GUJARAT

NEETની પરીક્ષા રદ્દ કરી ફેર લેવા માગ: રાજકોટમાં CYSSએ NTAના પૂતળાને ફાંસી આપી ઉગ્ર વિરોધ કરાયો, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત – Rajkot News


NEETની પરીક્ષામાં ગોટાળા બાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સમય વેડફાતા 1563 વિદ્યાર્થીને આપવામાં આવેલા ગ્રેસ પોઇન્ટ રદ્દ કરી આગામી 23મી જૂને ફરી નીટની પરીક્ષા લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આજે NEET પરીક્

.

પેપરલીકમાં કડક કાર્યવાહી નથી થતી
CYSSના પ્રદેશ ઉપપ્રમુખ સૂરજ બગડાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અલગ અલગ 40થી વધુ પરીક્ષાના પેપર લીક થયેલું છે. જેના કારણે લાખો વિદ્યાર્થીઓને સીધી અસર થવા પામી છે. પેપરલીકમાં કોઇ કડક કાર્યવાહી ન થતાં વારંવાર પરીક્ષામાં ગેરરીતિ જોવા મળે છે. તાજેતરમાં NTA દ્વારા લેવામાં આવતી NEET-UGની પરીક્ષાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં 75% ટોપર્સ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવેલા છે. તદુપરાંત 6 ટોપર્સ તો એવા છે, જે એક જ પરીક્ષા કેન્દ્રમાંથી પરીક્ષા આપી છે, જે અશક્ય બાબત છે.

4 જૂને લોકસભા રિઝલ્ટના NEET પરિણામ અપાયું
વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ ઉપરાંત NTA દ્વારા જાણી જોઈને 4 જૂન એટલે કે લોકસભા ચૂંટણીના રિઝલ્ટના દિવસે જ NEET પરિણામ રાખવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓનો વિરોધ દબાવી શકાય અને વધુ હંગામા ન થાય. આ પછી 10 મેના રોજ પ્રસિદ્ધ સમાચાર પત્રમાં ગુજરાતના ગોધરામાં ભાજપ નેતા દ્વારા NEET પરીક્ષાનું 10-10 લાખ રૂપિયા લઈ કૌભાંડ બહાર આવ્યું હતું. માટે અમારી માગ છે કે, આ પરીક્ષા રદ્દ કરી નવી પરીક્ષાનું આયોજન કરવામાં આવે. તેમજ CBI દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ કરી દોષિત તમામને વધુમાં વધુ સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓના ભાવી સાથે કોઈપણ પ્રકારના ખેલવાડ ન થાય.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!