GUJARAT

વકીલોની રજૂઆત: પાલનપુરમાં વકીલ પર થયેલા હુમલાને લઇ બાર એસોસિયનને કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું – banaskantha (Palanpur) News


પાલનપુર વકીલ પર થયેલા હુમલાને લઇ પાલનપુર બાર એસોસિયન દ્વારા જિલ્લા કલેકટરને અને જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી વકીલો પર થતા હુમલા બંધ કરો અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં કલેકટર અને એસપી કચેરી ખાતે વકીલો પહોંચ્યા હતા

.

બનાસકાંઠા બાર એસોસિએશનના પ્રમુખ સતિષભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગોવિંદભાઇ મકવાણા એમની જ ઓફિસમાં અસીલે એમના પર હુમલો કર્યો હતો. ગુજરાતમાં વારંવાર આવા વકીલો પર હુમલાઓ થતા હોય છે એના માટે અને ગુજરાતના વકીલો માટે અમે સરકાર અને બાર કાઉન્સિલર બંને પાસે એડવોકેટ પ્રોટેકશન એક્ટની માંગણી કરીએ છીએ એ એક્ટ જલ્દીમાં જલ્દી લાગુ કરે. જે પ્રકારે ડોક્ટર માટે એમના પ્રોટેકશન એક્ટ છે. લોકોના ન્યાય માટે અમે લડીએ છીએ તો અમારે જ પ્રોટેકશન એક્ટની જરૂર છે. સરકાર અમારું જલ્દી માં જલ્દી સાંભળે અને તરત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે એવી અમારી વિનંતી છે. અમારા વકીલ ગોવિંદભાઈ ઉપર જે હુમલો કર્યો છે જે વ્યક્તિએ તાત્કાલિક અસરથી તેની ધરપકડ થાય અને વકીલ ગોવિંદભાઈને જલ્દી માં જલ્દી ન્યાય મળે એવી અમારી માંગણી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!