GUJARAT

‘મોંઘું એટલું સારું’ની માન્યતા પણ કારણ: JEE, NEETનો ક્રેઝ વધ્યો એટલે 4 વર્ષમાં CBSEની 11 હજાર સ્કૂલ વધી જ્યારે GSEBની 6047 ઘટી ગઈ – Gandhinagar News

.

રાજ્યમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની શાળાઓ ચાર વર્ષમાં 6,047 ઘટી છે. જ્યારે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન(CBSE) બોર્ડની 11,031 શાળાઓ વધી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDIS E) રિપોર્ટ મુજબ, 2018-19માં રાજ્યમાં માધ્યમિક સ્તરની જીએસઇબી બોર્ડની સ્કૂલો 10,685 હતી, જે 2021-22માં 4,638 થઇ હતી અને સીબીએસઇ બોર્ડની સ્કૂલો 389થી વધીને 11,420 થઇ છે. ગુજરાત બોર્ડથી કેન્દ્રીય બોર્ડમાં જવાના કારણો જોઇએ તો વાલીઓમાં માન્યતા છે કે, મોંઘું એ સારું એટલે સીબીએસઇની ઊંચી ફી હોવાથી પોતાના બાળકોને રાજ્ય બોર્ડ છોડાવી કેન્દ્રીય બોર્ડમાં મૂકે છે. આ ઉપરાંત રાજ્ય બોર્ડના અભ્યાસક્રમનું માળખું, પરિણામ અને અસ્થિર નીતિના કારણે વાલી-વિદ્યાર્થીઓ તો ઠીક શાળા સંચાલકો પણ કેન્દ્રીય બોર્ડ તરફ વળ્યા છે. કેન્દ્રીય બોર્ડના વધતા જતા ક્રેઝનું કારણ ધો.12 પછી JEE અને NEET પરીક્ષામાં પણ CBSEની ભૂમિકા હોવાથી વિદ્યાર્થીઓને સરળતા રહે છે.

‘જે સારું આપે એ ચાલશે જ’

બંને બોર્ડની પદ્ધતિ અલગ અલગ છે. ગુજરાત બોર્ડ સ્થાનિક સ્તરે રાજ્યના ઇતિહાસ, ભૂગોળ અને સ્થાનિક ભાષાને ધ્યાનમાં રાખીને કામ કરે છે. તેથી કહી શકાય કે, બંને બોર્ડમાં કોઈ હરીફાઈ નથી, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે જે સારું આપે એ ચાલશે જ. ભલે પછી એ કોઈપણ બોર્ડ હોય. CBSEનો એક ક્રેઝ હોવાનું પણ કહી શકાય’ > બંછાનિધિ પાની, GSEB ચેરમેન

GSEB 57% ઘટી, CBSE 30 ગણી થઈ

વર્ષ GSEB CBSE
2018-19 10685 389
2019-20 11134 442
વર્ષ GSEB CBSE
2020-21 4822 11358
2021-22 4638 11420

‘બોર્ડની ઉદાસીનતાના કારણે વાલીઓ ગુજરાત બોર્ડ છોડી રહ્યાં છે’

વાલીઓની આંધળી દોટ અને સરકારની શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતાને કારણે ગુજરાત બોર્ડની શાળાઓ ઘટે છે. બોર્ડ અને શિક્ષણ વિભાગમાં ઇચ્છાશક્તિના અભાવથી બાળકો સીબીએસસી તરફ ખેંચાય છે. બોર્ડની અસ્પષ્ટ નીતિના કારણે પણ વાલીઓ દૂર ભાગી રહ્યા છે. શાળાને માન્યતા આપવામાં પણ લાંબો સમય લાગતા સંચાલકો અન્ય બોર્ડ તરફ વળી રહ્યા છે.’ > પ્રિયવદન કોરાટ, સિનિયર સભ્ય, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ

ગુજરાત બોર્ડ છોડવાનાં શાળા સંચાલકોએ આપેલાં કારણો

વિગત cbse gseb
ફીનું માળખું CBSEની ફી 40 હજારથી 1.25 લાખ રૂપિયા હોય છે.

15 હજારથી 40 હજાર ફી લેવાય છે. પરંતુ ફી રેગ્યુલટરી કમિટીના કડક નિયમોના કારણે અન્ય એક્ટિવિટી ફી લેવામાં નિયમો નડે છે. જેથી સંચાલકો બોર્ડ છોડી દે છે.

શિક્ષકોનો પગાર 25000થી 75000 સુધી. ફી વધારે હોવાથી સંચાલકો શિક્ષકોને યોગ્ય પગાર આપી સારું શિક્ષણ આપાવી શકે છે

15000થી 30000 સુધી. કેમ કે અહીં ફી પણ ઓછી હોવાથી મોટા પગારવાળા કે સારા શિક્ષકોને લઈ શકાતા નથી જેની શિક્ષણ પર અસર પડે છે

અભ્યાસક્રમ માળખું ટેક્સ્ટ બુક એક્ટિવિટી ઓરીએન્ટેડ અને થિંકીંગ સિસ્ટમની સાથે પ્રૉગ્રેસીવ હોય છે

ટેક્સ્ટ બુક ફક્ત અભ્યાસલક્ષી,ગોખણ પદ્ધતિ આધારિત. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાછળ રહી જાય છે

નીતિ-નિયમો એક સરખી સિસ્ટમ જ ચાલે છે. સાથે સાથે બોર્ડમાં IAS કક્ષાના ફૂલ ટાઈમ અધિકારી ચેરપર્સન હોય છે.

નીતિઓ સ્થિર હોતી નથી. કયારેક સેમેસ્ટર સિસ્ટમ આવે તો રદ કરવામાં આવે. MCQ સિસ્ટમમાં પણ ફેરફાર. બોર્ડમાં કાયમી નિમણૂક ક્યારેક જ થાય છે.

પરિણામમાં તફાવત પરિણામ 50થી 70% જેટલું આવે છે. જેથી વાલી વિદ્યાર્થીઓમાં પાસ કરતા નાપાસનો ડર વધુ હોય છે.વિદ્યાર્થીઓને મુશ્કેલ લાગે છે.

CBSEનું પરિણામ 80થી 97% સુધી આવતું હોય છે. પાસિંગ સિસ્ટમ સારી હોવાથી વિદ્યાર્થીઓ અહીં આવે છે અને તેમને સરળ પણ લાગે છે.

​​​​​​​



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!