GUJARAT

કચ્છી કેરીના રસીયાઓ માટે ખુશખબર: કચ્છની કુદરતી રીતે પાકેલી કેસર કેરી આખરે હવે બજારમાં જોવા મળશે, ઓર્ગેનિક કેસરનો ભાવ અન્ય કેરિઓથી ઊંચો રહેવાની શક્યતા – Kutch (Bhuj) News


કચ્છમાં પણ હાલ અનેક જાતની કેરીનું વેંચાણ બજાર થઈ રહ્યું છે પરંતુ કચ્છની કેસર કેરીનો દબદબો એટલો જ કાયમ છે, જેને લઈ ઓર્ગેનિક કેસરની રાહ જોવાઇ રહી છે. કુદરતી રીતે પાકેલી કેસર કેરી અનેક કુદરતી વિષમતાઓ બાદ આખરે તા. 5 સુધીમાં વેંચાણ માટે બજારમાં જોવા મળી શ

.

આ વર્ષે કેસર કેરીમાં ઓછા ફાલના કારણે ઉત્પાદનમાં ઘટ થવાની છે ત્યારે વધુ માંગને લઈ કેરીના ભાવ ગત વર્ષની સરખામણીએ દોઢ ગણા વધુ રહે તેવી સંભાવના જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિષે નખત્રાણા તાલુકાના ધાવડા ગામના ખેડૂત મહાવીર ડાભીએ જણાવ્યું હતું કે, કુદરતી રીતે પાકેલી કચ્છની કેસર કેરીનું વેપારીઓ દ્વારા જાત મુલાકાત લઈને કેરી ખરીદવાના સોદા કરવામાં આવતા હોય છે. તેમાં સામાન્ય રીતે ફળની ગુણવતા પ્રમાણે ભાવતાલ પ્રમાણે સોદા નક્કી થતા હોય છે.

મંગવાણા વિસ્તારમાં આંબાવાડી ધરાવતા આશિષભાઈએ જણાવ્યું હતું કે, તેમના અઢી એકર વિસ્તારમાં આવેલ 250 જેટલા વૃક્ષો પરથી મોટા ભાગના માલને માવઠાનો માર પડવાથી 50 ટકા જેટલુ નુકસાન થયું છે, જેને લઈ ઉત્પાદનમાં ઘટ સહન કરવાનો વારો આવ્યો છે. ઊંચા ભાવ મળે તો પણ પૂરતી આવક થવી મુશ્કેલ છે. હવામાન વિભાગ દ્વારા પવન ફૂંકાવાની આગાહીના કારણે અમુક જગ્યાએ કેરીઓ ઉતારી લેવાની ફરજ પડી હતી, તેની અસર પણ ઉત્પાદન ઉપર વર્તાશે. અલબત્ત કચ્છી કેસરની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો હવે ઊંચી કિંમત ચૂકવી કુદરતી રીતે પાકેલી મીઠી કેસર કેરીનો સ્વાદ માણસે પરંતુ તેના ભાવ જરૂર તેમાં ખટાશ લાવી શકે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!