GUJARAT

હત્યારા રિમાન્ડ પર: ઉમરગામ DFCCILના કવાટર્સમાં થયેલી શ્રમિકની હત્યાના કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા – Valsad News

વલસાડ જિલ્લાના ઉમરગામ સોળસુુંબામાં થયેલી હત્યા કેસમાં ઉમરગામ પોલીસની ટીમે શ્રમિકના ભાઈની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. DFCCILના સથી શ્રમિકો અને કોન્ટ્રાક્ટરોના નિવેદન નોંધી આગળ તપાસ હાથ ધરી હતી. ઉમરગામ પોલીસની ટીમે કેસમાં આગળની તપાસ હાથ ધરી હત

.

વલસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબામાં ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન DFCCILના ક્વાર્ટરમાં સંતોષ કુમાર ચંદ્રીકારાય ઉ.વ.36 રહે, હાલ. વલસાડ અબ્રામા મણીબાગ છોટુભાઇ પાકટ પ્લોટ નં.૩, બંગલા નં.25ની હત્યા કરાયેલી હાલતમાં 1લી જુનના રોજ લાશ મળી હતી. સથી શ્રમિકોએ તાત્કાલિક ઘટનાની જાણ ઉમરગામ પોલીસની ટીમને કરી હતી. ઉમરગામ પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી PMની તજવીજ હાથ ધરી હતી. ઉમરગામ પોલીસની ટીમે સથી શ્રમિકો અને લેબર કોન્ટ્રાક્ટરનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ઉમરગામ પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ અગમ્ય કારણોસર શૈલેન્દ્ર ઉર્ફે શૈલેષ હીરારાય યાદવ તથા સુરજ ઉર્ફે સુર્યા સરજુ સુખઇ રાજભરે સાથે મળી સંતોષ કુમાર ચંદ્રિકારાયના ગળા તથા શરીરે ગંભીર ઇજા કરી હત્યા કરી ફરાર થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. ઉમરગામ પોલીસે સંતોષના ભાઈની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઉમરગામ પોલીસ મથકના PI એસ ડી ચૌધરીના નેતૃત્વમાં ઉમરગામ પોલીસની ટીમ અને LCBની ટીમે સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં ઉમરગામ અને વલસાડમાં શ્રમિકોના સંભવિત સ્થાનો ઉપર છાપો મારતા બંને શ્રમિકોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. હત્યાના કેસમાં શૈલેન્દ્ર ઉર્ફે શૈલેષ હીરારાય યાદવ તથા સુરજ ઉર્ફે સુર્યા સરજુ સુખઇ રાજભરની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમ્યાન સાથે જમવા બાબતે સંતોષ સાથે થયેલી સામાન્ય બોલાચાલીમાં ગુસ્સો આવી જતા શ્રમિકની હત્યા કરી ત્યાંથી ભાગી ગયા હોવાનું ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી.

ઉમરગામ પોલીસની ટીમે LCBની ટીમ સાથે મળી.હત્યાના કેસમાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ મેળવીને ઉમરગામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!