GUJARAT

દેશી દારૂના હાટડા બંધ કરાવવા માગ: ભચાઉના કંથકોટમાં દારૂનું વેચાણ થતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ, મહિલાઓએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોવાની રજૂઆત – Kutch (Bhuj) News

ભચાઉ તાલુકાના ઐતિહાસિક કંથકોટ ગામે દારૂના દુષણથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામની કન્યા શાળા પાસેના એકાંકી વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેંચાણ થાય છે, અને દારૂ પીધેલા પીયકડો રસ્તા પર પડ્યા પાર્થર્યા રહે છે, જો કોઈ બોલે તો તેની સાથે માથાક

.

ભચાઉ તાલુકાના ઐતિહાસિક અને પૌરાણિક સૂર્ય મંદિર ધરવતા કંથકોટ ગામે દેશી દારૂની બદી લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યાની ફરિયાદ સ્થાનિક ગ્રામજનોએ કરી છે. આ અંગે કંથકોટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સવજી ભીમજી સંઘાર તથા 100થી વધુ ગામના ભાઈઓ બહેનોની સંમતિ સાથેનું આવેદનપત્ર સામ ખિયાળી પોલીસ મથકે રજૂ કરાયું હતું. પત્રમાં જણાવાયા મુજબ ગામની કન્યા શાળા તરફના એકાંત વિસ્તારમાં દારૂ વેચાય છે અને ત્યાંજ પીવાય પણ છે. દારૂ પીને દારૂડિયા જાહેર રસ્તા પર પડ્યા રહે છે. બિભત્સ ભાષાનો ઉપયોગ કરે છે. જેને લઈ ફ્લોર મિલ કે ક્રિરાણા દુકાને જતી આવતી મહિલાઓને ક્ષોભમાં મુકાવવું પડે છે, ગ્રામજનો સાથે ઝધડાઓ કરે છે, આમ અનેક રીતે પરેશાની ભોગવવી પડી રહ્યાની લેખિત ફરિયાદ સામખિયાળી પોલીસ મથકે કરાઈ હતી. માટે ગામના લોકોએ એકત્ર થઈ આવેદનપત્ર માં પોતાની સહી અને અંગુઠો લગાવી રજૂઆતમાં જોડાયા હતા. આ અંગે સાંમખીયાળી પોલીસ મથકનો સંપર્ક સાધતા હાજર પોલીસ કર્મચારીએ કહ્યું હતું કે કંઠકોટ ગામની મળેલી અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!