GUJARAT

ગુજરાત કોલેજમાં MA અને MSCના કોર્ષ બંધ: ABVP એ આક્ષેપ કરતા કહ્યું – સેલ્ફ ફાયનાન્સ કોલેજને ફાયદો કરાવવાનો કારસો છે – Ahmedabad News

આઝાદી પૂર્વે 1845માં શરૂ થયેલી ગુજરાત કોલેજમાં MA અને MSCના કોર્ષ બંધ કરવામાં આવ્યા છે. વર્ષો જૂની સંસ્થામાં ગ્રાન્ટેડ કોલેજના વર્ગ બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ABVP એ આક્ષેપ કર્યો છે કે, સેલ્ફ ફાયનાન્સ કોલેજને

.

બિલ્ડિંગ જર્જરિત હોવાનું કહી કોલેજે કોર્ષ બંધ કર્યા
અમદાવાદની 179 વર્ષ જૂની ગુજરાત કોલેજમાં MA અને MSCના કોર્ષ ચાલી રહ્યા હતા પરંતુ, બિલ્ડિંગ જર્જરિત હોવાનું કહીને કોલેજે કોર્ષ બંધ કર્યા છે, જેના કારણે આ વર્ષે MAના 250 અને MSCના 100 જેટલા વિદ્યાર્થીઓને ગુજરાત કોલેજમાં પ્રવેશ નહિ મળે. જેથી, વિદ્યાર્થીઓ સાથે ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ABVP એ માંગ કરી છે કે, કોર્ષ બંધ ન કરીને વિદ્યાર્થીઓને બીજે અભ્યાસ કરાવવામાં આવે.

ખાનગી કોલેજને ફાયદો કરાવવા કારસો રચ્યો
ABVPના નેતા ભરત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગ જર્જરિત હોવાનું કહીને કોર્ષ બંધ કરવામાં આવ્યા છે. ગ્રાન્ટેડ કોલેજમાં ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીઓની ફી પણ લેવામાં આવતી નથી. આ કોર્ષ બંધ થાય તો 350 વિદ્યાર્થીઓએ મોંઘી ફી ભરીને ખાનગી કોલેજમાં અભ્યાસ કરવો પડશે. ખાનગી કોલેજને ફાયદો કરાવવા માટે જ ગ્રાન્ટેડ કોલેજ બંધ કરાવવાનો આ કારસો છે. કોલેજે બીજો વિકલ્પ આપીને વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!