GUJARAT

હુકમ: મહિલા PSI સાથેની રકઝકના કેસમાં 2 યુવતી નિર્દોષ છૂટી, એક યુવતીનો દીક્ષા લેવા નિર્ણય – Surat News

કોરોનાકાળમાં અઠવાલાઇન્સ ખાતે ચેકિંગ દરમિયાન મહિલા PSI સાથે થયેલી રકઝકમાં બે જૈન યુવતીઓ્ને કોર્ટે નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો. આ કેસની બે પૈકી એક યુવતી હવે દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે. જ્યારે જજે યુવતીને પૂછયુ કે ‘ તમે દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા

.

બચાવ પક્ષના એડવોકેટ સ્વામી મહેતાએ કહ્યુ કે કેસમાં જે મહિલા PSIએ કહ્યુ હતુ કે મને ઇજા થઈ છે અને તેણે ડોકટરનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતુ,તેના કેસમાં ડોકટરે જુબાનીમાં કહ્યુ હતુ કે સર્ટિફિકેટ તો મારું છે, સહિ પણ મારી છે, પરંતુ આ મહિલા પીએસઆઇને મે ચકાસી જ નથી.

ડોકટરની જુબાનીમાં પણ સાબિત ન થયું
કેસ દરમિયાન બચાવ પક્ષે એડવોકેટ સ્વાતી મહેતાની દલીલો હતી કે સ્થળ પર અનેક પોલીસ કર્મી હતા, પરંતુ કોર્ટમાં નજરે જોનારા એકેય સાહેદ ન હતા. ડોકટરની જુબાનીમાં પણ કેસ સાબિત થયો નહતો. કોર્ટે ચુકાદામા નોંધ્યુ હતુ કે જો ફરિયાદ પક્ષના પુરાવાઓ્નું મૂલ્યાંકન કરવામાં આવે તો ફરિયાદપક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરી શક્યુ નથી.

કોરોના દરમિયાન થયેલી ઘટના શું હતી
5 મે, 2020ના રોજ ઉમરા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બિન્ની અને સલોની નામની બે યુવતીઓ મોપેડ પર અઠવાગેટ સર્કલેથી પસાર થઈ રહી હતી ત્યારે કોરોનાકાળ હોય પોલીસનું ચેકિંગ હતુ. ત્યારે મહિલા PSI એમ.વી. જાડેજા સાથે તેમની રકઝક થઈ હતી. મહિલા અધિકારીએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધવી હતી જેમાં ઉલ્લેખ કર્યો હતો કે બંને યુવતીઓએ ગાળો આપી છે, અને ધક્કામુક્કી કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!