GUJARAT

માર્ક્સ જાહેર કરવાની માંગ કરતા વિદ્યાર્થીઓની ટીંગાટોળી: MS યુનિ.માં BBAની પરિક્ષાનું મેરીટ લીસ્ટ જાહેર કર્યું પણ માર્કસ નહીં, વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા, પોલીસે અટકાયત કરી – Vadodara News


વડોદરા MS યુનિવર્સિટીમાં BBAની લેવાયેલી પરીક્ષાના ગઈકાલે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ પરિણામના માર્ક્સ જાહેર ન કરવામાં આવતા વિદ્યાર્થી સંગઠન દ્વારા આજે BBA બિલ્ડિંગ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તાજેતર જ લેવાયેલી BBAની પરિણામોના મુદ્દે

.

ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો
NSUI પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, BBAની એન્ટ્રેન્સની પરીક્ષાનું મેરીટ લીસ્ટ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ફક્ત વિદ્યાર્થીઓના સીટ નંબર જ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમારી માગ છે કે વિદ્યાર્થીઓના માર્ક્સ પણ સાથે જાહેર કરવામાં આવે. કારણ કે આમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે, માર્ક્સ જાહેર ના કરી સત્તાધીશો કોઈક મોટો ભ્રષ્ટચાર છુપાવી રહ્યાં છે. સત્તાધીશો તેમના અંગત વિદ્યાર્થીઓને તેમના સગા સંબંધીઓને અંદર ખાને વ્યવહારની લાલચે પ્રવેશ આપે છે, તેવું NSUIનું માનવું છે. તેથી તરત મેરીટના માર્ક્સ જાહેર કરવામાં આવે અને BBA ફેકલ્ટીમાં થતા ભ્રષ્ટાચારને રોકવામાં આવે તેવી NSUIની માંગ છે.

સરકારની ટાઈમ લાઈન અનુસાર સત્તાધીશો
BBAના સત્તાધીશોના કહેવા પ્રમાણે, BBAનો એન્ટ્રન્સ ટેસ્ટ જે હોય છે, એ 100 માર્કસની બે સ્ટેજમાં હોય છે. જેથી અમારે ત્યાં પહેલાં જે વિદ્યાર્થીઓ બેસે છે. એમાંથી મેરીટ ડિકલેર કરી દીધું જે શોર્ટ લિસ્ટમાં છે, તેઓ આગળ બીજા સ્ટેજની એક્ઝામમાં જશે. જે 700 વિદ્યાર્થી આવ્યા હતા એમાંથી 200 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવાના છે. કોવિડના સમયે અમે ફક્ત એન્ટ્રન્સ એક્ઝામ લીધી હતી. એનું જે પરિણામ આવ્યું હતું એના માર્ક્સ આપ્યા હતા. કારણ કે એક જ પરીક્ષા હતી. બીજો વિભાગ હતો નહીં, પણ હાલ આ એક્ઝામ બે ભાગોમાં થાય છે. એટલે વિદ્યાર્થીઓને સમજાવ્યા છે કે, પૂરેપૂરી એક્ઝામ પૂર્ણ થઈ જાય પછી માર્કસ ડિકલેર કરવામાં આવશે. અડધેથી માર્ક્સ આપી ન શકાય. સરકારે જે અમને ટાઈમ લાઈન આપી છે. એ પ્રમાણે અમે ફોલોવ કરીએ છીએ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!