GUJARAT

ગ્રાન્ટેડ કોલેજ બચાવવા નવતર પ્રયોગ: ગુજરાત યુનિ. IT, મેન્ટલ હેલ્થ, ક્રિએટિવ, મેનેજમેન્ટ, ફોરેન લેંગ્વેજ સહિત 43 કોર્ષ શરૂ કરશે, ઇન્ડસ્ટ્રીઝને ટ્રેઈન્ડ વિદ્યાર્થી મળે તે પ્રકારના પ્રયત્નો – Ahmedabad News

કુલપતિ નીરજા ગુપ્તાએ માહિતી આપી

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ કોલેજને બચાવવા માટે એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજમાં હવે સ્કીલ બેઝ કોર્સ આગામી સત્રથી શરૂ થશે. જેમાં વિદ્યાર્થીઓને 40થી લઈને 120 ક્રેડિટ પોઇન્ટ મળશે. દેશભરમાં નવી એજ્યુકેશન પોલી

.

વિદ્યાર્થીને ઇન્ડસ્ટ્રીનું નોલેજ હોવુ આવશ્યક
ગુજરાત યુનિવર્સિટી અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે એમઓયુ કરવામા આવ્યા છે. જેનાથી વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી આધારીત નોલેજ મળી રહે. વિદ્યાર્થી જ્યારે ગ્રેજ્યુએટ થાય છે ત્યારે વિદ્યાર્થીને ઇન્ડસ્ટ્રીનુ નોલેજ હોવુ આવશ્યક છે. ઘણીવાર વિદ્યાર્થીઓને થિયરીનુ નોલેજ હોય છે. પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન ન હોવાને કારણે તકલીફ પડતી હોય છે. ત્યારે આગામી સત્રથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ, બીએ સહિતના કોર્સની સાથે સાથે સર્ટિફિકેટ અને ડિપ્લોમાં કોર્સ પણ વિદ્યાર્થીઓ કરી શકશે.

આ કોર્ષ કરી શકાશે
ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડને ધ્યાનમાં રાખતા ગુજરાત યુનિવર્સિટી ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય ઘટકો સાથે મળીને કોમ્પ્યુટર, આઇટી, મેન્ટલ હેલ્થ, ક્રિએટિવ, મેનેજમેન્ટ, ફોરેન લેન્ગવેજ, એચઆર, મીડિયા, ટેક્સેશન સહિતના 43 કોર્સ શરૂ કરવા જઇ રહી છે.જેમાં વિદ્યાર્થીઓ એક થી ચાર સેમેસ્ટરમાં આ પ્રકારના કોર્ષ કરી શકશે.વિદ્યાર્થીઓ સર્ટીફિકેટ કોર્સ અથવા તો 9 મહિનાના ડિપ્લોમા કોર્સ કરી શકશે જેમાં સર્ટીફિકેટ કોર્સ માટે વિદ્યાર્થીઓને 40 જ્યારે ડિપ્લોમાં કોર્સ માટે 90થી 120 ક્રેડીટ મળશે.

વિદ્યાર્થી વધુમાં વધુ બે ડિપ્લોમા કોર્ષ કરી શકશે
આ કોર્ષ ચાલુ કરવાના બે હેતુ છે. ગ્રાન્ટેડ કોલેજ બંધ થઈ રહી છે જેથી ગ્રાન્ટેડ કોલેજ પણ આ પ્રકારના કોર્ષ શરૂ કરી ફી લઈ શકે તથા નવી એજ્યુકેશન પોલિસીમાં પણ સ્કૂલ બેઝ અભ્યાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કોર્ષ માત્ર ગ્રાન્ટેડ કોલેજમાં જ ચાલશે. પ્રથમ ચાર સેમેસ્ટર દરમિયાન જ વિદ્યાર્થી વધુમાં વધુ ચાર સર્ટિફિકેટ કોર્ષ કરી શકશે અથવા વધુમાં વધુ બે ડિપ્લોમા કોર્ષ કરી શકશે.

શનિવાર અને રવિવારના રોજ આ કોર્સ ચાલશે
કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, રેગ્યુલર કોર્ષની સાથે આ કોર્ષ નહીં ચલાવાય. ઇન્ડસ્ટ્રી જ કોર્ષ ચલાવાવની હોવાને કારણે કોલેજ સમય ઉપરાંત અથવા તો શનિવાર અને રવિવારના રોજ આ કોર્સ ચાલશે. NEP મુજબ વિદ્યાર્થીઓ 4થી 5 સેમેસ્ટર વચ્ચે ઇન્ટર્નશીપ પણ કરવાની હોય છે. વિદ્યાર્થીઓ આ કોર્ષ કરશે તો તેઓ ઇન્ટર્નશિપ પણ કરશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!