી ફેક્ટરી સુધીનું છે. પરંતુ શહેરમાં અન્ય જગ્યા પર જવું હોય તો ટ્રાવેલ ટાઈમ ડબલ થઈ ગયો છે. વેસુથી રામચોક જતા 15 મિનિટ થતી હતી જે હાલ 30 મિનિટ જેટલો સમય થઈ રહ્યો છે. > આશિષ ગુજરાતી, પાંડેસરા વિવિંગ સોસાયટી પ્રમુખ

ટ્રાવેલ ટાઈમ 45 મિનિટ વધતા ફ્યુલ ખર્ચ 15% વધી ગયો છે

ટ્રાવેલિંગ ટાઈમ 45 મિનિટ વધી ગયો છે. પર્વત પાટિયાથી રિંગરોડ આઈસીસી બિલ્ડિંગ જવા પહેલા 15 મિનિટનો સમય થતો હતો હવે 25 મિનિટ થઈ રહી છે. કતારગામ આઈડીઆઈની ઓફિસથી જીજેઈપીસીની ઓફિસ જવા 15 મિનિટનો સમય થતો હતો જે હાલ 20થી 25 મિનિટનો સમય થઈ રહ્યો છે. ફ્યુલનો ઉપયોગ પણ 15થી 20 ટકા વધ્યો. > દિનેશ નાવડિયા, આઈડીઆઈ ચેરમેન

હોસ્પિટલ પહોંચવાના સમયમાં 15થી 20 ટકા સમય વધ્યો છે

ટ્રાફિકનું પાલન કરવું એ ખુબ સારી વાત છે. ટ્રાફિક સિગ્નલથી ટ્રાવેલ ટાઈમ વધ્યો છે પણ ટ્રાફિક સિગ્નલ વગર પહેલા ટ્રાફિક ન હતા ત્યારે ખુબ જ ઝડપથી ઘરથી હોસ્પિટલ સુધી પહોંચી શકાતું પરંતુ જ્યારે ચાર રસ્તાઓ પર ટ્રાફિક થઈ જતો ત્યારે ખુબ જ વધારે સમયનો બગાડ થતો. ટ્રાવેલ ટાઈમમાં 15થી 20 ટકા સુધીનો વધારો થયો થઈ ગયો છે. > ડો.પ્રતિક સાવજ

માર્કેટ આવવા કરતાં ઘરે જતી વખતનો સમય ડબલ થયો

સિટી લાઈટમાં રહું છું અને રિંગરોડ પર માર્કેટમાં ઓફિસ છે. પહેલા ઘરેથી ટેક્સટાઈલ માર્કેટ પર પહોંચવા માટે 12 મિનિટનો સમય લાગતો હતો પરંતુ હાલ 20 મિનિટનો સમય લાગે છે. ઓફિસે આવતી વખત કરતાં ઘરે જતી વખતે વધારે સમય થઈ રહ્યો છે. પિક અવર્સમાં તો ઘરે જતી વખતે 30 મિનિટથી વધારે સમય થઈ જાય છે. ફ્યુલનો ઉપયોગ પણ 20થી 25 ટકા સુધીનો વધી ગયો છે. > કૈલાશ હાકીમ, ફોસ્ટા ચેરમેન મહિને ડિઝલના ખર્ચમાં 5 હજાર રૂપિયાનો વધારો થયો છે

વેસુમાં રહુ છું અને મારી એક ફેક્ટરી કાપોદ્રામાં છે. ઘરથી ફેક્ટરી સુધી પહેલા 15થી 20 મિનિટનો સમય લાગતો હાલ 30થી 40 મિનિટ લાગે છે. શહેરમાં અન્ય જગ્યા પર જવાનો સમય ડબલથી વધારે થયો છે. તેનું કારણ એ છે કે, ખુબ જ ઓછા અંતરમાં સિગ્નલો છે. ટ્રાવેલ ટાઈમ વધતાની સાથે સાથે ફ્યુલનો ઉપયોગ પણ વધી ગયો છે. ડિઝલનો ઉપયોગ મહિને 5 હજારનો વધી ગયો છે. > અશોક જીરાવાલા, ફોગવા ચેરમેન

કોર્ટથી ઘર અને ઘરથી કોર્ટ પહોંચવામાં 4થી 5 મિનિટ વધુ લાગે છે

શહેરમાં અનેક જગ્યાએ લાગુ કરાયેલી ટ્રાફિકની નવી સિસ્ટમના લીધે હાલ કોર્ટથી ઘર અને ઘરથી કોર્ટ પહોંચવામાં ચાર થી પાંચ મિનિટનું મોડંુ થઈ રહ્યુ છે મારા પિપલોદ સ્થિત ઘરથી અઠવાલાઇન્સ ન્યાયાલયનું અંતર અઢી કિલોમીટર જેટલું છે. જો કે, સુરક્ષાની દૃષ્ટિએ મહત્વની કહી શકાય એવી આ સિસ્ટમ સમય જતા અપડેટ પણ થશે અને તેમા સુધારો થતા રહેશે, એવી સંભાવના છે. > નયન સુખડવાલા, મુખ્ય સરકારી વકીલ

ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે. સુરતમાં ટ્રાફિકના સિગ્નલો શરૂ કરવામાં આવ્યા છે તે ખૂબ જ સારી વાત છે. સિગ્નલો શરૂ જ કરવામાં આવ્યા હોવાથી થોડી અવ્યવસ્થા છે પરંતુ થોડો સમય જતાં વ્યવસ્થા સરખી થઈ જશે. મારા ઘરથી ઓફિસ સુધી જવા માટેના ટ્રાવેલ ટાઈમમાં 7 મિનિટ જેટલો વધારો થયો છે. > કમલ તુલસ્યાન, ઉદ્યોગકાર

મારે રહેવાનું અડાજણ પાટિયા અને મારી ઓફિસ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક ઈચ્છાપોર ખાતે છે. મારી કારમાં પહેલા મને ઓફિસ જતાં 20 મીનિટનો થતી હતી. પરંતુ હવે સિગ્નલ લાગ્યા પછી સમય 10થી 12 મિનિટનો સમય વધી ગયો છે. એટલે ઓફિસ પહોંચતા 30થી 35 મિનિટનો સમય થઈ રહ્યો છે. ટ્રાવેલ ટાઈમ વધતાં પેટ્રોલ ખર્ચમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. > પુજા નાયક, HR કન્સલ્ટન્ટ

મોટા વરાછાના સુદામા ચોકથી વીઆઈપી સર્કલ સુધી એક જ કિલોમીટરનું અંતર છે જેમાં 4 સિગ્નલ છે. અમુક વખતે 2 વખત સિગ્નલનો ટાઈમિંગ પુરો થઈ જાય પછી જવાનો વારો આવે છે. જેના લીધે સમયની સાથે હવે ફ્યુલનો ઉપયોગ પણ ડબલ થઈ ગયો છે. પરંતુ યોગ્ય મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. > વિજય માંગુકિયા, પ્રમુખ, અંજની ઇન્ડસ્ટ્રીઝ

​​​​​​​ મારું ઘર પાલ લેક ગાર્ડન પાસે છે. મારા ઘરેથી કે.પી કોલેજ સુધી લગભગ 6 સિગ્નલ છે. દરેક સિગ્નલે 90 સેકન્ડ હોય છે અને જવા માટે 30 સેકન્ડ હોય છે.જેના કારણે ટ્રાવેલ ટાઈમમાં વધારો થયો છે. ઘરેથી કોલેજ પહોંચતા 20 મિનિટ થતી જે હવે 30 મિનિટ થઈ રહી છે. ફ્યુલ ખર્ચમાં પણ 30 ટકા વધારો થયો છે. > હેમાની અધ્વર્યુ, પ્રિન્સિપાલ કે.પી ઈવનિંગ કોલેજ

સિગ્નલનો અમલ કરવો એ દરેકની ફરજ છે. પરંતુ સિગ્નલના ટાઇમિંગ અને મિસ મેનેજમેન્ટના કારણે શહેરમાં એક સ્થળેથી બીજા સ્થલે જવાનો સમય ડબલ થઈ ગયો છે. સિગ્નલને લીધે ટ્રાફિક જામ થતો હોવાથી ઘરેથી ઓફિસ જતા 15 મિનિટ થાય છે. સિગ્નલનો અમલ નહોતો ત્યારે માંડ 5 મિનિટ થતી હતી. જામમાં સતત ઉભા રહેવાને કારણે પેટ્રોલનો ખર્ચ પણ ડબલ થયો છે. > કૃતિકા શાહ, આર્કિટેક

​​​​​​​ ટ્રાફિકના નિયમ પાળવા લોકો તૈયાર છે જે સિગ્નલ પર ઉભા રહેતા લોકોને જોઈને સ્પષ્ટ થાય છે. પરંતુ પહેલા કોઈપણ સમયે ક્યાંય પણ જવું હોય તો કેટલા વાગે નિકળવું તેનો વિચાર કરવો પડતો ન હતો. પરંતુ હવે આનો વિચાર કરવો પડે છે. તેનું કારણ એ છે કે જે સ્થળે પહોંચવા માટે પહેલા મને 10 મિનિટ લાગતી તે 20 મિનિટ થઈ ગઈ અને જ્યાં 20 મિનિટ લાગતી ત્યાં 35 મિનિટ થાય છે. > પારુલ વડગામા, ડોક્ટર

​​​​​​​પરવટ પાટિયાથી VR મોલ વચ્ચે 13 કિમીમાં 14 સિગ્નલ પર 26 મિનિટ ઊભું રહેવું પડે છે પરવત પાટિયા અમેજિયાથી વીઆર મોલ સુધી જવા સામાન્ય દિવસોમાં 25થી 30 મિનિટનો સમય થતો. સિગ્નલ સિસ્ટમ બાદ ટાઈમ 50થી 55 મિનિટનો થઈ ગયો છે. અમેજિયાથી કેનાલ રોડ ઉધના બીઆરટી એસ જંક્શન, ચોસઠ જોગણી ચોક, બ્રેડલાઈન સર્કલ યુનિવર્સિટી થઈ વિઆર મોલ સુધીના રોડમાં 14 સિગ્નલ આવે છે. અમેજિયાથી વીઆર સુધીના આ રુટ પર 14 સિગ્નલ જેમાં મોટા ભાગના સિગ્નલ પર 100થી 120 સેકન્ડનું ટાઈમિંગ છે. બ્રેડલાઈનર સર્કલ અને નવજીવન સર્કલ વચ્ચે આવેલા ઓલીવ સર્કલ પર 2થી 3 વખત સિગ્નલ પુરા થાય ત્યારે વારો આવે છે તેવી જ રીતે બ્રેડલાઈનર સર્કલ પર પણ 2થી 3 વખત સિગ્નલ પુરા થઈ જાય પછી વારો આવે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!