GUJARAT

ફાયર NOC અને BUની 60% કામગીરી પૂર્ણ: રાજકોટમાં કુલ 1200 જેટલી મિલકતો જોખમી હોવાનું સામે આવ્યું, સુધારા માટે સીલ ખોલવામાં આવશે, સર્વે પૂરો થવામાં હજુ 10 દિવસ લાગશે – Rajkot News

રાજકોટ TRP ગેમઝોનનાં અગ્નિકાંડ બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા ફાયર NOC તેમજ BU સર્ટિફિકેટને લઈને સઘન તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા દસેક દિવસોથી ચાલી રહેલી આ તપાસમાં 60% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હાલ મનપા તંત્ર દ્વારા ઉપયોગ માટે નહીં પણ સુધારા કર

.

મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈનાં જણાવ્યા અનુસાર ફાયર એનઓસી અને બીયુ અંતર્ગત 60% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હજુ પણ 8થી 10 દિવસ આ ઝુંબેશ ચાલુ રહેશે. એક અંદાજ મુજબ રાજકોટ શહેરમાં બીયુ અને ફાયર એનઓસીના નિયમો હેઠળ આવતી 1200થી વધુ મિલકતો હોવાનું જાણવા મળ્યું છે. અત્યારસુધી સીલ કરવામાં આવેલી મિલકતોના માલિકોએ સીલ ખોલવા માટે અરજીઓ કરી છે. જેના નિકાલ માટે ત્રણેય ઝોનમાં કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા અરજીના નિકાલ માટે સ્થળ તપાસ કરી જે તે મિલકતમાં સુધારા કરવા માટે સીલ ખોલી આપવામાં આવશે. હાલ સુધીમાં 264 એકમોને સુધારા માટે સીલ ખોલવા મંજૂરી અપાઈ છે.

દરરોજ સાંજે સમીક્ષા કમિટીની બેઠક મળે છે
જો કે, આ મિલકતનો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે. મિલકત કમ્પલીટ થયા બાદ ફાયર એનઓસી મેળવી લીધા બાદ મિલકતનું સીલ ઉપયોગ માટે ખોલી દેવાશે. વોર્ડ વાઈઝ 6 પ્રકારના નિયમો હેઠળ આવતા એકમો સીલ કરવાની કામગીરી હાલ ચાલુ રાખવામાં આવી છે. રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોન આગકાંડ બાદ ફાયર એનઓસી મામલે સરકારના આદેશ પ્રમાણે ધડાધડ મિલકતોને સીલ મારી દેવાયા બાદ હવે આ સીલ ખોલવા માટે પણ તડામાર સમીક્ષા કામગીરી ચાલી રહી છે. દરરોજ સાંજે સમીક્ષા કમિટીની બેઠક મળે છે અને તેમાં આવેલી અરજીઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

નનામી અરજી કરવામાં આવી હોય તેની તપાસ ચાલી રહી છે
મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં મિલકત વેરા વિભાગમાંથી તમામ ફાયર અને બીયુ અંગેની માહિતી માટે મિલકતોની વિગત લેવામાં આવી છે. જેના આધારે ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે. તેમજ દરેક વોર્ડ ઓફિસરને પણ તેમના વોર્ડમાં આવેલ મિલકતોની ચકાસણી કરી બીયુ અને ફાયર એનઓસી અંતર્ગત મિલક્તો આવતી હોય તો તેની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. તેવી જ રીતે અત્યારસુધીમાં અમુક નાગરિકો દ્વારા પણ નનામી અરજી કરવામાં આવી હોય તેની તપાસ ચાલી રહી છે.

60 જેટલી શાળાઓ દ્વારા આ માટે અરજી કરવામાં આવી
આગામી દિવસોમાં નાગરિકો દ્વારા સૂચવવામાં આવેલ મિલકતોની ચકાસણી કરી બીયુ અને ફાયર એનઓસી હેઠળ આવતી હશે તેવી મિલકતો સીલ કરવામાં આવશે. આગામી 10 દિવસ સુધી કોર્પોરેશન દ્વારા ફક્તને ફક્ત બીયુ સર્ટી અને ફાયર એનઓસી અંતર્ગત કાર્યવાહી હાથ ધરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. મિલકતો માટે મિટિંગ યોજાઈ છે અને સીલ થયેલ મિલકતોની ચર્ચા કરી વધુ જોખમી હોય તેવી મિલકતો વિરૂદ્ધ અલગથી કાર્યવાહી કરવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા જે શાળાઓમાં સીલ લગાવ્યા છે તેને ખોલવા માટે અરજી કરવાની રહેતી હોવાથી 60 જેટલી શાળાઓ દ્વારા આ માટે અરજી કરવામાં આવી છે.

64 ફાયર કર્મચારીની ભરતી માટે લીસ્ટ તૈયાર
મનપાની ટીમો દ્વારા આ અંગે તપાસ કરી શાળા ખોલવા શરતી મંજૂરી આપવામાં આવી રહી છે. શરતી મંજૂરી બાદ તમામ શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીના સાધનો, એનઓસી અને ડોમ દૂર કરવા કામગીરી શરૂ કરવામાં આવશે. ફાયર ઝૂંબેશમાં હાલ મોટાભાગના વિભાગના કર્મચારીઓ રોકાય ગયા હોવાથી સરકાર પાસે નવી ભરતી કરવાનું માર્ગદર્શન માગવામાં આવ્યું હતું. જે અંતર્ગત હવે આચારસંહિતા પૂર્ણ થઈ હોવાથી ભરતી શરૂ કરવામાં આવી છે. અગાઉ 64 ફાયર કર્મચારીની ભરતી માટે લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જે પૈકી 10ની નિમણૂક કરી દેવામાં આવી છે. તેમજ 11 કર્મચારીઓની ભરતીમાં કોર્ટ મેટર હોવાથી હવે બાકી રહેલા 43 અલગ-અલગ પોસ્ટ માટેના ફાયર કર્મચારીઓની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

ફાયર સેફ્ટી અને બીયુ અંતર્ગત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, શહેરની તમામ મિલકતોમાં હાલ ફાયર સેફ્ટી અને બીયુ અંતર્ગત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ ઓફિસ તેમજ શિક્ષણ સંમિતિની 90થી વધુ શાળાઓ, ઓડિટોરિયમ, સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ, હોકર્સ ઝોન, પમ્પિંગ સ્ટેશન તેમજ રમત ગમતના સંકૂલો, લગ્ન હોલ સહિતના નાના-મોટા એકમોની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 444 સંકૂલો સીલ કરવામાં આવ્યા હતા. આ પૈકી 264 એકમોના સીલ ખોલવા મંજૂરી માગવામાં આવી હતી. જેમાંથી સુધારા માટે 264 એકમોનાં સીલ ખોલવાની મંજૂરી અપાઈ છે. તો 300થી વધુ મનપાની કચેરીઓ અને અન્ય એકમોમાં ફાયર સેફ્ટીના નિયમોની અમલવારી કરવા માટે મનપાએ તમામ સ્થળે ફાયર સેફ્ટીના સાધનો લાગવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!