GUJARAT

સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત: નગરજનો ભેગા થઈને વીજકચેરીએ જૂના મીટરો ફરી લગાવા રજૂઆત કરી – panchmahal (Godhra) News


આજે ગોધરા શહેરના વિજ ગ્રાહકો દ્વારા MGVCL કચેરી ખાતે આવેદનપત્ર આપી અને દસ દિવસમાં સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાડી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તે છતાં પણ દસ દિવસ વિતવા છતાં પણ MGVCL કચેરી દ્વારા સ્માર્ટ મીટર દૂર નહીં કરવામાં આવતા આજે ગોધરા

.

આજે ગોધરા શહેરના વિજ ગ્રાહકો ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તાર ખાતે ભેગા મળીને એક રેલી સ્વરૂપે MGVCL કચેરી ખાતે પહોંચી અને પ્રતિક ઉપવાસ પર બેઠાં છે. જ્યાં વીજ ગ્રાહકોએ જણાવ્યું હતું કે, થોડાં સમય પહેલાં જ MGVCLના અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર પરત લગાડી આપવા માટે આવેદનપત્ર આપ્યું હતું અને દસ દિવસની સમય મર્યાદા પણ આપવામાં આવી હતી, પરંતુ દસ દિવસનો સમય વીતવા છતાં પણ MGVCLના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આજે ગોધરાના વીજ ગ્રાહકો ભેગા થઈને MGVCL કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર બેસીને MGVCLના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં વીજ ગ્રાહકો જોડાયા હતા.

ત્યારે ગોધરાના સ્થાનિક આશિષભાઈ કામદારે જણાવ્યું હતું કે, ગત દિવસોમાં MGVCL વિભાગને આવેદનપત્ર આપી દસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં સ્માર્ટ મીટર જે પ્રોજેક્ટ છે તેને સદંતર બંધ કરી અને ગોધરા શહેરમાં જે 7000 મીટર લગાડવામાં આવ્યા છે એ તાત્કાલિક દૂર કરી જૂના મીટર લગાડી આપવા માટે દસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તે છતાં પણ કાર્યવાહી કરવામાં ન આવતા આજે ભુરાવાવ ચાર રસ્તા ખાતે ગોધરાના વીજ ગ્રાહકો ભેગા થઈને રેલી સ્વરૂપે MGVCL કચેરી ખાતે પ્રતિક ઉપવાસ અને ધારણાં ઉપર બેઠાં અને જ્યાં સુધી નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી સ્માર્ટ મીટરનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ગોધરા કિન્નર સમાજમાંથી આવેલા સમા માસીએ જણાવ્યું હતું કે, અગાઉ અમારા દ્વારા MGVCL કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરાઈ હતી અને દસ દિવસમાં સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર લગાડી આપવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નિરાકરણ ન આવતાં આજે અમે મહિલા મોરચા સાથે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે અને કાળઝાળ ગરમીમાં કોઈને પણ કશું થશે તેની સંપૂર્ણ જવાબદારી MGVCL વિભાગના અધિકારીઓની રહેશે. જ્યારે સરકારમાં એક જ મુદ્દો છે ગરીબી હટાવો નહીં પરંતુ ગરીબોને હટાવો એ મુદ્દાથી ભાજપ સરકાર ખૂબ જ આગળ વધી રહી છે. જ્યારે સ્લમ વિસ્તાર સહિત ગોધરા નગરમાં સાત હજાર મીટર લગાડવામાં આવ્યા છે તેને દૂર કરવા માટે માગ પણ કરવામાં આવી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!