GUJARAT

પ્રાંત અધિકારી રામેશ્વર નગર સોસાયટીની મુલાકાતે: ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ કરવા માટે તંત્રએ સ્થળ મુલાકાત કરી – panchmahal (Godhra) News


ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર નગર ખાતે વરસાદી પાણીના નિકાલ કરવા માટે અને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ ના પડે એ માટે ગોધરા પ્રાંત અધિકારી સહિતના કર્મચારીઓ દ્વારા રામેશ્વર નગર સોસાયટીની મુલાકાત લેવામાં આવી હતી.

.

આગામી ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થનાર ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાના આગોતરાના ભાગરૂપે ગોધરા પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર અને આર એન્ડ બીના અધિકારીઓ સહિતના કર્મચારીઓ દ્વારા ગોધરા રામેશ્વર નગર વિસ્તારની મુલાકાત લઇ અને આગામી ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા હલ કરવા માટે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગોધરા ખાડી ફળિયા વિસ્તાર સહિત રામેશ્વરનગરના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકો પાસે વરસાદી પાણીની સમસ્યાને હલ કરવા માટે સ્થાનિક લોકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિક લોકોએ કાયમી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર નગર સહિત વિસ્તારમાં ગત વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાના કારણે ત્યાંના સ્થાનિક લોકોને આખી રાત પાણીમાં રહેવાનો વારો આવ્યો હતો. જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોએ રોષે ભરાઈને નગરપાલિકા સહિત કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી, તે છતાં પણ તેમની સમસ્યાનો નિરાકરણ ન આવતા આખરે ધારાસભ્યના ઘરે જઈ રજૂઆત કરી અને પાણીનો નિકાલ કરવા માટે માગ કરી હતી. જેને લઈને ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક વહીવટી તંત્રને તાકીદ કરી હતી.

ત્યારે ફરી એકવાર આગામી ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થનાર છે ત્યારે, ખાડી ફળિયા વિસ્તાર સહિત રામેશ્વર નગર ખાતે ફરી પાછી પાણી ભરાવાની સમસ્યા ના સર્જાય તે માટે સ્થાનિક લોકોને સાથે રાખીને અને વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે માટે ગોધરા પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા દરેકના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. જેમાં ગોધરાના પ્રાંત અધિકારી સહિત ચીફ ઓફિસરે તમામ લોકોની ઉપસ્થિતમાં ખાતરી આપી હતી કે અગામી સમય પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે તકેદારી રાખવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!