GUJARAT

NTAએ વધુ એક પરીક્ષા રદ્દ કરતા વિરોધ: UGC-NETની પરીક્ષાઓ રદ્દ થતા પંચમહાલ ABVPએ વિરોધ પ્રદર્શન કરી NTA સામે નારાજગી વ્યક્ત કરી – Halol News


કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા વધુ એક પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહિત ભારતભરના લાખો વિદ્યાર્થીઓમાં પરીક્ષા એજન્સી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. NEETની પરીક્ષામાં જે રીતે કૌભાંડ સામે આવ્યું હતું, તે

.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાનારી આ પરીક્ષામાં અંદાજિત 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. આ તમામ પરીક્ષા પ્રક્રિયા ઓનલાઈનની જગ્યાએ જ્યારે ઓફલાઈન લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે જ આ પરીક્ષામાં ગોટાળાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. છતાં ડિજિટલ તરફ આગળ વધી રહેલા આ દેશમાં ઓફલાઈન પરીક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હજારો રૂપિયા પરીક્ષા ફીના નામે ઉઘરાણી કરી કરોડો રૂપિયાની વસૂલી કર્યા બાદ NTAએ આ પરીક્ષા રદ કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.

આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પંચમહાલના ગોધરા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પંચમહાલ વિભાગના સંયોજક જય પાઠકે જણાવ્યું કે, વારંવાર પરીક્ષાઓ રદ થતાં અને પેપર લીક જેવા કૌભાંડો સામે આવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પરીક્ષાઓ રદ કરવી પડે છે, પેપર લીક થઈ જાય છે ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેવી કેન્દ્ર સરકારની સંસ્થામાં પણ જો ભ્રષ્ટાચાર ફેલાયેલો હોવાથી લગભગ દરેક પરીક્ષાઓમાં સદીઓ સામે આવી રહી છે. નીટની પરીક્ષામાં જે રીતે સામે આવી અને તેનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા અને અને એ સદમામાંથી વિદ્યાર્થીઓ બહાર આવ્યા નથી અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ UGC – NETની પરીક્ષા રદ કરી છે.

પેપર લીક તેમજ પરીક્ષાઓ રદ કરવા માટે જે પણ લોકો જવાબદાર છે, તેઓ સામે કાર્યવાહી થાય અને આ માટે સીબીઆઇ તપાસ કરવામાં આવે તેવી માગ કરતા NEETની પરીક્ષામાં જે ધાંધલી થઈ છે. તેમાં NTA ના અધિકારીઓને જ તપાસ કમિટીમાં રાખી તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે તપાસમાં પારદર્શિતા જળવાતી નથી. માટે નીટ પરીક્ષાની તપાસ CBIને સોંપવામાં આવે અને તેમાં જે લોકો સંડોવાયેલા છે, પછી તે રાજકારણીઓ હોય કે અધિકારીઓ હોય તમામ સામે કાર્યવાહી થાય તેવી માગ પણ કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!