GUJARAT

પોલીસ પર વેપારીના અપહરણના આક્ષેપ સાથે HCમાં અરજી: IPSની શંકાસ્પદ ભૂમિકા, કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું- કોઇ અધિકારી સત્તાનો દુરુપયોગ ન કરી શકે; વરદીનું સન્માન કરો – Ahmedabad News


પોલીસ કોન્સ્ટેબલથી માંડીને SP જેવા ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ ગુનાની ફરિયાદોના વધતા કેસોથી હાઈકોર્ટ ભારે ચિંતિત થઈ છે. અને આવા જ એક કેસમાં IPSની શંકાસ્પદ ભૂમિકાની તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ જસ્ટિસ નિર્ઝર દેસાઈએ કર્યો છે. જસ્ટિસ દેસાઈએ પોલીસ વિભાગની

.

હોદ્દાનો દુરુપયોગ કરીને ફરિયાદીને ધમકાવ્યો હતો?
કેસની સુનાવણી માટે જસ્ટિસ નિર્ઝર દેસાઈએ એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીનને હાજર રહેવા ફરમાન કર્યું હતું. સુનાવણી દરમિયાન કોર્ટે વેધક સવાલો અને આકરી ટીકા કરતા કહ્યું હતું કે, શું તમને લાગે છે કે જે વ્યક્તિ (IPS) વિરૂદ્ધ આટલા ગંભીર આક્ષેપો હોય તે જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી શકે? તે વગદાર હોદ્દા પર છે અને તે તપાસને લટકાવી રાખી શકે. શા માટે તેણે ફરિયાદીને કોલ કરીને બોલાવ્યો હતો અને હોદ્દાનો દુરુપયોગ કરીને ફરિયાદીને ધમકાવ્યો હતો? શું આ એનું કામ છે?

કોઈપણ અધિકારી સત્તાનો દુરુપયોગ ન કરી શકે
હાઈકોર્ટે સરકારને કહ્યું હતું કે, આ મામલે નિષ્પક્ષ અને પારદર્શી તપાસ થાય એ જરૂરી છે. એસપીથી ઉપરના હોદ્દા પર હોય તેવા પોલીસ અધિકારીએ તપાસ અને કેસનું સુપરવિઝન કરે એ જરૂરી છે. લોકોને એવું ન લાગવું જોઇએ કે કોઈ IPS અધિકારી દબાણ કરીને કોર્ટની આંખો બંધ કરાવી શકે નહીં. કોઈપણ અધિકારી હોય એની સત્તાનો દુરુપયોગ ન કરી શકે એવો કોર્ટનો લાઉડ એન્ડ ક્લિયર મેસેજ છે. આ મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સામેના આક્ષેપોનો છે. તેમ છતાંય કોર્ટ હાલ કોઇ આદેશ કરતી નથી અને રાજ્ય સરકારના ડાહપણ પર છોડે છે કે તેઓ કઈ રીતે તપાસ કરી કાર્યવાહી કરશે.

સરકારે કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવાની ખાતરી આપી
પોલીસના ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓને તેમના પદનો દુરુપયોગ કરતા રોકવાની આ આખી કવાયત છે. લોકોની પોલીસ તંત્રમાં વિશ્વાસ અને આસ્થા જળવાઈ રહે તે માટેનો આ પ્રયાસ છે. સરકારે ખાતરી આપી હતી કે, આ મામલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે અને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. તેથી કેસની વધુ સુનાવણી 18 જૂનના રોજ નક્કી કરવામાં આવી છે.

શું છે આ સમગ્ર મામલો?
આ કેસના ફરિયાદી આંબાવાડી વિસ્તારમાં ફ્રૂટ અને શાકભાજીની દુકાન ચલાવે છે. તેમનો આક્ષેપ છે કે, 1 એપ્રિલે તેમને નંબર પ્લેટ વિનાની એક કારમાં ચાર વ્યક્તિ આવીને ઉઠાવી લઇ ગઈ હતી. તેથી તેમના કુટુંબીજનોએ 100 નંબર પર ફરિયાદ કરી હતી, પરંતુ ફરિયાદ રજિસ્ટર થઇ નહીં. પરિણામે, તમામ ઉચ્ચ ઓથોરિટીને લેખિત રજૂઆત પણ કરવામાં આવી. ફરિયાદીનો દાવો છે કે, તેમને ઉઠાવી જનારા પોલીસવાળા હતા અને કલોલ નજીક તેને ઉતારી દેવાયો હતો. આ પોલીસવાળા પાટણ એલસીબીના હોવાનો દાવો પણ ફરિયાદીએ કર્યો છે અને તેથી IPSની સંડોવણી હોવાની શંકા ઊભી થઇ હતી. આ મામલે ફરિયાદ નહીં થતાં અને તપાસને સ્વતંત્ર એજન્સી દ્વારા કરવાની માગ સાથે ફરિયાદીએ હાઇકોર્ટમાં રિટ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!