GUJARAT

SUના કાયમી કુલપતિ ડો. પરીખ બને તેવી શક્યતા: 852 દિવસથી ઇન્ચાર્જના ભરોસે કથળતો વહીવટ; પહેલા પોણા 2 વર્ષ ડો. ભિમાણી અને હવે 7 માસથી ડો. દવે ઇન્ચાર્જ કુલપતિ – Rajkot News


લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થઈ જતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ટૂંક સમયમાં નવા કાયમી કુલપતિ મળશે, તેવી ચર્ચા તેજ બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા ભાજપના આંતરિક રાજકારણને પગલે ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે. દરમિયાન આ યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર

.

બે પેપર લીકની ઘટનામાં કોલેજ સામે કોઈ તપાસ ન થઈ
ગત તા. 6 ફેબ્રુઆરી, 2022ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ તરીકે વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડૉ. ગિરીશ ભીમાણીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. બાદમાં સેનેટ ચૂંટણી ન યોજતા ભાજપના જ તત્કાલીન સિન્ડિકેટ સભ્યો હાઇકોર્ટમાં ગયા હતા અને કુલપતિ સામે મોરચો માંડ્યો હતો. જે બાદ આંતરિક રાજકારણ ગરમાયું હતું.
બાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક સાથે બબ્બે પેપર લીકની ઘટના બની હતી. જે પ્રકરણમાં ભાજપના જ સિન્ડિકેટ સભ્ય ડૉ. નેહલ શુક્લાની એચ. એન. શુક્લા કોલેજના કર્મચારી સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તે પ્રકરણમાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી.

ડૉ. સચિન પરીખ.

એસોસીએટ અને પ્રોફેસરની ભરતીમાં પણ વિવાદ
છેલ્લે જામનગરના નાઘેડીમાં ખુલ્લેઆમ પરીક્ષા ચોરીના વીડિયો વાઇરલ થયો. તે વખતે નાઘેડીની તે કોલેજમાં ડૉ. ભીમાણી પોતે ટ્રસ્ટી હોવાનું વેબસાઈટ ઉપર નજરે ચડતા આ મામલો રાજ્યના શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હતો અને તેથી અંતે ભાજપનાં આંતરિક જૂથવાદને પગલે રાજ્ય સરકાર દ્વારા ડૉ. ભીમાણીને ઇન્ચાર્જ કુલપતિ પદેથી હટાવવામાં આવ્યા હતા. જોકે, ડૉ. ભિમાણીએ ભાજપના બનેલા વ્હોટ્સએપ ગ્રુપમાં કોન્ટ્રાક્ટ અધ્યાપકોની ભરતીમાં ભલામણકાંડમાં સંડોવાયેલા ભાજપના સભ્યોને સેનેટ ચૂંટણી ન યોજી દૂર કર્યા તો 12 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરી. 9 જેટલા એસોસીએટ અને પ્રોફેસરની ભરતીની પ્રક્રિયા કરી, પરંતુ બાદમાં તેમાં વિવાદ થતા આ ભરતીના ઓર્ડર છેલ્લા 8 માસથી મળ્યા નથી. સમગ્ર પ્રકરણ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ પાસે છે. જ્યાંથી મંજૂરી ન મળતા ભરતી અટકેલી છે.

ઇન્ચાર્જ કુલપતિની વહિવટી નિર્ણયો લેવામાં પાછીપાની
બાદમાં તા.20 ઓકટોબર, 2023ના રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે હોમ સાયન્સ વિદ્યાશાખાના ડીન અને ભવન અધ્યક્ષ ડો. નીલાંબરી દવેને ચાર્જ સોંપવામાં આવ્યો. જેઓ અગાઉ પણ ઇન્ચાર્જ કુલપતિ તરીકે રહ્યા ત્યારે, વહીવટમાં નબળા પુરવાર થયા હતા. જે તે વખતે ભાજપનાં જ સભ્યો દ્વારા ડૉ. દવે સામેની ફાઈલ સરકારને આપી ડૉ. દવેને હટાવવા માટે રજૂઆત કરી હતી. ત્યારે બીજી વખત હાલ જ્યારે તેઓ ઇન્ચાર્જ કુલપતિ તરીકે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે પણ તેઓ વહિવટી નિર્ણયો લેવામાં પાછીપાની કરતા નજરે પડે છે.

ડૉ. ગિરીશ ભિમાણી.

ડૉ. ગિરીશ ભિમાણી.

પેપર લીકમાં છેલ્લે સુધી ફરિયાદ ન થઈ
ડૉ. દવેએ ચાર્જ લીધા બાદ મામુલી ગણાતી પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા લેવામાં પણ મોડું કર્યુ. દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCAના એક સાથે 3 પેપરના પ્રશ્નો લીક થયાની ઘટના બની હતી. જેમાં પણ દોઢ માસ જેટલો સમયગાળો વીતી ગયા બાદ પણ કાર્યવાહિ થઈ નથી. કેમ કે, આ ઘટનામાં પોલીસ ફરિયાદ કરવાને બદલે નિવૃત્ત જજની કમિટી રચવામાં આવી છે. જોકે, તેનો રિપોર્ટ પણ હજૂ સૂધી આવ્યો નથી. દરમિયાન તાજેતરમાં જ રોસ્ટર રજીસ્ટર શિક્ષણ વિભાગમાંથી મંજૂર થઈને આવે તે પહેલાં જ ભવન અધ્યક્ષોની ઈચ્છા મુજબનું સ્પેશ્યલાઈઝેશન મંગાવી વહિવટી ગોટાળો કર્યો. હવે પરિસ્થિતિ એ થઈ છે કે, ઇન્ચાર્જ કુલપતિ ડૉ. દવેની નજીકના અધિકારીઓને વિરોધ પક્ષ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતાં પરિસ્થિતિ વણસી છે.

કાયમી કુલપતિ તરીકે મોખરે ચર્ચાતું નામ ડૉ. સચિન પરીખ
આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ટૂંક સમયમાં નવા કાયમી કુલપતિ મળશે, તેવી ચર્ચા તેજ બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટનુ ગાડું છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી એટલે કે, છેલ્લા 852 દિવસથી ઇન્ચાર્જ કુલપતિથી ગબડાવવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવા કાયમી કુલપતિ મળી જશે. જેમાં સૌથી મોખરે કોઈનું નામ ચર્ચાતું હોય તો તે છે ડૉ. સચિન પરીખ. જેઓ રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એન્જિનિયરિંગ ફેકલ્ટીના પૂર્વ ડીન રહી ચૂક્યા છે.

ડૉ. નિલાંબરી દવે.

ડૉ. નિલાંબરી દવે.

ઇન્ચાર્જ કુલપતિ સહિતનાં નામો પણ ચર્ચામાં
હાલ તેઓ ગુજરાતની સૌથી જૂની અમદાવાદની L.D. એન્જિનિયરિંગ કોલેજના કેમિકલ વિભાગના વડા છે અને હાલ તેઓને ડેપ્યુટેશન પર ગાંધીનગરમાં સ્થિત ટેકનિકલ એજયુકેશન નિયામકની કચેરીના સંયુક્ત નિયામક (વહીવટ) નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેઓને પહેલા L.D. કોલેજના પ્રિન્સિપાલનો ચાર્જ આપી બાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ બનાવવામાં આવે તેવી ચર્ચા તેજ બની છે. આ ઉપરાંત હાલના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. નીલાંબરી દવે સહિતનાં નામો પણ ચર્ચાઈ રહ્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!