GUJARAT

કચ્છમાં ‘કમળ’ કાયમ: સિંટિગ સાંસદ વિનોદ ચાવડાની હેટ્રિક, સતત ત્રીજી વાર ભારે બહુમતિથી જીત મેળવી, કોંગ્રેસના નિતેશ લાલણની કારમી હાર – Kutch (Bhuj) News


7 મેના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી. એ આતુરતાનો અંત આવી ગયો છે. કચ્છ લોકસભા બેઠક સતત ત્રીજી વખત ભાજપના વિનોદ ચાવડાનો ભારે બહુમતિથી વિજય થયો છે. ભાજપના વિનોદ ચાવડાએ કોંગ્રેસના કોંગ્રેસના નિતેશ લાલણને 2 લાખ 68 હજાર 782 લાખ મતોથી હરાવ્યા

.

સતત ત્રીજી વાર વિનોદ ચાવડાની જીત
વર્ષ 1996થી ભાજપનો ગઢ રહેલી કચ્છ લોકસભા બેઠક પર ફરી એક વખત કમળ ખીલી ઉઠ્યું છે. છેલ્લી ત્રણ ટર્મથી અનુસુચિત જાતિની અનામત બેઠક ઉપર સાંસદ વિનોદ ચાવડાને 6 લાખ 59 હજાર 574 મત મળ્યા હતા. જ્યારે હરીફ કોંગ્રેસના નિતેશ લાલણને 3 લાખ 90 હજાર 792 મત મળ્યા હતા. આમ 2 લાખ 68 હજાર 782 લાખ મતોથી નિતેશ લાલણની કારમી હાર થઇ છે. મોરબી સહિત 7 વિધાનસભા ક્ષેત્ર ધરાવતી કચ્છ બેઠક ઉપર 10.90 લાખ મત પડ્યા હતા. જેમાં ભુજ અને અબડાસા વિધાનસભા ક્ષેત્ર સિવાય તમામ 5 ક્ષેત્રમાં તમામ રાઉન્ડ ભાજપની એકધારી સરસાઈ નોંધાઈ હતી. જોકે રાજકોટ અગ્નિકાંડની ઘટનાના પગલે પ્રથમ વખત જીતની ઉજવણી દેખાઈ ન હતી.

શરૂઆતથી જ વિનોદ ચાવડા આગળ રહ્યા
અત્રે નોંધીએ તો શરૂઆતી પરિણામથી જ ભાજપ આગળ રહ્યું હતું, ભુજ અબડાસા વિધાનસભા ક્ષેત્રની મતગણતરી દરમિયાન કોંગ્રેસની જરૂર લીડ જોવા મળી હતી, પરંતુ સરેરાશ કોંગ્રેસ ઉમેદવાર ભાજપની નજીક પણ આવી શક્યા ના હતા. આખરે તમામ રાઉન્ડના અંતે ભજપનો ભગવો લહેરાઈ ઉઠ્યો હતો. પરિણામની જાહેરાત પહેલાજ કોંગ્રેસ ઉમેદવારે લોક ચુકાદાને અગથીજ નમ્ર પણે સ્વીકારી લીધો હતો.

આવો ગ્રાફિક્સથી જાણીએ સવારે 8 વાગ્યાથી બંને ઉમેદવારો વચ્ચે થયેલી રસાકસીનો માહોલ..

હવે જાણીએ આખા દિવસનો માહોલ ‘લાઇવ બ્લોગ’થી ટાઇમ લાઇનમાં



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!