GUJARAT

હુમલો: જ્યુબેલી વિસ્તારમાં રહેતી પરિણીતા ઉપર પતિએ પથ્થર વડે હુમલો કર્યો – Porbandar News

પોરબંદરના જ્યૂબેલી વિસ્તારમાં રહેતા એક પરણીતા ઉપર તેમના પતિએ પથ્થર વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરણીતાએ 181 ટીમનો સહારો લઈ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચી હતી.આ ઘટના બાદ પોલીસે પણ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

.

આ ઘટનાની એવી વિગત છે કે પોરબંદરના જ્યૂબેલીના ખાડી કાંઠે રહેતા ડાભી અસ્મિતાબેન મનીષ(ઉ.31)નામના પરણીતા સોમવારે સવારે તેમના ઘરે પતિ સાથે ઝગડો થતા તે ઘરેથી નીકળી ગઈ હતી અને ગઈકાલે રાત્રીના તેમની દીકરીની તબિયત સારી ન હોવાથી ફરી ઘરે પરત ફરી હતી ત્યારે તેમના પતિ મનીષ મોહન ડાભીએ બોલાચાલી કરી પરણીતા ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરણીતાએ 181 ટીમની મદદ લઇ અને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી.આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત પરણીતાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!