GUJARAT

CNG પેટ્રોલ પમ્પ પર અકસ્માત: CCTV: હિંગળાજ નજીક ગાડીચાલકે પુરઝડપે ઇકો હંકારી મહિલા સહિત યુવકને અડફટે લીધા – sabarkantha (Himatnagar) News


સાબરકાંઠા જિલ્લાના ઈડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે રોડ પર હિંગળાજ નજીક CNG પંપ પર ગઈકાલે સાંજના ઇકો ગાડીચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે.

.

આ અંગેની વિગત એવી છે કે, ઈડર હિંમતનગર હાઈવે રોડ પર દરામલી-હિંગળાજ વચ્ચે આવેલા સીએનજી પેટ્રોલ પંપ પર સોમવારે સાંજના સમયે ગેસ ભરાવવા આવેલા ગાડીચાલકે ગાડીમાં ગેસ ભરાવી એકાએક ગાડી પુરઝડપે હંકારી સામે ઉભેલી એક મહિલા સહિત યુવકને અડફટે લેતાં એક મહિલા અને યુવક જમીન પર પટકાયા હતો. જેના કારણે ગેસ પંપ પર નાસ ભાગ મચી જવા પામી હતી. CNG ભરાવવા આવેલા વાહનચાલકો અકસ્માતની ઘટના થતાં તાત્કાલિક દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે સીસીટીવી સામે આવ્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!