અમરેલી

Amreli જમીનનું યોગ્ય વળતર આપવાની માગ સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું,જુઓ Video


અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના કેટલાક લોકોની જમીન કંપની દ્વારા લેવા મામલે યોગ્ય વળતર નહીં અપાતા સ્થાનિક સરપંચ સહિત લોકોએ પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બાબરકોટ ગામ નજીક આવેલ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોની જમીન ખરીદી હતી. જેમાં ખેડૂતોને જમીન ખાલી કરવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને યોગ્ય વળતર આપવામાં નથી આપતું. આ અંગે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે હકારાત્મક રીતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાત્રી આપી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!