GUJARAT

‘NO RE-NEET’નાં બેનરો સાથે વિરોધ: રાજકોટમાં વિદ્યાર્થીઓ-વાલીઓ દ્વારા પરીક્ષા ફરીથી લેવા સામે રોષ, છાત્રોએ કહ્યું- જે સેન્ટરમાં ગોટાળો થયો છે, ત્યાં જ લેવાવી જોઈએ – Rajkot News


મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે આપવામાં આવતી દેશની સૌથી મહત્વની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પેપર લીક થતા ચોમેર ફરીથી પરીક્ષા લેવા માટેની ચાલતી હિલચાલ વચ્ચે રાજકોટમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી

.

‘જેમણે ક્યાય ગેરરીતિ નથી કરી એમને સજા કેમ?’
આ તકે વાલી ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દેશમાં NEET પરીક્ષાને લઈને ઘણા સવાલો સામે આવી રહ્યા છે. પરંતુ સામેના પક્ષમાં જે વિદ્યાર્થીઓએ દિવસ રાત જોયા વગર મહેનત કરી છે, એનો અવાજ સાંભળવાની જરૂર છે. જેમણે ક્યાય ગેરરીતિ નથી કરી તો એમને સજા કેમ? શા માટે Re NEET તેમને આપવાની? વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એક જ સવાલ કે, અમને અન્યાય ન થવો જોઈએ. સરકાર NTA અને ન્યાય પાલિકા ઉપર પુરો ભરોસો છે કે તેઓ કોઈ પણ એવો નિર્ણય નહીં લે જેથી સિસ્ટમ પરથી વાલીઓ અને નિર્દોષ વિદ્યાર્થીઓનો ભરોસો ઊઠી જાય.

મહેનત કરનારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશેઃ વાલી
અન્ય વાલી ડો. હિમાંશુ જાગાણીએ જણાવ્યું હતું કે, અત્યારે ઠેર-ઠેર RE-NEETની વાતો સંભળાય છે. પણ જો આ પરીક્ષા ફરીથી લેવાય તો ખરેખર મહેનત કરી છે તેવા વિદ્યાર્થીઓને અન્યાય થાય તેમ છે. કુલ 24 લાખ પૈકી 11 લાખ છાત્રો ક્વોલિફાય થયા નહીં હોવાને લઇ RE-NEETની માંગ કરી રહ્યા છે. 10 લાખ છાત્રો એવા છે કે, જેને 400-500 માર્ક્સ આવ્યા હોવાથી મેડિકલમાં પ્રવેશ મળે તેમ નથી. એટલે આ વિદ્યાર્થીઓ પણ ફરીથી પરીક્ષા લેવાનું જણાવે છે. આ બધાની સામે જેન્યુઅન હોય તેવા અમારા જેવા ત્રણેક લાખ વિદ્યાર્થીઓ હોલાથી અમારો અવાજ સંભળાતો નથી. તેઓના મોટા અવાજ સામે અમારો અવાજ દબાઈ જશે તો અમારા મહેનત કરનારા બાળકોને સહન કરવાનું આવે તેમ છે. રિઝલ્ટ આવ્યાને 15 દિવસ થયા છતાં અમે રાત્રે સુઈ શકતા નથી. એટલે RE-NEET ન જ થવી જોઈએ.

‘1-1 કલાકે જોતા હતા કે વધુ સુવાઈ નથી જતું ને?’
વિદ્યાર્થિની દિયા લાખાણીએ જણાવ્યું હતું કે, હાલમાં NEETની પરીક્ષા ફરીથી લેવાની વાતો થઈ રહી છે, જે ખરેખર યોગ્ય નથી. અમે 9માં ધોરણથી સખત મહેનત કરીને આ પરીક્ષામાં સફળતા મેળવી છે. ત્યારે હવે ફરી પરીક્ષા જોઈતી નથી. છેલ્લા 4 વર્ષથી ખૂબ મહેનત કરી 1-1 દિવસ ગણીને પરીક્ષા આપી છે. ત્યારે અન્ય કોઈ વિકલ્પ પસંદ કરવો જોઈએ. જેથી અમને અન્યાય નો થાય. અમે 1-1 કલાક જોતા હતા કે વધુ સુવાઈ નથી જતું ને? પરીક્ષામાં મુશ્કેલી થશે તો? આવી મહેનત કર્યા બાદ હવે ફરીથી પરીક્ષા લેવાય તો એવી મહેનત કરવી શક્ય નથી. મારા તો 680 માર્ક્સ છે. પરંતુ જે લોકોના ઓછા માર્ક્સ છે, તેવા વિદ્યાર્થીઓ ફરીથી ચાન્સ મળે તે માટે જ RE-NEETની માંગ કરી રહ્યા છે, જે ખરેખર અયોગ્ય છે.

ખરેખર જે સેન્ટરમાં ગોટાળો થયો છે, ત્યાં જ પરીક્ષા લેવાવી જોઈએઃ આયુષી
અન્ય વિદ્યાર્થિની આયુષી દવેએ જણાવ્યું હતું કે, મારી સ્પષ્ટ માંગ છે કે, RE-NEET ન થવી જોઈએ. કારણ કે, અમે બે વર્ષ સખત પરિશ્રમ કર્યો છે. બધી સોશિયલ એક્ટિવિટી અને તહેવારો પણ ભૂલીને અમે મહેનત કરી છે. આવી મહેનત બાદ અમે પરીક્ષામાં સફળતા મેળવી છે. ત્યારે હવે ફરીથી પરીક્ષા લેવાય તો અમને અન્યાય થાય તેમ છે. ખરેખર જે સેન્ટરમાં ગોટાળો થયો છે તેને આઇડેન્ટિફાય કરીને ત્યાં જ ફરીથી પરીક્ષાઓ લેવી જોઈએ. બધા વિદ્યાર્થીઓ માટે RE-NEET થાય તે યોગ્ય નથી. જે લોકો અગાઉની પરીક્ષામાં સારો સ્કોર નથી કરી શક્યા, તેવા લોકો જ પરીક્ષા ફરીથી લેવાની માંગ કરે છે. 24 લાખ પૈકી 23 લાખ જેટલા છાત્રોને ઓછા માર્ક્સ હોવાથી તેઓ RE-NEETની માંગ કરી રહ્યા છે.

સરકાર પરીક્ષા લેશે તો વિરોધ યથાવત્ રહેશે
ઉલ્લેખનીય છે કે, રાજકોટના વિદ્યાર્થી અને વાલીઓએ કહ્યું હતું કે, અમે મહેનત કરી છે, તેનું શું? હવે અમે પેપર આપીએ તો એટલા માર્ક્સ નો આવે. ત્યારે જુદા-જુદા બેનરો સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં પેપર ફૂટયા જ નથી તો ફરીથી પરીક્ષા શા માટે? માત્ર 10-15% વિદ્યાર્થીઓ માટે બધા વિદ્યાર્થીઓ શું કામ પરીક્ષા આપે. જો સરકાર પરીક્ષા લેશે તો અમારું વિરોધ પ્રદર્શન યથાવત્ રહેશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!