GUJARAT

CBIએ જય જલારામ સ્કૂલના ચેરમેનની અટકાયત કરી: ચેરમેન દીક્ષિત પટેલને અમદાવાદ ખાતેની CBIની સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે – panchmahal (Godhra) News


નીટ કૌભાંડમાં સંડોવાયેલા પાંચ પૈકી ચાર આરોપીઓની સીબીઆઈ દ્વારા ગઈકાલે ગોધરા કોર્ટમાંથી કસ્ટડી લીધા બાદ આજે બીજા દિવસે પણ પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જ્યારે નીટ પરીક્ષા કેસ મામલે ગત મોડીરાત્રે સીબીઆઇ દ્વારા જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત

.

દીક્ષિત પટેલને અમદાવાદ ખાતેની CBIની સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે
CBI દ્વારા જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલને અમદાવાદ ખાતેની સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે. સીબીઆઇના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને લઈને અમદાવાદ જવા રવાના થયા છે. જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલને સીબીઆઇ દ્વારા ગોધરા સેશન કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતાં ગોધરા કોર્ટ દ્વારા સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં આરોપીને રજૂ કરવા માટે જણાવ્યું હતું. CBI દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હોય સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં આરોપીને રીમાન્ડ માટે રજૂ કરવા જણાવાયું હતું.

CBIએ જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત કરી
ગોધરા નીટ પરીક્ષા કેસ મામલે CBIએ જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત કરી છે. ગત મોડી રાત્રે સીબીઆઇ દ્વારા દીક્ષિત પટેલની અટકાયત કરવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા દીક્ષિત પટેલની અટકાયત કરયા બાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ માટે લવાયા છે. ગોધરા નીટ પરીક્ષા કેસ મામલે ઝડપાયેલા આરોપીઓ સાથે દીક્ષિત પટેલ સંપર્ક ધરાવતા હોય શંકાના આધારે સીબીઆઇ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલ

ગોધરા સર્કિટ હાઉસમાં પૂછપરછનો દોર શરૂ
સીબીઆઈ દ્વારા તુષાર ભટ્ટ, આરીફ વોરા, પુરુષોત્તમ શર્મા અને વિભોર આનંદની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નીટ પ્રકરણને લઈ CBI દ્વારા નવું શું લાવવામાં આવશે તે સમગ્ર મામલે સૌ કોઈની મીટ મંડાયેલી છે.

ગત મોડીરાત્રી સુધી બી-ડિવિઝન પોલીસમાં પૂછપરછ કરાઈ હતી
પંચમહાલ જિલ્લાના ગોધરામાં બહુચર્ચિત નીટ પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડ મામલે સીબીઆઇ દ્વારા આ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ચાર દિવસના રિમાન્ડ લીધા બાદ પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. કોર્ટમાં રિમાન્ડ બાદ ગોધરા બી-ડિવિઝન પોલીસમાં ગત મોડીરાત્રી સુધી પૂછપરછ કર્યા બાદ બીજા દિવસે સવારે ગોધરા સર્કિટ હાઉસ ખાતે ચારેય આરોપીઓને લાવીને પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

નીટ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ
ગોધરા બહુચર્ચિત નીટ કૌભાંડમાં સંડોવાયેલા પાંચ પૈકી ચાર આરોપીઓની સીબીઆઈ દ્વારા ગઈકાલે કોર્ટમાંથી કસ્ટડી લીધા બાદ પૂછપરછનો દોર શરૂ કરાયો હતો. ગોધરા કોર્ટે પાંચ પૈકી ચાર આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ બાદ કાર્યવાહી શરૂ કરાઈ છે. મોડીરાત્ર સુધી આરોપીઓની ગોધરા બી-ડિવિઝન પોલીસ મથક ખાતે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ સવારના નવ વાગ્યા બાદ ગોધરા સર્કિટ હાઉસ ખાતે તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા તુષાર ભટ્ટ, આરીફ વોરા, પુરુષોત્તમ શર્મા અને વિભોર આનંદની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નીટ પ્રકરણને લઈ સીબીઆઇ દ્વારા નવું શું લાવવામાં આવશે તે સમગ્ર મામલે ગુજરાત રાજ્યના સૌ કોઈની મીટ મંડરાયેલી છે

ગોધરા ચીફ કોર્ટે 4 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
NEET પરીક્ષા કૌભાંડ મામલે CBIએ ચાર આરોપીઓના રિમાન્ડ માગ્યા હતા. ગઈકાલે આ મામલે વધુ સુનાવણી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશભરમાં ચકચાર જગાવનાર નીટ કૌભાંડ મામલે ગોધરા ખાતે પાછલા ચાર દિવસથી CBIની ટીમે ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાંચમાં દિવસે આ મામલે પકડાયેલા 4 આરોપીઓના રિમાન્ડ માટે ગોધરા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

વિદ્યાર્થીઓ-વાલીઓ અને શાળા સંચાલકની પણ પૂછપરછ કરી હતી​​​​
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ શાળા ખાતે યોજાયેલી નીટ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને પાસ કરાવાના મામલે સમગ્ર કેસ હવે CBIના હાથમાં છે. CBIના અધિકારીઓ છેલ્લા પાંચ દિવસની ગોધરામાં ધામા નાખીને બેઠા છે. સમગ્ર મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે. આ મામલે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને શાળા સંચાલકની પણ પૂછપરછ કરી હતી.

જય જલારામ સ્કૂલનાં આચાર્ય કેતકી પટેલના ઘરે CBIનું સર્ચ
સમગ્ર મામલે પરીક્ષા કેન્દ્ર રહેલી જય જલારામ સ્કૂલનાં આચાર્ય કેતકી પટેલને પણ CBI દ્વારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે પૂછપરછ માટે બોલાવામાં આવી હતી. સાથે સાથે ગોધરાના બામરોલી રોડ ખાતે આવેલા કેતકી પટેલના નિવાસ સ્થાન પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!