GUJARAT

અરેરાટી: ઝેરી દવા પી લેતા પરપ્રાંતિય મજૂરનો આપઘાત – Porbandar News


પોરબંદર જિલ્લાના બોખીરા ગામની સીમમાં મૂળ મધ્યપ્રદેશના એક 20 વર્ષીય યુવાને ગત તા. 24-06-2024 ના રોજ રાત્રીના સમયે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનનું સારવાર દરમિયાન ગઇકાલે બપોરના સમયે દુ:ખદ મોત નિપજયું હતુ

.

પોરબંદર જિલ્લાના બોખીરા ગામની સીમમાં મૂળ મધ્યપ્રદેશના રાજુ ઓમકાર તમર નામના યુવાને ગત તા. 24-06-2024 ના રોજ રાત્રીના સમયે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે સરવારમાં આ રાજુ તમરનું સારવાર દરમિયાન ગઇકાલે બપોરના સમયે દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના PSI એસ. આર. ચાવડાએ હાથ ધરી છે.

પોરબંદર તાલુકાના દેગામ ગામે શંકરના મંદિર પાસે રહેતા ભીમાભાઈ માલદેભાઈ ઓડેદરા નામના 43 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ગઇકાલે સવારના સમયે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ભીમાભાઈના આ પગલાંથી દેગામ પંથકમા અરેરાટી વ્યાપી ગઈ હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!