GUJARAT

રાજ્યમાં મેઘરાજાની ધબધબાટી: અંબાજીમાં ધોધમાર, દેવગઢ બારિયાની પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું, ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્લો, પાંચ જિલ્લામાં રેડ એલર્ટ – kheda (Nadiad) News

રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. આજે વડોદરા અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 68 તાલુકાઓમાં 1 મિમિથી લઈ સવા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો ભારે વરસાદના કારણે ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ તરફ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે દેવગઢ બારીયાની પાનમ નદીમાં પુર અચાનક આવતાં ટ્રેક્ટર તણાયું હતું.તો બીજીતરફ બનાસકાંઠામાં પણ અંબાજી સહિત અનેક શહેરોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી પડેલા વરસાદના આંકડા​​​



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!