GUJARAT

ડિજિટલ એક્સરેને લઈ દર્દીઓને હાલાકી: જૂનાગઢ સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને ડિજિટલ એક્સરે માટે હાલાકી, સિવિલ સુપ્રીડેન્ટેન્ટે કહ્યું- ‘સરકાર પાસે વધુ એક મશીનની માગણી કરાઈ છે’ – Junagadh News


જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. જૂનાગઢ સહિત ત્રણથી વધુ જિલ્લાના દર્દીઓ જૂનાગઢસિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે, ત્યારે કરોડોના ખર્ચે બનેલી સિવિલ હોસ્પિટલમાં લોકોને પૂરતી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા તમામ સુવિ

.

સોરઠ પંથકની સૌથી મોટી હોસ્પિટલ જે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ છે જ્યાં ડિજિટલ એક્સરે માટે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જુનાગઢ સહિત આસપાસના ત્રણ જિલ્લાઓમાંથી દરરોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.ત્યારે દર્દીઓને પૂરતી સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓની સામે એક જ ડિજિટલ એક્સરે મશીન મૂકવામાં આવ્યું છે અને ત્યાં પણ વ્હાલા દવલાની નીતિ ચાલતી હોવાના આક્ષેપો દર્દીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. બેથી ત્રણ કલાક સુધી દર્દીઓને ડિજિટલ એક્સરે માટે વેટિંગમાં ઊભું રહેવું પડે છે અમુક દર્દીઓને હાથ પગ નો દુખાવો હોવા છતાં તે પીડા સહન કરીને કલાકો આ એક્સરે માટે વિતાવવી પડે છે. જેથી દર્દીઓને પીડા સહન ન કરવી પડે અને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે…

ડિજિટલ એક્સરે પડાવા આવેલા દર્દીઓ ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઇ મેડિકલ સુપ્રીડેન્ટેડ દ્વારા વ્યક્ત કરીને વધુ ડિજિટલ એક્સરે મશીનો વિકસાવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને વહેલી તકે વધુ ડિજિટલ એક્સરે મશીન મૂકવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પરંતુ દરરોજના હજારો દર્દીઓ જ્યાં સારવાર લેવા આવે છે ત્યાં ફક્ત એક જ ડિજિટલ એક્સ-રે મશીન અને બે સાદા એક્સરે મશીન જ મૂકવામાં આવ્યા છે.

દર્દીના સગા કારાભાઈ રાણવાએ જણાવ્યું હતું કે, અહીં જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં માત્ર એક જ એક્સરે મશીન છે તો બીજી તરફ દરરોજના 400 થી 500 દર્દીઓ અહીં એક્સરે માટે આવે છે. ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં જે જુના મશીન પડ્યા છે તેના બદલામાં નવા મશીન આવે તો લોકોને રાહત થાય તેમ છે. દરરોજના બહારગામ થી આવતા દર્દીઓને એક્સરે માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. અને જો નવા એક્સરે મશીન આવે તો લોકોને આ પરેશાની માંથી પણ છુટકારો મળે તેમ છે.

ડિજિટલ એક્સરે કઢાવવા માટે આવેલા હંસાબેન સાવલિયાએ જણાવ્યું હતું કે, મારો હાથ દુખે છે તે માટે અમે અહીં ડિજિટલ એક્સરે માટે આવ્યા છીએ. અઢી કલાક ઊભા રહ્યા બાદ હવે મારો વારો આવ્યો છે. અહીં વચ્ચેથી સ્ટાફના માણસો અને સદા સંબંધીઓનો વારો વચ્ચે લઈ લેવામાં આવે છે. ત્યારે અમારે કલાકો સુધી વારા માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે. ત્યારે માત્ર એક જ એક્સરે મશીન છે અને 500 થી 700 માણસો એક્સરે માટે આવે છે.

જુનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ એક્સરે મશીન એક જ છે. ત્યારે ડિજિટલ એક્સરે કનાવનાર દર્દીઓ માં વધારો થયો છે. ત્યારે આ ડિજિટલ એક્સરે માટે દર્દીઓને થોડી રાહ જોવી પડી હતી. આ મામલે સરકારમાં વધુ એક ડિજિટલ એક્સરે મશીનની માંગણી કરવામાં આવશે. અને સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ડિજિટલ એક્સ રે મશીન વધારાનું મળશે તેવી પણ આશા છે. હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સાદા એક્સરે માટેના બે મશીન અને ડિજિટલ એક્સરે માટેનું એક મશીન ઉપલબ્ધ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!