અમરેલી

Amreli Rain: બાબરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો, જુઓ Video


રાજ્યમાં વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત તરફથી ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે આજે અમરેલીના બાબરા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારેથી વાતાવરણમાં પલટો આવ્યો હતો હતો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે બાબરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. ભારે ઉકળાટ બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે. બાબરા તાલુકાના ચરખા, કીડી, કોટડી ગામમાં વરસાદ વરસ્યો છે. લૂણકી સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અમરેલી, બાબરા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના માંડવીમાં 15 મિ.મી., દ્વારકામાં 5 મિ.મી. જ્યારે પોરબંદર અને ભાણવડમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!