GUJARAT

કોંગ્રેસના ગઢમાં ફરીવાર ભાજપનો કબ્જો: દાહોદ બેઠક પર સિટિંગ સાંસદ જસવંતસિંહ ભાભોરનો વિજય, કોંગ્રેસના પ્રભાબેન તાવિયાડની કારમી હાર – Dahod News


7 મેના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી. એ આતુરતાનો અંત આવી ગયો છે. જ્યાં એક સમયે કોંગ્રેસની મજબૂત પક્કડ હતી. એવી દાહોદ લોકસભા બેઠક પર ફરીવાર ભાજપે કબ્જો જમાવ્યો છે. દાહોદ બેઠક પર ભાજપના જસવંતસિંહ ભાભોરનો ભારે બહુમતિથી વિજય થયો છે. ભાજપના

.

જસવંતસિંહ ભાભોરે ફરીવાર જીત મેળવી
દાહોદ લોકસભા બેઠક આ બેઠક પર 59.31 ટકા મતદાન થયું હતું. દાહોદ લોકસભા બેઠક પર કુલ 9 ઉમેદવારો મેદાનમાં હતા. આજે દાહોદની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કુલ 22 રાઉન્ડમાં મતગણતરી થઇ હતી, એમાં ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરને 6 લાખ 88 હજાર 715 મત મળ્યા હતા. જ્યારે 3 લાખ 55 હજાર 38 મત મળ્યા હતા. આમ જસવંતસિંહ ભાભોર સામે પ્રભાહેબ તાવિયાડની 3 લાખ 33 હજાર 677 મતો કારમી હાર થઇ છે.

આ બેઠક ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ ગણાતી
દાહોદ લોકસભા બેઠક ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પરંતુ છેલ્લા બે દાયકાથી આ બેઠક પર ભાજપે કબ્જો જમાવી લીધો છે. દાહોદની ગુજરાત લોકસભા બેઠક પર ફરી કમળ ખીલ્યું છે. ભાજપે ફરી આ બેઠક સિંટિંગ સાંસદ જસવંતસિંહ ભાભોરને રિપીટ કર્યા હતા. છેલ્લા 10 વર્ષોની વાત કરીએ તો ભાજપ સતત આ બેઠક પર પોતાનું વર્ચસ્વ બનાવી ચૂકી છે. છેલ્લી બે ટર્મમાં ભાજપના જસવંતસિંહ ભાભોર સાંસદ તરીકે અહીંથી ચૂંટાયા હતા અને આ વખતે પણ તેઓએ આ બેઠક પરથી બહુમતિથી જીત મેળવી છે.

આવો ગ્રાફિક્સથી જાણીએ સવારે 8 વાગ્યાથી બંને ઉમેદવારો વચ્ચે થયેલી રસાકસીનો માહોલ..

આવો ગ્રાફિક્સથી જાણીએ સવારે 8 વાગ્યાથી બંને ઉમેદવારો વચ્ચે થયેલી રસાકસીનો માહોલ..



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!