GUJARAT

શાળામાં કૂકર ફાટતાં ચાર માસૂમ દાઝી: વિદ્યાર્થિનીઓ પાસે ભોજન બનાવડાવવામાં આવતું હતું; ‘શિક્ષકો કહે છે, કામ નહિ કરો તો ભોજન નહીં મળે’, – Halol News


એક તરફ રાજ્ય સરકાર દ્વારા હાલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તે માટે રાજ્યભરના વિવિધ અધિકારીઓ હાલ પ્રાથમિક શાળાઓમાં પહોંચી કન્યાઓના શિક્ષણ ઉપર ભાર મૂકી રહ્યા છે. બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે તે માટે તેઓને બાલવાટીકા અને શ

.

કિશોરીઓ પાસે ભોજન અને વાસણો માજંવાની કામગીરી કરાવાતી
હાલોલ તાલુકાની વાવ પ્રાથમિક શાળાના આચાર્ય અને મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા શાળામાં અભ્યાસ કરતી કિશોરીઓ પાસે ભોજન બનાવવાની અને વાસણો મંજાવવાની કામગીરી કરાવવામાં આવી રહી હતી. એ માટે શાળાના આચાર્ય અને શિક્ષક સહિત મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા કિશોરીઓના વારા પાડવામાં આવ્યા હતા. તે મુજબ આજે ચાર કિશોરીઓ શાળાના મધ્યાહન ભોજન રૂમમાં દાળ-ઢોકળી બનાવવા માટે રોટલી વણવાનું કામ કરી રહી હતી.

ચાર વિદ્યાર્થીનીઓ સામાન્ય દાઝી
આવતીકાલે શાળામાં પ્રવેશોત્સવ હોવાથી શાળામાં તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન શાળામાં કુકર ફાટવાની ઘટના બનતા ચાર વિદ્યાર્થીનીઓ સામાન્ય દાઝી ગઈ હતી. જેથી શાળાના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. મામલો વાલીઓ સુધી ન પહોંચે તે માટે શાળાના શિક્ષકોએ અનેક પ્રયાસો કર્યા છતાં એક વિદ્યાર્થીનીની માતા શાળામાં પહોંચી જતાં આ આખો મામલો સામે આવ્યો હતો.

કુકરનું ગરમ પાણી દાળ સાથે વિદ્યાર્થીનીઓ ઉપર પડ્યું
શાળામાં ધોરણ 6માં ભણતી ત્રણ અને 7માં ભણતી એક વિદ્યાર્થીનીનો વારો હોવાથી આજે આ ચાર વિદ્યાર્થીનીઓને મધ્યાહન ભોજન બનાવવાના કામે લગાડવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ ઢોકળી બનાવવા રોટલી બનાવી રહી હતી. ત્યારે ગેસ ઉપર મૂકેલું દાળનું કુકર અચાનક ફાટતાં તેનું ઢાંકણું અધ્ધર ઉછળ્યું હતું. જેમાં કુકરનું ગરમ પાણી દાળ સાથે વિદ્યાર્થીનીઓ ઉપર પડતાં વિદ્યાર્થીનીઓ સામાન્ય દઝાઈ હતી. જો કે વિદ્યાર્થીનીઓ ગભરાઈને બૂમાબૂમ કરવા લાગી હતી.

સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાઈ
બનાવને પગલે શાળાના શિક્ષક દોડી આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીનીઓ ઉપર પાણી રેડી મધ્યાહન ભોજનનો રૂમ સાફ કરાવી દીધો હતો. આ જ સમયે એક વિદ્યાર્થીનીની માતા અચાનક શાળામાં પહોંચી હોવાથી શું થયું ? વિદ્યાર્થીનીઓ ઉપર પાણી કેમ રેડો છો ? તેમ પૂછતાં શિક્ષકે કુકર લીકેજ થતાં વિદ્યાર્થીનીઓ ઉપર ગરમ પાણી પડ્યાનું જણાવ્યું હતું. માતા સામે ચાર વિદ્યાર્થીનીઓ રડવા લાગતાં માતાએ પ્રેમથી પૂછતાં વિદ્યાર્થીનીઓએ સમગ્ર હકીકત જણાવી હતી. ચારેય વિદ્યાર્થીનીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીનીઓના વાલીઓ આ અંગે ફરિયાદ કરવા હાલોલ રૂરલ પોલીસ મથકે પહોંચ્યા હતા.

કલેક્ટરે પ્રાંત અધિકારીને તપાસનો આદેશ આપ્યો
આ ઘટના અંગે હાલોલની જ બે શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવા આવેલા જિલ્લા કલેક્ટર આશિષ કુમારે હાલોલ પ્રાંત અધિકારીને તપાસ કરવા હોસ્પિટલ મોકલ્યા હતા. જેથી પ્રાંત અધિકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. મામલતદાર પણ સમગ્ર મામલે તપાસ કરવા હાલોલ શાળાએ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

‘અમારે ફરજિયાત કામ કરવું પડે જો ન કરીએ તો ભોજન ન મળે’
એક તરફ જિલ્લામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વાવ પ્રાથમિક શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને શાળાના શિક્ષકો કેવું શિક્ષણ આપે છે તે આજની બનેલી ઘટના બાદ સામે આવ્યું છે. આ બાબતે વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, અમારે ફરજિયાત કામ કરવા જવું પડે છે, જો નહીં જઈએ તો ભોજન નહીં મળે તેવું મધ્યાહન ભોજનની સંચાલિકા અને શિક્ષકો કહે છે.

જાણો અધિકારીએ શું કહ્યું
આ અંગે મધ્યાહન ભોજનના નાયબ મામલતદાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, કોઈ ગંભીર બાબત નથી. ચાર છોકરીઓને સામાન્ય ઈજા થઈ છે. જે કે શાળામાં મધ્યાહન ભોજનના સંચાલકે બાળકો પાસે કોઈ કામગીરી કરાવી નથી. જો કે તપાસમાં જે કસૂરવારો હશે તેમની સામે પગલાં લેવાશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!