GUJARAT

અમદાવાદ સમાચાર: સાબરમતી રિવરફ્રન્ટના મુલાકાતીઓ માટે હવે એસી AMTS દોડશે, બુધવારથી કાંકરિયા બાલવાટિકા નાગરિકો માટે બંધ રહેશે – Ahmedabad News


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર AMTS બસ દોડાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 10 જેટલી બસ સાબરમતી રિવરફ્રન્ટ પર દોડશે. વાસણા બસ ટર્મિનસથી લઈ વાડજ બસ ટર્મિનસ સુધી આ બસ દોડશે. બસ વાસણા ટર્મિનસથી ઉપડી ચંદ્રનગર થી

.

સાબરમતી રિવરફ્રન્ટનો રૂટ પર બસ દોડશે
AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણના દિવસે AMTSની ઈલેક્ટ્રીક AC બસોને લીલીઝંડી આપવામાં આવનાર છે. તેમાંથી કેટલીક બસો હવે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ ઉપર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર જે મુલાકાતીઓ આવે છે. તેઓને બસની સુવિધા મળી રહે તેના માટે થઈ આ રૂટ પસંદ કરવામાં આવ્યો છે. વાસણાથી વાડજ સુધીનો રુટ લેવામાં આવ્યો છે. કુલ 10 કિલોમીટરના રૂટમાં 8 કિલોમીટર સાબરમતી રિવરફ્રન્ટનો રૂટ પર બસ દોડશે

કાંકરિયાના બાલવાટિકા બંધ થશે
શહેરના ફરવાલાયક સ્થળ એવા કાંકરિયા પરિસરમાં આવેલુ બાલવાટિકા આગામી બુધવારથી નાગરિકો માટે બંધ કરવામાં આવશે. કાંકરિયાના બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવનાર છે. જે કામગીરી પાંચ જૂનથી શરૂ થવાની હોવાથી સમગ્ર બાલવાટિકા ત્યાં સુધી નવીનીકરણ ન કરવામાં આવે ત્યાં સુધી બંધ રાખવા અંગેનું નિર્ણય કાંકરિયા લેકફ્ર્ન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. બાલવાટિકાનું નવીનીકરણ થયા બાદ અવનવી રમતો અને આકર્ષણો નાગરિકોને મળશે. છ મહિનાથી વધુ સમય માટે બાલવાટિકા બંધ રાખવામાં આવશે.

‘વર્લ્ડ ક્લ્બફૂટ ડે’ની ઉજવણી
આજના દિવસે ડો. ઇગ્નસીઓ પોન્સેટીના જન્મદિવસને વર્લ્ડ ક્લ્બફૂટ ડે તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે સવારે ક્લબફૂટ સાથે જન્મેલા બાળકો તેઓના વાલીઓ અને ગવ. સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના ડાઇરેકટર ડો. પીયુષ મિત્તલ તથા તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ અને અલગ-અલગ વિભાગના વડાઓ હાજર રહ્યા હતાં. સાથે ક્યોર ઇન્ટરનેશનલ NGO પણ પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા.

ખાસ પ્રકારની ઓ.પી.ડી શરૂ કરવામાં આવી
આજે ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા જન્મેલા બાળકો તેમના વાલીઓ અને સાજા થયેલા બાળકો અને તેમના વાલીઓ સાથે એક રેલી નિકાળવામાં આવી હતી. જેની શરૂઆત ડાઇરેકટર ડો. પીયુષ મિત્તલ દ્વારા કરવામાં આવેલી આ રેલી કેમ્પસમાં અવેરનેશની કામગીરી પતાવ્યા બાદ ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના હોલમાં પૂર્ણ થયેલ તમામ દર્દીઓ અને તેના વાલીઓ સાથે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વધુને વધુ લોકોમાં આ વિશેષ જાગૃતી ફેલાય આવા બાળકો શોધાય અને શોધાયેલા બાળકોને આવી વિના મુલ્યે કોઇ પણ પ્રકારની સર્જરી સિવાયની સારવાર મળી રહે તથા બાળક એક નોર્મલ બાળક જેવુ જ જીવન જીવે એ પ્રકારે સંસ્થાના નિયામક દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્લ્ડ ક્લ્બફૂટ ડેની ઉજવણીના ભાગ રૂપે દર્દીઓ સાથે કેકનુ કટિંગ કરવામાં આવ્યું અને દર્દીઓ અને વાલીઓને ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે ઉપલબ્ધ અલગ-અલગ સેવાઓ અને ખાસ પ્રકારની ઓ.પી.ડી શરૂ કરવામાં આવી છે તે અંગે પણ જાણ કરવામાં આવી હતી.

8724 જેટલા ક્લબફૂટ સાથે જન્મેલા બાળકો ઓળખી કઢાયા
ક્યોર ઇન્ટરનેશનલ સંસ્થાએ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ સાથે કામ કરતી એક સંસ્થા છે. જે 2014ના વર્ષથી આ ક્લબફૂટની ઓળખ અને તેની તપાસ અને સરળ સારવાર સાથે સંકળાયેલા પ્રોગ્રામ માનુ કામ કરે છે. અત્યાર સુધીમાં ગુજરાતના 33માંથી 27 જિલ્લામાં ક્યોર ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા જિલ્લા કક્ષાએ ક્લીનીક શરૂ કરવામાં આવ્યા છે. ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટએ આ ક્લબફૂટ પ્રોગ્રામ માટેની એક નોડલ સંસ્થા છે. ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે અત્યાર સુધીમાં 879 રીફર કરવામાં આવ્યા છે અને તપાસ્યા બાદ તેની સારવાર કરવામાં આવે છે. આમ ગુજરતના કુલ બાળકોની વાત કરીએ તો અત્યાર સુધીમા 27 જિલ્લામાંથી કુલ 8724 જેટલા ક્લબફૂટ સાથે જન્મેલા બાળકો ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમને જિલ્લા કક્ષાએ રીફર કરી સમાજમાં પાછા એમની આ ડિફોરમીટી સાજી કરી છે અને ફરીથી એમને નોર્મલ જીવન જીવવા માટે આ સારવાર આપવામાં આવેલ છે. આમ ક્લબફૂટનો ઇલાજ શક્ય છે. વિના મુલ્યે એ સારવાર સરકારી તમામ હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. વધુ જો સારવારની જરૂરિયાત લાગે તો ગવ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે આ સારવાર વિના મુલ્યે ઉપલબ્ધ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!