GUJARAT

હેર સલૂનમાં મારામારી: ભરૂચના પાંચબત્તી ખાતે આવેલા હેર સલૂનમાં થયેલી મારામારીમાં સાત ઈસમો સામે ફરિયાદ નોંધાઇ, ત્રણ ઝડપાયા, ચાર વોન્ટેડ – Bharuch News


ભરૂચમાં 25 મી મે ના રોજ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી એક હેર સલુનની દુકાનમાં આગળના બાકી રૂપિયાની બાબતે થયેલી મારામારીમાં એ ડીવીઝન પોલીસે સાત ઈસમો સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં પોલીસ હાલમાં ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે જ્યા

.

આગળના બાકીના રૂપિયા માંગતા બાબલ થઈ હતી
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મહોમદ અસીમ આસીફ અલી અલવી આદર્શ માર્કેટમાં અલવી હેરસલૂન નામની દુકાન ચલાવે છે.ગત 25 મે 2024 ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં નજીકમાં રહેતો કરણ ગોહીલ તથા રાહુલ ખંડેલવાલ સલુનમાં આવી વાળ કાપવાનું કહ્યું હતું.જેથી મહોમદ અસીમે કરણ આઠ દિવસ પહેલા હેડ મસાજ અને ફેશીયલ કરાવી ગયો હતો જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા.ત્યાર બાદ કરણે ગોહીલે અમિત ગોહીલને ફોન કરી મહોમદ અસીમ સાથે વાત કરાવતા અમિતે તારે મારા માણસો પાસેથી પૈસા નહિ લેવાના અને તમે બહારથી આવીને અહિં કમાઓ છો અને અહિયા ધંધો કરવી હોય તો મફતમા કામ કરવું પડશે અને ચાર તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યો હતો.

પોલીસને કહેવું હોય તો કહી દેજો અમે ડરતા નથી
ત્યાર બાદ તેઓ અપશબ્દો બોલી જતાં રહ્યાં હતાં. થોડીવારમાં કરણ ગોહીલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહીલ, પ્રાંત બાબડીયા. રાહુલ વિરાસ, સંજૂ વસાવા સલૂનમાં આવી મારા મારી કરી હતી.આ સમયે કરણે બેલ્ટ કાઢી મહોમદ અસીમના ભાઈને માર્યો હતો.જ્યારે વિશાલે છરો કાઢી અપશબ્દો બોલી સલુન બંધ કરીને જતા રહો કાલથી અહિં દેખાતા નહિ. નહિ તો જાનથી મારી નાખીશુ અને તમારુ સલુન સળગાવી દઈશ અને તમારે પોલીસને કહેવું હોય તો કહી દેજો અમે કોઇનાથી ડરતા નથી તેવી ધમકી આપી જતા રહ્યા હતાં.

પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ મામલે મહોમદ અસીમ અલવીએ પ્રથમ સિંધવાઈ પોલીસ ચોકી અરજી આપી હતી.જે બાદ એ ડીવીઝન પોલીસે આ સાતેય ઈસમો પર ગુનો દાખલ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.આ સલૂનમાં થયેલી બોલા-ચાલી અને મારા-મારીના દ્રશ્યોના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!