GUJARAT

JEE એડવાન્સમાં રાજકોટની દીકરીની રાષ્ટ્રીય સિદ્ધિ: દ્વિજા પટેલ ઓલ ઇન્ડિયામાં 7મા ક્રમે, ગર્લ કેટેગરીમાં ટોપર; તબીબ માતાના પુત્રનો AIR 38મો ક્રમ – Rajkot News


આજે (9 જૂન, 2024) દેશની સૌથી મોટી એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ એલનની વિદ્યાર્થિની દ્વિજા પટેલે ઓલ ઇન્ડિયામાં સાતમો ક્રમ તો ગર્લ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. શિક્ષક પિતાની આ પુત્રીની સિદ

.

મારો ઓલ ઇન્ડિયામાં 7મો રેન્ક આવ્યો છેઃ દ્વિજા પટેલ
રાજકોટ એલનની વિદ્યાર્થિની દ્વિજા પટેલે જણાવ્યું હતું કે, મને JEE એડવાન્સમાં 360માંથી 332 માર્કસ મળ્યા છે અને ઓલ ઇન્ડિયામાં 7મો રેન્ક મેળવ્યો છે. હું દરરોજની 8થી 10 કલાકની મહેનત કરતી હતી. જે માટે એલનના ટીચર્સનો ફાળો ખૂબ જ મોટો રહ્યો છે. છેલ્લા બે વર્ષથી એલાન રાજકોટમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની આગામી સમયમાં આઇઆઇટી મુંબઈમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવા માંગે છે. ત્યારબાદ એબ્રોડમાં માસ્ટર ડિગ્રી મેળવવાનું સ્વપ્ન છે. દ્વિજા ઓલ ઇન્ડિયામાં ગર્લ કેટેગરીમાં પ્રથમ ક્રમે રહી છે. તેમના પિતા ધર્મેશભાઇ SNKમાં શિક્ષક છે. જ્યારે માતા કિરણબેન ગૃહિણી છે. જ્યારે તેમનો ભાઇ દેવર્શ ધોરણ 5માં અભ્યાસ કરે છે. ધોરણ 9 અને 10થી કોડિંગમાં રસ હોવાથી દ્વિજા કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવા માંગે છે. જેમને JEE મેઈન્સમાં ફર્સ્ટ એટેમપ્ટમાં 290 તો બીજા પ્રયાસે 280 માર્કસ આવ્યા.

JEE એડવાન્સનું પરિણામ જાહેર.

પેપરના રિવિઝનને કારણે સારૂ પરિણામ મળ્યું છેઃ અક્ષર
જ્યારે અન્ય વિદ્યાર્થી અક્ષર ઝાલાએ જણાવ્યું હતું કે, JEE એડવાન્સમાં 360માંથી 317 માર્ક્સ આવ્યા છે અને ઓલ ઇન્ડિયામાં મારો 38મો રેન્ક છે. દરરોજની 8 કલાકની મહેનત અને પ્રશ્ન પેપરના રિવિઝનને કારણે આટલું સારું પરિણામ મળ્યું છે. અહીંનું મટિરિયલ અને મોડ્યુલ્સ ખૂબ જ સારું હોય છે કે જેનાથી વિદ્યાર્થીઓ સારો રેન્ક મેળવી શકે છે. હાલ કોલેજમાં આઇઆઇટી મુંબઈમાંથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માગું છું. ત્યારબાદ એબ્રોડથી માસ્ટર ડિગ્રી કરવાનુ સ્વપ્ન છે. બાદમાં ભારતમાં એન્ટરપ્રિન્યોરશિપ તરીકે કામ કરવા માંગુ છું. અક્ષરના પિતા હિમાંશુ ઝાલા પ્રાઇવેટ સેક્ટરમાં મેનેજર છે, જ્યારે તેમના માતા હેતલબેન તબિબ છે.

ગરબા રમી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરિણામને વધાવ્યું.

ગરબા રમી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરિણામને વધાવ્યું.

વિદ્યાર્થીઓમાં પરિણામને લઈ ભારે ખુશી.

વિદ્યાર્થીઓમાં પરિણામને લઈ ભારે ખુશી.

7માં ધોરણથી જ તૈયારી શરુ કરી દીધી હતી
વડોદરામાં JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા 222મો રેન્ક પ્રાપ્ત કરનાર કાર્તિક વસંતે જણાવ્યું હતું કે, મે ધો.7થી જ તૈયારી શરૂ કરી દીધી હતી. જાન્યુઆરીના JEE સેશનમાં મારા 99.99 પર્સેન્ટાઇલ આવ્યા હતા અને JEE મેઈન્સમાં મારા 99.99 પર્સેન્ટાઇલ આવ્યા હતા અને ઓલ ઇન્ડિયા 71મો રેન્ક આવ્યો હતો અને હવે JEE એડવાન્સમાં 279 માર્કસ સાથે ઓલ ઇન્ડિયા 222મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. રેગ્યુલર અભ્યાસ કરતો હતો. રોજ 10 કલાકનું વાંચન કરતો હતો જેથી મને સફળતા મળી છે, આ દરમિયાન હું સોશિયલ મીડિયાનો પણ ખૂબ ઓછો ઉપયોગ કરતો હતો. મારા રીઝલ્ટથી મને ખૂબ ખુશી થઈ રહી છે અને મારા મમ્મી પપ્પા અને ટીચર્સ પણ ખુશ છે. આઇઆઇટી આશ્રમના સ્ટાફ ટીચર્સ અને મારા મમ્મી પપ્પાનો સપોર્ટ મને હંમેશા મળી રહ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!