GUJARAT

હુમલાખોર ઝડપાયા: પોરબંદર લોકસભાના અપક્ષ ઉમેદવાર પર હુમલો કરનાર છ આરોપી પોલીસના સંકજામાં, પોલીસે બે દિવસના રીમાન્ડ મેળવ્યા – Porbandar News


પોરબંદર લોકસભાના ઉમેદવાર અને મહેર એકતા સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા પર ત્રણ દિવસ પૂર્વે ગરેજ ગામે આઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. તે પૈકીના છ જેટલા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને કોર્ટમાંથી બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. નાથાભાઇ ઓડેદરાએ રેતીચોરીન

.

પોરબંદર લોકસભાના ઉમેદવાર અને મહેર એકતા સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ રેતીના ચોરીના મુદે ખાણખનીજ અને કલેક્ટરને રજૂઆત કરી હતી અને ગરેજ ગામે ચાલતા ગેરકાયદે ખનન માટે નાથાભાઇ ઓડેદરા આજથી ત્રણ દિવસ પૂર્વે ખાણખનીજ વિભાગની ટીમને લઇ અને ગરેજ ગામે ગયા હતા. ત્યાં આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે નાથાભાઇ અને તેમના મિત્ર મુરૂભાઇ ઓડેદરા પર હુમલો કર્યો હતો. આ બનાવમા નાથાભાઇ ઓડેદરા નવીબંદર પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી હતી.

જેમાં રામા આલા ખુંટી સહિતના આઠ શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આઠ પૈકી છ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં રામા આલા ખુંટી, વિશાલ રામ તરખાલા,ઝખરા હાથીયા ખુંટી, રમેશ દુદા ખુંટી, રણમલ લાખા ઓડેદરા અને નાગાજણ પરબત ખુંટી સહિતના છ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને કાયદાનું ભાન કરાવામાં આવ્યું હતું. પોરબંદર પોલીસે છ આરોપીના કોર્ટમાંથી બે દિવસના રીમાન્ડ મેળવી અને વધુ પુછપરછ હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!