GUJARAT

મોરબીમાં વધુ એક ગેમ ઝોન સામે કાર્યવાહી: પાપાજી ફન વર્લ્ડ ગેમ ઝોન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, ફાયર NOC અને BU સર્ટીફીકેટ નહોતો – Morbi News

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ મોરબીમાં પણ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં પાપાજી ફન વર્લ્ડ ગેમ ઝોન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

.

મોરબીની મામલતદાર કચેરીમાં શહેર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા આકાશ પાવરાએ આરોપી પ્રવીણ હદવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે રાજકોટ દુર્ઘટનાને પગલે નિવાસી અધિક કલેક્ટર દ્વારા બે ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને મોરબી એ-ડીવીઝન વિસ્તારમાં આવતા ગેમઝોનની મુલાકાત કરી ફાયર NOC અને BU પરમીશનની ચકાસણી કરી રહ્યા હોય. જેમાં કંડલા બાયપાસ ઓવરબ્રિજ નજીક આવેલ પાપાજી ફન વર્લ્ડમાં રાઈડોથી ગેમોનું સંચાલન કરતા હોવાનું જાણવા મળ્યું હતું. સંચાલક પ્રવીણભાઈ હદવાણી પાસે ફાયર એનઓસી અને બિયું સર્ટીફીકેટ માંગતા તેમની પાસે મંજૂરી ના હોવાનું ખુલ્યું હતું.

આમ પાપાજી ફન વર્લ્ડ નામના ગેમ ઝોનમાં રાઈડોના સંચાલક પ્રવીણ હદવાણી ગેમઝોનમાં માનવ જિંદગીની સલામતી માટેના નિયમ મુજબ કોઈ વ્યવસ્થા ગોઠવેલ ના હોય અને મનોરંજનનં લાયસન્સ તેમજ ફાયર એનઓસી મેળવી ના હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી એ-ડીવીઝન પોલીસે આરોપી સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!