GUJARAT

અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટે.માં BJPના નેતાનો બર્થ ડે ઉજવાયો?: DCP-PIની હાજરીમાં કેક કપાઈ, તાળી પાડી કહ્યું-હેપ્પી બર્થ ડે, વીડિયો વાઈરલ થતાં નવો જ ખુલાસો થયો – Ahmedabad News


અમદાવાદ શહેરમાં તાજેતરમાં રથયાત્રા સંદર્ભે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીસીપી સહિતના તમામ લોકો રક્તદાનની કામગીરી પૂર્ણ કર્યા બાદ ઓફિસમાં હાજર હતા. તે સમયે અહીંયા ભાજપના નેતા અને ડાયરાના કલાકારો પણ પહો

.

તમામ PI અને DCP તાળીઓ પાડતા જોવા મળ્યા હતા
ત્યારે આ મામલે પોલીસનું કહેવું છે કે, તે દિવસે રક્તદાન શિબિર બાદ કેટલાક લોકો કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ કેક લઇને આવ્યા હતા અને કલાકારનો જન્મદિવસ હતો તે બંને સંયોગ બન્યો અને તેના કારણે કેક કાપવાનો વીડિયો વાઈરલ થયો છે. તો બીજી તરફ આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને DCP તે સમયે કલાકારના બર્થ ડેની કેક કાપવા સમયે પણ તાળીઓ પાડતા દેખાયા હતા. જે અંગે હાલ સોશિયલ મીડિયામાં અંગેનો વીડિયો વાઈરલ થતાં આ સામાજિક કાર્યક્રમની જગ્યાએ રાજકીય કાર્યક્રમ બન્યો હોય તેવું સામે આવ્યું છે.

પોલીસ સ્ટેશનમાં ત્રણ કેક કટ કરવામાં આવી હતી
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી F ડિવિઝનની કચેરીમાં થોડા સમય પહેલાં રક્તદાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રક્તદાનની કામગીરી પૂર્ણ થયા બાદ અહીંયા ભાજપના નેતા અને સાંસ્કૃતિક વિભાગમાં યોગેશ ગઢવી અને તેમની સાથે સ્થાનિક કાર્યકર અને ભાજપના કાર્યકર હિમાંશુ ચૌહાણ પણ હાજર હતા. આ સમયે ઓફિસની અંદર DCP ઝોન 4 કાનન દેસાઈ આ ઝોનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર હાજર હતા. અહીંયા ટેબલ પર ત્રણ કેક પડેલી દેખાય છે. જે કેક કટ કરવામાં આવે છે. તે સમયે ભાજપના કાર્યકર હિમાંશુ ચૌહાણનો પણ જન્મદિવસ હતો અને તેના બર્થ ડેનું સેલિબ્રેશન પણ થયું હોવાની વાતો વહેતી થઈ છે. ત્યારે સામાન્ય વ્યક્તિનો જન્મદિવસ અધિકારીની કચેરીમાં કઈ રીતે ઉજવાયો તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પોલીસે સ્વ બચાવમાં ખુલાસો આપ્યો
આ અંગે પોલીસ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, આ સેલિબ્રેશન રક્તદાન શિબિરનું હતું. જન્મદિવસનું નહીં એટલે પોતાનો બચાવ કરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!