GUJARAT

સુરતમાં સવારે વાતાવરણમાં પલટો: વહેલી સવારે શહેર અને જિલ્લામાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું, અમીછાંટણા થતા બફારો વધ્યો, લોકો ત્રસ્ત – Surat News


સુરતમાં ગરમી સતત વધતી હોય તે પ્રકારનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો દેખાયો હતો, આકાળ કાળા ડિબાંગ વાદળાઓથી છવાય ગયું હતું. જો કે, માત્ર અમી છાંટણા થયા હતા.

.

ઉકળાટ વધતા સુરતીઓ ત્રસ્ત
સુરતીઓ ભારે ઉકળાટ અનુભવી રહ્યા છે. વહેલી સવારથી જ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયું વાતાવરણ એકાએક જોવા મળતા વરસાદ થવાની શક્યતા વર્તાય રહી હતી. પરંતુ માત્ર અમી છાંટાણા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ન હતી. અમીછાંટાણા થયા બાદ પણ સતત અસહ્ય બફારો સુરતીઓ અનુભવી રહ્યા છે

અમી છાંટાણા થયા પરંતુ વરસાદ ન આવ્યો
જે રીતે ગઈકાલે પણ સતત ગરમી અને ઉકળાટ સુરતીઓ અનુભવી રહ્યા હતા તે રીતે વાદળછાયું વાતાવરણ સર્જાતા વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાય હતી. વરસાદ ન થતા સતત બફારો અને ઉકળાટ દિવસભર સુરતીઓ અનુભવી રહ્યા હતા. સતત અસહ્ય ગરમી અનુભવતા સુરતીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ વરસે તો વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી ચાતક નજરે સુરતીઓ રાહ જોઈને બેઠા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!