GUJARAT

સ્માર્ટ વિદ્યાલય ભવનનું ઉદ્ઘાટન: પાટણ જૈન મંડળ સંચાલિત ત્રિભોવન ભાઈ ધનજીભાઈ સ્માર્ટ વિદ્યાલય ભવનનું દાતાના હસ્તે ઉદ્ઘાટન કરાયું – Patan News


પાટણ શહેરના ફટીપાડ દરવાજા બહાર આવેલ શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત ત્રિભોવન ભાઈ ધનજીભાઈ સ્માર્ટ વિદ્યાલય ભવનનું દાતાના હસ્તે રવિવારે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દાતાઓ અને ટ્રસ્ટી સહિત શાળા પરિવાર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

.

આજથી 80 વર્ષ પહેલા પાટણ શહેરના જૈન-જૈનેતર જનતાના શીક્ષણિક વિકાસાર્થે શ્રી પાટણ જૈન મંડળ દ્વારા 16-06-1945ના રોજ વિદ્યાલયની શરૂઆત થઈ હતી ત્યારે થી જૈન મંડળના સંનિષ્ઠ પ્રયાસો થી વડોદરા, ગાયકવાડ સરકાર દ્વારા 6 વિઘા જમીન વિદ્યાલય માટે ભેટ મળી હતી

આ ઉજજડ ભૂમિમાં જ્ઞાનગંગાનું અવતરણ કરાવવા પાટણના વિદ્યાપ્રેમી શેઠ શ્રી ભોગીલાલ દોલતચંદ શાહ પરિવાર તરફથી માતબર રકમનું દાન મળ્યું ત્યારબાદ સઘતન સુવિધા યુક્ત ભવન તૈયાર થયું હતું 14-04-51 ના રોજ મુંબઈ રાજ્યના મુખ્યપધાન બોલા શાહેબ ખેર દ્વાશ આ સ્કૂલને ખુલ્લી મુકાઈ ત્યારે છેલ્લા આજે 80 વર્ષમાં હજારો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરવાનું તેમજ સેંકડો કુટુંબોના તારણહાર બનવાનું સૌભાગ્ય શ્રી પાટણ જૈન મંડળને માળ્યું છે.

સમયાંતરે વિદ્યાર્થીઓની સંખ્યા વધતા પ્રાથમિક વિભાગ શ્રી સરમ્ય બાલવાટિક શરૂ કરાઈ તેમજ ઉચ્ચ શિક્ષાણની આવશ્યકતા જણાતા 2014 માં ગુજરાત રાજ્યના ગર્વનર ઓ.પી.કોહલી દ્વારા આર્ટસ, સાયન્સ અને કોર્મસ એમ ત્રણ કોલેજનું ખાતમુહૂર્ત કરાયું અને કોલેજના નવા ભવન તૈયાર થઈ જતા એસ.કે કોલેજ ઓફ સાયન્સ, પ્રદીપ કોલેજ ઓફ કોર્મસ, વસુમતી સેવંતીલાલ કોલેજ ઓફ આર્ટસ પણ આ કેમ્પસ માં ચાલી રહી છે.

પાટણ શહેરના ફાટીપાડ દરવાજા બહાર આવેલ શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત ત્રિભોવનભાઈ ધનજીભાઈ સ્માર્ટ વિદ્યાલય ભવનનું મુખ્ય દાતા ત્રિભોવન ભાઈ ધનજીભાઈ પટેલ ના હસ્તે આજે સ્માર્ટ શાળા નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દાતાઓ અને ટ્રસ્ટી સહિત શાળા પરિવાર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

પાટણ જૈન મંડળના પ્રમુખ દિનેશભાઈ શાહએ જણાવ્યું હતું કે, ત્રિભોવનભાઈ ઘનજીભાઈ પટેલના માતબર દાન થી આજેઆ નવીન સ્માર્ટ વિદ્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સંકુલ 30 હજાર સ્કવેર ફૂટ 50 હજાર ફૂટ સ્કવેરનું મકાન આજે ડેવલોપ થયું છે. જેમાં ડીઝીટલ કલાસ, એસી રૂમ દરેક વિદ્યાર્થીની અલગ બેચ, સ્વિમિંગ પુલનું આયોજન કરાયું છે. સાથે બાલ વટીકાપણ ડેવલોપ કરવામાં આવી છે. જેનો હેતુ એ છે કે, પાટણ ના બાળકો નો વિકાસ થાય શિક્ષણ સાથે રમતનું પ્રોત્સાહન મળે પોતાન જીવનને સમૃદ્ધ બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અહીંયા અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ જ આ સંસ્થાને માતબર રકમનું દાન આપ્યું છે.

ટ્રસ્ટી રાજુભાઈ શાહ એ જણાવ્યું હતું કે, પાટણ જૈન મંડળ દવરા આજથી 80 વર્ષ પહેલા પાટણ ની જનતા ના શિક્ષણ અર્થે વિકાસ થાય એ હેતુ થી ફક્ત 4 ઓરડા 70 વિદ્યાર્થીઓ થી શરૂ થયેલી હતી ત્યારે બાદ ભોગીલાલ દોલતચદ શાહ દ્વારા 2 લાખનું દાન આપતા એક આલીશાન મકાન તૈયાર થયું જેનું ભોગીલાલ દોલતચંદ સાર્વજનિક વિદ્યાલય તારીખે શરૂ થઈ ત્યારે છેલ્લા 80 વર્ષ માં આ સ્કૂલે હાજરો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કર્યું અને હજારો વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન છે. ત્યારે આજે ફરી એક વખત શ્રી ત્રિભોવનભાઈ ઘનજીભાઈ પટેલ ના બે કરોડ ના દાનથી ત્રિભોવનભાઈ ઘનજીભાઈ પટેલ સ્માર્ટ વિદ્યાલય (TDSV) નું શરૂ થઈ રહી છે જેમાં પાટણ માં એક દમ એડવાન્સ સ્માર્ટ શાળા બનાવામાં આવી છે.સંપૂણ એસી રૂમ છે. જેમાં 35 રૂમ વિદ્યાર્થીઓ માટે બેસવાની અલગ વેવસ્થા છે. વિદ્યાર્થીઓ શિક્ષણ ઘડતર થાય અને આગળ વધે એ હેતુ થી પાટણ જૈન મંડળનો રહ્યો છે.

પાટણ નિવાસી હાલ બરોડા ખાતે કન્ટ્કસનો વ્યવસાય કરતા ત્રિભોવનભાઈ 1958 માં BDS વિદ્યાલયમાં અભ્યાસ ક૨તા હતા. તે સમયમાં એસ.એસ.સી બોર્ડ એકઝામમાં પાટણમાં પ્રથમ ક્રમાકે આવતા શ્રી પાટણ જૈન મંડળ દ્વારા તેઓનું સન્માન કરી રૂા. 1000 પુરસ્કાર રૂપે આપ્યા હતા.અભ્યાસ કાળના 60 વર્ષ પછી તેઓએ પાટણ સ્કૂલની મુલાકાત લીધી હતી. વિદ્યાલયની શિક્ષણ તથા અન્ય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ. તે જ સમયે રૂા. 25 લાખની સખાવત અર્પણ કરી હતી. ત્યા૨બાદ પણ તેઓએ માતૃભૂમિ પાટણ પ્રત્યેનો પ્રેમ અને વિદ્યાલય દ્વારા મળેલ સંસ્કારનું ઋણ ચૂકવવા રૂા. 1 કરોડ 51 લાખની માતબ૨ ૨કમનું સ્કૂલને દાન આપી નવી TDS વિદ્યાલયના મુખ્યદાતા બન્યા હતા.

ત્રિભીવનભાઈના તે વખતના શબ્દો હતા… “આ સખાવત આપી હું કોઈ ઉપકા૨ નથી ક૨તો પણ શ્રી પાટણ જૈન મંડળ દ્વારા સન્ 1958 માં મળેલ સન્માન અને પુરસ્કા૨ તથા વિદ્યાલયમાં પ્રાપ્ત કરેલ સંસ્કારનું ૠણ અદા કરી રહ્યો છું.”તેમ જણાવ્યું હતું. ફકત દાન આપી દઈ દૂ૨ નહી ૨હેતા શાળામાં અવા૨નવા૨ આવી નિર્માણકાર્યમાં મદદરૂપ બન્યા છે અને ભવન નિર્માણ ખર્ચમાં વધારી થતા વધુ રૂા. 30 લાખ આપી તેઓએ વિદ્યાલય નિર્માણમાં દરિયા દિલનો પરિચય કરાવ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!