GUJARAT

દ્વારકા ક્રાઇમ ન્યૂઝ: કજૂરડાની તરુણીએ ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી, કંડોરણાના યુવાનનું ઝેરી ટીકડા ગળી જતાં મોત, વિદેશી દારૂના જથ્થા સાથે રૂપેણ બંદરનો શખસ ઝડપાયો – Dwarka News

ઓખા મંડળમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓના જામીન મંજૂર
દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળમાં રહેતી એક અપરિણીત યુવતીને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, આશરે છ મહિના પહેલાં ઓખાના દરિયા કાંઠે ચોપાટી પર આ યુવતીને લઈ જઈ અને તેણીની મરજી વિરુદ્ધ નાસીરઅલી તૈયબભાઈ

.

આટલું જ નહીં, આરોપીના માતા નૂરજહાં ઉર્ફે નૂરજાન તૈયબભાઈ બોલીમે યુવતીને પોતાના પુત્ર સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં આરોપી નાસીર તૈયબભાઈ તથા તેના માતા નૂરજહાં ઉર્ફે નુરજાન સામે દુષ્કર્મ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે આરોપીઓની અટકાયત કરી, જેલ હવાલે મોકલી દીધા હતા.

આ અંગેનો કેસ દ્વારકાની એડિશનલ સેશન્સ અદાલતમાં ચાલી જતા આરોપીઓ દ્વારા અદાલત સમક્ષ જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી. જેને અનુલક્ષીને આરોપીઓના વકીલ જીતેન્દ્રભાઈ કે. હિંડોચા વિગેરે દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી અને એડિશનલ સેશન્સ જજ કે.જે. મોદી દ્વારા બંને આરોપીઓને જામીન મુક્ત કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

અકળ કારણોસર ફાંસો ખાઈને કજૂરડાની તરુણીએ જિંદગી ટૂંકાવી
ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 16 કિલોમીટર દૂર આવેલા તાલુકાના કજુરડા ગામે રહેતી કુંજલબા ભાવસંગ જાડેજા નામની 17 વર્ષની તરુણીએ શનિવારે બપોરના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ફાંસો ખાઈ લેતાં તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવની જાણ મૃતકના પિતા ભાવસંગ ચંદુભા જાડેજા (ઉં.વ. 36)એ પોલીસને કરી છે.

કંડોરણાના યુવાનનું ઝેરી ટીકડા ગળી જતાં મૃત્યુ
ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામના વાડી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રામાભાઈ કાંબરીયા નામના 32 વર્ષના યુવાને ગત તારીખ 30 મેના રોજ તેમના ઘરની બાજુમાં આવેલા ઝુંપડા પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવાના ટીકડા ખાઈ લેતાં તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ હિતેશભાઈ રામાભાઈ કાંબરીયાએ પોલીસને કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

વિદેશી દારૂના જથ્થા સાથે રૂપેણ બંદરનો શખસ ઝડપાયો
દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સાદિક બકસુરભાઈ ભરૂચા નામના 28 વર્ષના મુસ્લિમ શખસના રહેણાક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 15 બોટલ કબજે કરી હતી. આ પ્રકરણમાં કુલ રૂપિયા 3,450ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી સાદિક ભરૂચાની અટકાયત કરી, પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!