GUJARAT

હુમલો: પોરબંદરના યુવાનને મિત્રના પિતાએ કુહાડીથી માર માર્યો – Porbandar News


પોરબંદર શહેરમાં બે યુવાનો મિત્ર હોય અને એક યુવાનના પિતાને આ મિત્રતા પસંદ ન હોય તે બાબતે યુવકના પિતાએ ફરિયાદી યુવકને ગત તા. 22-06-2024 ના રોજ રાત્રીના સમયે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

.

બાલવીનગરમાં રહેતા હિરેન જેન્તીભાઇ સોનરાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રાજુભાઇ નભાભાઇ ભુતીયા નામના શખ્સનો પુત્ર હિરેનનો મિત્ર હોય જેથી બંને યુવાનો સાથે હરતા-ફરતા હતા. રાજુભાઇને આ પસંદ ન આવતા તે વાતનું મનદુ:ખ રાખીને રાજુભાઇએ ગત તા. 22-06-2024 ના રોજ રાત્રીના સમયે હિરેનને ભુંડી ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કુહાડીથી હિરેનને માર મારીને ફ્રેકચર જેવી ઇજાઓ કરી હતી. આ અંગે હિરેને પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!