GUJARAT

કોંગ્રેસમાંથી વાવ બેઠક પરથી કોણ લડશે પેટાચૂંટણી?: ગેનીબેનની MLA પદેથી રાજીનામાં બાદ પેટાચૂંટણી માટે બે નામની ચર્ચા, કોઈ એકની પસંદગીની શક્યતા – Ahmedabad News


તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ત્યારે ગઈકાલે ગેનીબેન ઠાકોરે વાવ બેઠકના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી 13 જૂન 2024 ગેનીબેન

.

કોંગ્રેસના ઉમેદવાર તરીખે 2માંથી એકની પસંગીની શક્યતા

ગુલાબ સિંહ રાજપૂતની ફાઈલ તસવીર.

1) ગુલાબ સિંહ રાજપૂત
જમાં પાસુ

  • થરાદથી 2019ની પેટા ચૂંટણી જીતી બધાને ચોકાવ્યા હતા.
  • યુવા કોંગ્રેસ અને NSUIમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીખે નેતૃત્વ કરી ચૂકયા છે. આથી ગુજરાતભરમાં યુવાનોમાં મોટી લોક ચાહના.
  • ગુલાબસિંહ રાજપૂતના દાદા હેમાભાઈ રાજપૂત વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે 20 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા હતા. અત્યારની વાવ વિધાનસભામાં પણ 93 ગામ એમના દાદાના મતવિસ્તારના હોઇ દરેક ગામમાં સારી એવી લોક ચાહના.
  • ગુલાબસિંહ રાજપૂતનું મૂળ ગામ અસારા પણ વાવ વિધાનસભામાં જ આવે છે. અને રાજપૂત સમાજની વસ્તી છે.
  • ઈતર સમાજના બનાસકાંઠાના સોથી લોકપ્રિય ચહેરો.
  • ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહના પરિવારનો વર્ષો જૂનો નાતો અને ગેનીબેનના નાના ભાઈ તરીખે માનતા હોય એમના ખુબજ અંગત અને ગેનીબેનને લોકસભાની ચૂંટણી જીતાડવામાં પણ સિંહ ફાળો ગુલાબસિંહનો હતો.
  • થરાદની 2022ની વિધાનસભા હાર્યા પછી પણ પ્રજા વચ્ચે ખુબજ સક્રિય રહ્યા હોવાથી લોક ચાહના ખુબજ વધારે.
  • ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથના ખુબ જ વફાદાર સાથી હોવાથી IG બ્રિગેડની પૂરી ટીમ ઉતારી ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવાર.
ઠાકરશી રબારીની ફાઇલ તસવીર.

ઠાકરશી રબારીની ફાઇલ તસવીર.

2) ઠાકરશી રબારી
જમાં પાસું

  • ઠાકરશી રબારી એ માલધારી સમાજમાં કોંગ્રેસના જિલ્લામાં સોથી મોટા નેતા તરીખે છેલા 10 વર્ષમાં ઉભરી આવ્યા છે.
  • ઠાકરશી રબારી જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ અત્યારે કિશાન કોંગ્રેસના જિલ્લાના ચેરમેન છે.
  • ગેનીબેનના નાના ભાઈ તરીખે હંમેશા એમની સાથે જોવા મળે છે તેમજ પરિવારના સભ્ય તરીખે ગેનીબેનને વાવથી 2 વખત ધારાસભ્ય તેમજ લોસભા જીતાડવામાં ઠાકરશી રબારીનું મોટું યોગદાન રહ્યું છે.
  • રબારી સમાજના મોટા આગેવાન ગોવાભાઈ રબારી કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છતાં પણ રબારી સમાજના 70 ટકા વોટ કોંગ્રેસ તરફી કરાવવામાં સફળ રહ્યા જેનાથી પાર્ટી એમને પસંગી કરી શકે છે.
  • ઈતર સમાજમાં ઠાકરશી રબારીનું વાવ અને જિલ્લામાં સારી એવી લોક ચાહના.
  • ગુલાબસિંહ રાજપૂત સાથે પણ ખુબ જ અંગત સબંધ.

આમ વાવ વિધાનસભામાં કોંગ્રેસ આ વખતે ઈતર સમાજના ઉમેદવાર તરીખે ગુલાબસિંહ અથવા ઠાકરશી રબારીને ચૂંટણી મેદાનમાં ઉતરશે એવું વાવ અને સમગ્ર જિલ્લાના લોકો અને કોંગ્રેસ કર્યક્રતાઓ અને નેતાઓના મુખે આ બંને માથી એક નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!